અભિનેતા સલમાન ખાન દ્વારા હોસ્ટ કરવામાં આવતો શો ‘બિગ બૉસ-13’ ના પુરા થતા જ શો ના દરેક કન્ટેસ્ટેન્ટ પોત- પોતાના પરિવાર સાથે સમય વીતાવવામાં લાગી ગયા છે કે પછી અન્ય કોઈ કામમાં વ્યસ્ત થઇ ગયા છે. જ્યા એક તરફ આરતી સિંહ બિગ બોસના ઘરમાંથી નીકળતા જ પોતાના ભાઈ ભાઈ કૃષ્ણા અભિષેકની સાથે પોતાના ઘરે આરામના દિવસો વિતાવી રહી છે જ્યારે શહનાઝ ગિલ પોતાની ભાણી એટલે કે ટીવી દુનિયાના લોકપ્રિય કપલ જય ભાનુશાલી અને માહી વિજની દીકરી તારા ભાનુશાલીને મળવા માટે પહોંચી હતી.
View this post on Instagram
Keep supporting guys ❤️ Love ❤️ #shehnaazgill #biggboss13 @colorstv @goldmediaa
બિગ બૉસ શરૂ થવાની સાથે જ શહનાઝ ગિલને દર્શકોનો ખુબ પ્રેમ મળ્યો છે અને તેની ફેન ફોલોઇંગ પણ લગાતાર વધતી જઈ રહી છે. પંજાબની કૈટરીના કૈફથી લોકપ્રિયતા મેળવનારી ‘શહનાઝ ગિલ’ ટીવી અને બૉલીવુડના ઘણા કિરદારોને પણ પસંદ આવી છે. બિગ બૉસના ઘરની અંદર પણ શહનાઝ દરેક કન્ટેસ્ટેન્ટને એન્ટરટેન અને મોજ મસ્તી કરાવતી જોવા મળી હતી.
View this post on Instagram
KEEP CALM AND WORK HARD 😍LOVE U ALL U ALL R MY STRENGTH ❤️URS SHEHNAZGILL💁
એવામાં બિગ બૉસથી બહાર આવતા જ શહનાઝ ભાણી તારા ભાનુશાલીને મળવા માટે પહોંચી હતી અને તારા સાથેની ક્યૂટ તસ્વીરો માહીએ પોતાના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી હતી.
શેર કરેલી તસ્વીરોમાં શહનાઝ તારાને પોતાના ખોળામાં લીધેલી અને અને તેના ગાલ પર લાડ-પ્રેમ કરતી દેખાઈ રહી છે. તારા પણ હંમેશાની જેમ ક્યૂટ દેખાઈ રહી છે. સોશિયલ મીડિયા પર આ કયુટ તસ્વીર ખુબ વાયરલ થઇ રહી છે અને દર્શકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવી રહી છે.
તસ્વીર શેર કરતા માહીએ કૈપ્શનમા લખ્યું કે,”તારા જય ભાનુશાલી પોતાની માસી શહનાઝ ગિલ સાથે.” શાહનાઝે માહી અને જય સાથે પણ ખુબ મસ્તી કરી હતી. જય ભાનુશાલીએ પણ તસ્વીર શેર કરીને લખ્યું કે,”હું પહેલા આ છોકરીને બિગ બૉસ-13 ના ઘરમાં મળ્યો હતો અને હવે મારા ઘરે મળી રહ્યો છું. શહનાઝ ગિલ મસ્તી અને એનર્જીથી ભરપૂર છે.”
આ સિવાય શહનાઝનો તારા સાથે મસ્તી કરતો બૂમરેંગ વિડીયો પણ સામે આવેલો છે. અભિનેત્રી માહી વિજ પહેલાથી જ શહનાઝ ગિલને સપોર્ટ કરતી આવી છે. શહનાઝ ગિલ માહી વિજની પ્રિય કન્ટેસ્ટન્ટ છે, અને તેની ક્યૂટ અદાઓ માહીને ખુબ જ પસંદ આવે છે અને તે અવારનવાર શહનાઝના સપોર્ટમાં ટ્વીટ કર્યા કરતી હતી.
View this post on Instagram
Happy Dipawali to all. Rate this picture out of 10..I will rate- in LOVE with my wife @mahhivij
હાલના દિવસોમાં શહનાઝ ગિલ કલર્સ ટીવી ના શો ‘મુજસે શાદી કરોંગે’માં સ્વયંવર કરતી જોવા મળી રહી છે. આ શોમાં તેની સાથે બિગ બૉસ-13 ના કંટેસ્ટેન્ટ રહી ચૂકેલા પારસ છાબડા પણ જોવા મળી રહ્યા છે. મનીષ પૉલ શો ને હોસ્ટ કરી રહ્યા છે.
બિગ બૉસમાં શહનાઝની પ્રીસિદ્ધિને જોઈને તેને આ શો માં લેવામાં આવી છે. શો માં શહનાઝ પોતાના પાર્ટનરની શોધ કરી રહી છે જ્યારે પારસ છાબડા પણ પોતાના માટે દુલ્હન શોધી રહ્યો છે. બિગ બૉસ-13 ની જેમ આ શોમાં પણ શહનાઝને ખુબ પસંદ કરવામાં આવી રહી છે. જણાવી દઈએ કે બિગ બૉસ-13 ના વિજેતા અભિનેતા ‘સિદ્ધાર્થ શુક્લા’ બન્યા છે.
જુઓ શહનાઝ ગિલનો તારા ભાનુશાલી સાથેનો બૂમરેંગ વિડીયો…
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.