મનોરંજન

જ્યારે વહુ કરીના કપૂરે પહેરી બિકી તો આવું હતું સાસુ શર્મિલા ટૈગોરનું રિએક્શન, અભિનેત્રીએ જ કર્યો ખુલાસો

કરીના કપૂર અને સૈફ અલી ખાન આજે એટલે કે 16 ઓક્ટોબરના રોજ લગ્નની 8 મી વર્ષગાંઠ ઉજવી રહ્યા છે. બંન્નેએ વર્ષ 2012 માં લગ્ન કર્યા હતા. કરીના કપૂરની સાસુ શર્મિલા ટૈગોર પણ એક સમયની જાણીતી અભિનેત્રી રહી ચુકી છે. આ ખાસ મૌકા પર આજે અમે તમને જણાવીશું કે કરિનાનો પોતાની સાસુ સાથે કેવો સંબંધ છે.

Image Source

એક સમય એવો હતો કે જ્યારે દમદાર અભિનેત્રીઓએ લગ્ન પછી ફિલ્મઓમા કામ કરવાનું બંધ કરી દીધું અને પરિવારની જવાબદારી લેવાનું ઉચિત સમજ્યું. જો કે આજે સમય ખુબ બદલાઈ ગયો છે, આજે અભિનેત્રીઓ લગ્ન કે માં બન્યા પછી પણ ફિલ્મોમાં આગળ વધતી રહે છે, જેમાંની જ અભિનેત્રી કરીના કપૂર પણ છે, હાલ કરીના બીજી વાર ગભર્વતી છે છતાં પણ પોતાના કામને નથી ભૂલી.

Image Source

કરીનાએ એક ઈન્ટવ્યુમાં કહ્યું હતું કે જ્યારે તેનો પૂરો પરિવાર માલદીવમાં ફરવા માટે ગયો હતો ત્યારે તેણે બીચ પર પહેરી હતી. પણ તેની સાસુને તેનાથી કોઈ જ વાંધો કે આપત્તિ ન હતી. કરીનાએ કહ્યું કે તેની સાસુ તેને દીકરીની જેમ શિખામણ આપે છે માટે તેને પણ સાસુની સામે પહેરવામાં કોઈ જ અણગમો નથી.

Image Source

કરીનાના પહેલા પટૌડી ખાનદાનની વહુ અભિનેત્રી અમૃતા સિંહ હતી. સૈફ અલી ખાને વર્ષ 1991 માં પોતાનાથી 12 વર્ષ મોટી અમૃતા સાથે લગ્ન કર્યા હતા. અને વર્ષ 2004 માં છૂટાછેડા લઇ લીધા હતા.

Image Source

વર્કફ્રન્ટની વાત કરીએ તો કરીના આમિર ખાન સાથે ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’માં જોવા મળશે. લોકડાઉન થવાને લીધે ફિલ્મની શુટીંગ બાકી રહી ગઈ હતી એવામાં અનલોક થતા જ કરીનાએ બાકીની શૂટિંગ પણ ગર્ભવતી હોવા છતાં પૂર્ણ કરી છે.