ના મર્સીડીઝ, ના ઓડી, ના ટોયોટા, ના જેગુઆર, પણ આ ગુજરાતી રોકસ્ટાર ગાયકની એન્ટ્રી હવે પડશે આ શાનદાર સ્પોર્ટ્સ કારમાં… જુઓ તસવીરો 

ગુજરાતી ગીતોના રોકસ્ટાર ગાયકે ખરીદી એવી 2 સિટર કાર કે આખા ગુજરાતમાં કોઈની પાસે નથી… જુઓ તસવીરો

ગુજરાતી કલાકારો હંમેશા ચર્ચામાં રહેતા હોય છે. છેલ્લા ઘણા સમયમાં ઘણા બધા ગુજરાતી કલાકારોએ પોતાના માટે અવનવી શાનદાર કાર ખરીદી છે, જેની તસવીરો પણ સામે આવતા જ ચાહકો દ્વારા તેમને ઢગલાબંધ શુભકામનાઓ પણ પાઠવવામાં આવતી હોય છે, ત્યારે હાલ ગુજરાતી રોકસ્ટાર દેવ પગલીએ પણ પોતાના માટે એક શાનદાર કાર ખરીદી છે.

આજે ઘણા બધા ગાયકો જ્યાં મર્સીડીઝ અને ઓડી જેવી લક્ઝુરિયસ કાર ખરીદી રહ્યા છે ત્યારે રોકસ્ટાર દેવ પગલીનો એક અલગ જ સ્વેગ જોવા મળ્યો અને તેને પોતાના માટે આવી કોઈ બ્રાન્ડની કાર ના ખરીદતા એક એવી શાનદાર સ્પોર્ટ્સ કાર ખરીદી જે આખા ગુજરાતમાં ફક્ત એક જ છે.

દેવ પગલી તેના ગીતો માટે ખુબ જ જાણીતું નામ બની ગયો છે. બૉલીવુડ અભિનેતા રણવીર સિંહ પણ દેવ પગલીનો ફેન બની ગયો હતો જયારે દેવ પગલીએ “જયેશભાઇ જોરદાર” ફિલ્મ માટે એક ગીત ગાયું હતું. જયારે રણવીર સિંહ પણ ગુજરાતમાં પ્રમોશન દરમિયાન આવ્યો હતો ત્યારે દેવ પગલીના ભરપૂર વખાણ કર્યા હતા.

આ ઉપરાંત દેવ પગલીનું માટલા ઉપર માટલું અને ચાંદ જૈસા મુખડા ગીત તો આખી દુનિયામાં પ્રચલિત બની ગયા હતા. ચાંદ જૈસા મુખડા પર બનેલી રીલે તો મોટા મોટા રેકોર્ડ પણ તોડી નાખ્યા હતા. જેના દ્વારા દેવ પગલીની ઓળખ ગુજરાતમાં જ નહિ આખા દેશમાં થવા લાગી અને દેવ પગલી ગોલ્ડન વૉઇસ પણ બની ગયો.

ત્યારે હવે ફરી એકવાર દેવ પગલી ચર્ચામાં આવ્યો છે અને આ વખતે તેના ગીતના કારણે નહિ પરંતુ તેણે ખરીદેલી સ્પોર્ટ્સ કારના કારણે. દેવ પગલીએ ગઈકાલે ખોડિયાર જ્યંતી નિમિત્તે જ એક સ્પોર્ટ્સ કાર ખરીદી હતી. આ કાર છે DC Avanti. જે એક મોડીફાય કાર છે.

આ કારનું નિર્માણ દિલીપ છાબરા (DC) જે કાર અને વેનિટી વેન મોડીફાય કરવા માટે જાણીતા છે અને બોલીવુડના ઘણા બધા સેલેબ્સની વેનિટી વેન પણ તેમના દ્વારા બનાવવામાં આવી છે તેમના દ્વારા કરવામાં આવ્યું છે. આ 2 સિટર કાર છે, જેનો સ્પોર્ટ્સ લુક કોઈને પણ દીવાના બનાવી શકે છે.

 

View this post on Instagram

 

A post shared by Dev Pagli (@iamdevpagli_rockstar)

આ કારની જો કિંમતની વાત કરવામાં આવે તો ઓનલાઇન આ કારની એક્સ શો રૂમ કિંમત 34.17 લાખથી શરૂ થાય છે. આ કાર 1998 CCના એન્જીન સાથે પેટ્રોલ વેરિએન્ટમાં આવે છે. આ કાર અલગ અલગ કલર વેરિએન્ટમાં પણ ઉપલબ્ધ છે. ત્યારે દેવ પગલીએ આ કારનો પીળો રંગ પસંદ કર્યો છે.

Niraj Patel