જ્યોતિષ શાસ્ત્ર

શનિનો પ્રભાવ તમારા પર કેવો રહેશે, વર્ષ 2050 સુધીમાં શનિનું ગણિત સમજીએ

શનિદેવ 10 જૂન, 2020ના 30 વર્ષ પછી સ્વરાશી એટલે કે પોતાની રાશિ મકરમાં પ્રવેશ કર્યો. શનિ ખૂબ ધીમી ગતિએ ફરે છે. શનિ લગભગ એક રાશિમાં 2.5 વર્ષ રાશિમાં રહે છે. શનિની રાશિના પરિવર્તનની સાથે જ સાઢેસાતીની શરૂઆત થાય છે. શનિની એક રાશિમાં 2.5 વર્ષ સુધી સમય પસાર કરે છે, તેથી 12 રાશિઓના ચક્કર લગાવવા માટે લગભગ 30 વર્ષનો સમય લાગે છે.

Image Source

જ્યારે શનિ કોઈપણ 1 રાશિમાં પ્રવેશે ત્યારે તેનો પ્રભાવ બીજી 7 રાશિ પર પણ પડે છે. 3 રાશિ પર સાઢેસાતી ચડે છે. 2 રાશિ પર ઢૈયા લાગે છે, અને અન્ય 2 રાશિ પર શનિની દ્રષ્ટિ બની રહે છે. શનિની એક રાશિમાં ધીમી ગતિને લીધે, કોઈ વ્યક્તિના સમગ્ર જીવનમાં સરેરાશ 2 થી 3 વખત સાઢેસાતી આવે છે.

શનિની સાઢેસાતી
જ્યારે શનિ કોઈપણ એક રાશિમાં પ્રવશે કરે છે, ત્યારે શનિ તે રાશિમાં 2.5 વર્ષ રહે છે. માત્ર 2.5 વર્ષ પછી જ શનિની રાશિ પરિવર્તન કરીને બીજી રાશિમાં જાય છે. જ્યોતિષીય ગણતરીઓ પ્રમાણે જ્યારે શનિ 12મો ભાવ, 1 ભાવ, અને 2 ભાવમાંથી પસાર થયા છે તે અવધિને શનિનો સાઢેસાતી કહેવામાં આવે છે.

Image Source

શનિ જે રાશિમાં પ્રવેશ કરે છે તે રાશિ પ્રમાણે, તેની આગળની અને પાછળની રાશિ પર તેનો પ્રભાવ જોવા મળે છે. આ રીતે શનિ સાડા સાત વર્ષ સુધી એક રાશિ પર રહે છે. આ સાડા સાત વર્ષનો સમયગાળો શનિની સાઢેસાતી કહેવામાં આવે છે. પછી શનિ જેમ જેમ આગળ વધે છે તેમ તેમ સાઢેસાતી ઉતરતી જાય છે

શનિની ઢૈયા:
જ્યારે શનિ જન્મ રાશિના ચોથા અને આઠમા ભાવમાં રહે છે, ત્યારે તેને શનિની ઢૈયા કહેવામાં આવે છે. શનિની છાયા એક રાશિ પર સાડા સાત વર્ષ અને બીજી બાજુ લગભગ 16 વર્ષમાં આવે છે. શનિની ઢૈયા જાણવા માટે શનિ જે રાશિમાં રહે છે તે ક્રમ અનુસાર પહેલાથી ચોથી અને તેના પછી છઠ્ઠી રાશિ પર ઢૈયા રહે છે.

તો ચાલો જોઈએ 12 રાશિઓ પર શનિનો કેવો પ્રભાવ પડશે –

1. મેષ – અ, લ ,ઈ (Aries):
મેષ રાશિના જાતકો માટે શનિદેવ પોતાની રાશિ મકરમાં પ્રવેશ કરતા દસમા કર્મભાવમાં જઈ રહ્યા છે, જેનાથી પંચમહાપુરુષ યોગમાંથી એક શશક યોગ બનાવશે, જે જ્યોતિષવિદ્યાના શ્રેષ્ઠ યોગોમાંનો એક છે. તેનાથી આ રાશિના  જાતકોને કામની ઘણી નવી તકો પ્રદાન કરશે. દેશ-વિદેશમાં તમને નવી તકો મળશે. મિલકત ખરીદવાનો અને રોકાણ કરવાનો સારો સમય છે.2.વૃષભ – બ, વ, ઉ (Taurus):
આ રાશિના જાતકોના નવમાં ભાગમાં શનિનો પ્રવેશ કરેલ શનિને ચાંદી દ્વારા પ્રવેશ કરવું ખુબ જ ભાગ્યશાળી રહેશે. છેલ્લા 2.5 વર્ષથી શનિની ઢૈયા સમાપ્ત થશે, તમારી બધી જ સમસ્યાનો અંત આવશે. વર્ષ 2020 વૃષભ રાશિના જાતકો માટે શુભ છે. આવક વધવાની સંભાવના છે.3. મિથુન – ક, છ, ઘ (Gemini):
શનિના મકર રાશિમાં પ્રવેશ કરવાથી, મિથુન રાશિવાળા લોકો પર શનિની ઢૈયા શરૂ થશે. આ રાશિના જાતકોના આઠમાં ભાવમાં શનિદેવ પ્રવેશથી ઘણાં મિશ્ર પરિણામો આપશે કારણ કે, આ સ્થાનમાં પ્રવેશ કરતી વખતે, તેની લઘુ કલ્યાણી ઢૈયાની શરૂઆત ઘણી રીતે આ રાશિના જાતકો માટે પરીક્ષા લેવાવાળી સાબિત થશે, તેથી તમે આખા વર્ષ દરમિયાન તમારા કાર્ય અને નિર્ણયો ખૂબ કાળજી પૂર્વક લેજો. આ સમયગાળો ખુબ જ પડકારો ભરેલો રહેશે. વર્ષ 2021 નોકરીની દ્રષ્ટિએ કેટલાક સારા પરિણામ નહિ લાવે.

4. કર્ક – ડ, હ (Cancer):
આ રાશિના સાતમા ભાવમાં, શનિદેવનો પ્રવેશ તમારી ઘણી બધી પરીક્ષા લઈ શકે છે અને કાર્ય અથવા ધંધાના દૃષ્ટિકોણથી તમને સફળ બનાવશે, કારણ કે તે આ રાશિમાં કેન્દ્ર ભાવમાં પ્રવેશ કરતા ‘શશાક’ યોગ પણ બનાવશે, જેના પરિણામ સ્વરૂપ શનિજન્ય બધા જ કાર્યોમાં લાભ થશે, પરંતુ તે આઠમા ભાવનો સ્વામી પણ છે, તેથી સરળતાથી કાર્ય પૂર્ણ કરવું થાળું અઘરું રહેશે.

5. સિંહ – મ, ટ (Lio):
આ રાશિના જાતકોના છઠ્ઠા શત્રુભાવમાં શનિના પ્રવેશથી અનપેક્ષિત પરિણામો આવશે. જ્યોતિષ અનુસાર જો શનિ ત્રીજા, છઠ્ઠા અને અગિયારમાં ભાવમાં પ્રવેશ કરી રહ્યો હોય અથવા કોઈ જાતકની કુંડળીમાં આ સ્થાને બેઠો હોય તો તમામ મુશ્કેલીઓનો સામનો કરીને જીવનમાં ખુબ ઊંચાઈ સુધી પહોંચે છે.

6. કન્યા – પ, ઠ, ણ (Virgo):
મકર રાશિમાં શનિની પ્રવેશથી, શનિની ચાલતી આવેલી ઢૈયાનો અંત આવશે. શનિના ઢૈયા ઉતરતા કર્મનું તમને શુભ પરિણામ લાવશે. આવકમાં વધારો થશે. ધંધામાં પ્રગતિ અને ખ્યાતિ મળશે.

7. તુલા – ર, ત (Libra):
10 જૂને મકર રાશિમાં શનિના પરિવર્તનને કારણે તુલા રાશિના જાતકો પણ શનિની ચતુર્થ ઢૈયા ચાલુ થશે. તુલા રાશિના જાતકો પર શનિની વિશેષ કૃપા છે. શનિના ઢૈયા શરૂ થતાં કામમાં દબાણ આવશે. કેટલીક સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ આવી શકે છે.

8. વૃશ્ચિક – ન, ય (Scorpio):
10 જૂને શનિ મકર રાશિમાં પ્રવેશ કરવાથી આ રાશિ પર શનિની સાઢેસાતીનો તબક્કો પૂરો થશે. શનિ મકર રાશિમાં પ્રવેશ કરવાથી તમને તમામ પ્રકારની ખુશી મળશે. અટકેલા કામ પૂરા થશે. ભાગ્ય તમને સાથ આપશે. નોકરી અને ધંધો કરતા લોકોને આ પ્રવેશથી શુભ પરિણામ પ્રાપ્ત થશે.

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):
મકર રાશિમાં શનિનો પ્રવેશથી ધનરાશિ પર શનિના સાઢેસાતીનો અંતિમ તબક્કો હશે. શનિદેવ આ રાશિના જાતકોના ધન ભાવમાં પ્રવેશ કરશે. જેના કારણે તમને પૈસાની બાબતમાં સફળતા મળશે. શનિની સાઢેસાતીના અંતિમ તબક્કાને કારણે તમારી મુશ્કેલીઓ ઓછી થવા લાગે છે.

10. મકર – જ, ખ (Capricorn):
10 જૂને શનિ 30 વર્ષ પછી મકર રાશિમાં આવી આવશે. મકર પોતે જ શનિની રાશિ છે. શનિના મકરમાં આવવાથી સાઢેસાતીનો બીજો તબક્કો શરૂ થશે. જેથી આ રાશિના જાતકોના કાર્યક્ષેત્ર પર દબાણ વધશે અને પહેલા કરતાં વધુ સમસ્યાઓ આવશે. શનિનો બીજો તબક્કો ખૂબ અઘરો હોય છે.

11. કુંભ – ગ, શ, સ (Aquarius):
આ રાશિ પર શનિની સાઢેસાતીનો પ્રથમ તબક્કો રહેશે જેથી આ રાશિના જાતકોની મુશ્કેલીઓમાં વધારો થશે.

12. મીન – દ, ચ, જ, થ (Pisces):
મકર રાશિમાં શનિના પરિવહનથી તમને લાભ મળશે. જેના કારણે શનિના શુભ પરિણામો તમને પ્રાપ્ત થશે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.