ખબર

શેર બજારમાં જબરદસ્ત ઉછાળો, સેન્સેક્સ 359 અંક ઉછળ્યો, નિફ્ટી 15 હજારને પાર

શેરબજારની શરૂઆત વધારા સાથે થઈ છે. સેસેન્ક્સ 359 પોઇન્ટના વધારા સાથે 50 હજાર પારના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. જયારે નિફ્ટી 93.70 પોઇન્ટની મજબૂતી સાથે 15 હજાર પાર પર કારોબાર કરી રહ્યો છે.

આજે શેરબજારમાં સતત બીજા દિવસે ઉછાળો જોવા મળ્યો છે. આજે પ્રારંભિક કારોબારમાં સેન્સેક્સ 50 હજારને પાર ઉછળ્યો હતો, જયારે નિફટીમાં ઉપલું સ્તર 15 હજાર પાર નોંધાયું હતું.

Image source

શરૂઆતી વેપારમાં બંને મુખ્ય ઇન્ડેક્સ 1 ટકાની આસપાસ કારોબાર આગળ ધપાવી રહ્યા છે. એચડીએફસી બેન્કને ઇન્ડેક્સમાં 2.36% ની વૃદ્ધિ સાથે સારી સ્થિતિમાં ટ્રેડ કરી રહ્યો છે. આજે રોકાણકારો મેટલ અને બેંકિંગ શેરોમાં ભારે ખરીદી કરી રહ્યા છે.

નિષ્ણાતોના મતે બેંક નિફ્ટીમાં 35614-35789ના સ્તરે રજીસ્ટ્રેશન ઝોન છે અને તેનાથી મોટો રજિસ્ટ્રેશન ઝોન 35963-36042ની નજીક છે. તે જ રીતે તે બેઝ ઝોન 35090–34966ના સ્તરે બેઝ ઝોન બનેલ છે, જ્યારે મોટો બેઝ ઝોન 34710–36646ની નજીક છે 34900-35100 નજીક બેઝ બનાવવાનો પ્રયાસ કરી રહ્યો છે પરંતુ હવે પુષ્ટિ મળી નથી.

Image source

અમેરિકાના બજારોમાં થતા ઉતાર-ચઢાવની અસર વિશ્વના અન્ય શેર બજારોમાં પણ દેખાઈ રહી છે. જાપાનનો નિક્કી ઈન્ડેક્સ 181 અંક અને હોંગકોંગનો હેંગસેંગ ઈન્ડેક્સ 490 અંક વૃદ્ધિ સાથે કારોબાર કરી રહ્યો છે. ઓસ્ટ્રેલિયાનો ઓલ ઓર્ડિનરીઝ ઈન્ડેક્સ પણ થોડો વધારો દર્શાવી રહ્યો છે. આજે ચીનના શાંઘાઈ કમ્પોઝિટ અને કોરિયા કોસ્પી ઈન્ડેક્સમાં ઘટાડો નોંધાયો હતો.

Image source

તમને જણાવી દઇએ કે, ગઈકાલે એટલે કે સોમવારના કારોબારમાં સેન્સેક્સ 35.75 પોઇન્ટ વધીને 50,441.07 પર અને નિફ્ટી 18.10 પોઇન્ટ વધીને 14,956.20 પર બંધ રહ્યો હતો.