ખબર મનોરંજન

જયારે દાદી શર્મિલા ટાગોરએ કહ્યું હતું કે-વિરાટ-અનુષ્કાનું બાળક આવશે તૈમુરનું પત્તુ કપાઈ જશે, જાણો

વિરાટ-અનુષ્કાના બાળકની રાહ જોઈ રહી છે તૈમુરની દાદી? દિલચસ્પ છે કારણ

કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાનના લાડલા તૈમુર અલી ખાનની ગણના બોલીવુડના સૌથી પોપ્યુલર સ્ટારકિડમાં થાય છે. તૈમુરની એક ઝલક જોવા માટે લોકો બેતાબ હોય છે. પેપરાઝી પણ તૈમુરની દરેક એક્ટિવિટી કવર કરે છે. સમય-સમય પર કરીના-સૈફ પુત્ર તૈમુરની લાઈફમાં મીડિયાની દખલની વાત કરતા રહે છે. હવે તૈમુરની દાદી શર્મિલા ટાગોર અને કરીનાએ આ બાબતે વાતચીત કરી છે.

કરીના કપૂર બીજી વાર માતા બનવા જઈ રહી છે. આ જાણકારી થોડા સમય પહેલા તેને સોશિયલ મીડિયા દ્વારા આપી હતી. કરીના સિવાય બૉલીવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા પણ પ્રેગનેન્ટ છે. આ વચ્ચે કરીનાનું સાસુ અને પૂર્વ બૉલીવુડ એક્ટ્રેસ શર્મિલા ટાગોરનો જૂનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. કરીના કપૂર ખાનના ચેટ શો ‘વોટ વુમન વોન્ટ’ ની બીજી સીઝનની શર્મિલા ટાગોર પહેલી મહેમાન હતી.

શર્મિલા ટાગોર કહ્યું હતું કે, સોશિયલ મીડિયા ચિંતાનું કારણ છે. તમારું બાળક ઘણી પરિસ્થતિમાંથી પસાર થશે. તમે તેના પ્રભાવને કંટ્રોલ નહીં કરી શકો. જયારે તમારું બાળક મોટું થશે અને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરશે ત્યારે તે ઘણી બધી માહિતીથી માહિતગાર થશે. મને લાગી રહ્યું છે. મીડિયા તમને ઊંચાઈ પર પણ લાવી શકે છે અને નીચે પણ પછાડી દે છે.

શર્મિલા ટાગોરે તૈમુરની ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે, તૈમુર હજુ ઘણો નાનો છે. આ ઉંમરમાં તેને કોઈથી ફર્ક નથી પડતો. પરંતુ જયારે તૈમુરની ઉંમર 8થી 9 વર્ષનો થશે તે સમયે પણ તે આ જ ઉત્સાહને જોશે અને ફરી તેને નજર અંદાજ કરશે તો ફર્ક પડશે.

શર્મિલાએ હસતા હસતા કહ્યું કે, જ્યારે આવતીકાલે વિરાટ કોહલી અને અનુષ્કા શર્માને સંતાન થશે ત્યારે કદાચ તૈમૂરને અવગણના કરવામાં આવશે. કરીના કપૂરે આ પર કહ્યું હતું કે, કાશ એવું જ થાય.

આ સિવાય શર્મિલાએ પુત્રી અને પુત્રવધૂ વચ્ચેનો તફાવત જણાવ્યું. તેણે કહ્યું – દીકરીઓ તે છે જેની સાથે તમે મોટા થયા છો. તો ક્યાંક તમે તેમના વિશે જાણો છો. જયારે એ ગુસ્સે થાય છે ત્યારે તેની સાથે કેવી રીતે વ્યવહાર કરવો તે તમે જાણો છો. પરંતુ જ્યારે તમે તમારી પુત્રવધૂને મળો છો, ત્યારે તે પહેલેથી જ પુખ્ત હોય છે અને તમને તેના સ્વભાવ અને તેના વલણ વિશે વધુ નથી જાણતા તેથી થોડો સમય લાગે છે.