નીરવ પટેલ લેખકની કલમે

શરમ આવે એવું શું કામ કરો છો? આજે આખો દેશ આ વિડીયો જોઈને હસી રહ્યો છે, ક્યારે બદલાઈશું આપણે?

આખી દુનિયા આજે કોરોના વાયરસના ડરમાં જીવી રહી છે, દુનિયાના મોટાભાગના દેશો આજે કોરોનની ચપેટમાં આવી ગયા છે, ત્યારે તેનાથી બચવા માટે હજુ સુધી કોઈ દવા નથી શોધાઈ, એનાથી બચવા માટેનો એક જ રસ્તો છે કે પોતે સાવચેત રહેવું, એના સિવાય બીજો કોઈ રસ્તો અને કોઈ ઈલાજ તમને દૂર દૂર સુધી નથી મળવાના.

ગઈકાલે દેશભરમાં કોરોનથી એક દિવસ આપણે લડી શકીએ અને તેની સામે થોડું રક્ષણ મેળવી શકીએ એના માટે દેશભરમાં જનતા કર્ફ્યુનું એલાન કરવામાં આવ્યું હતું, જનતા કર્ફ્યુનો લઈને ઘણા લોકો પોતાના ઘરની અંદર રહ્યા અને જનતા કર્ફ્યુનું સમર્થ કર્યું હતું, આપણા દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી કે 22 માર્ચના દિવસે દેશભરમાં જનતા કર્ફ્યુ હતું, અને સાંજે 5 વાગે આપણા દેશની અંદર જે લોકોએ આપણી સુરક્ષા કરી છે, જે ડોક્ટર, જે નર્સ, જે સફાઈ કામદારો અને જે વ્યક્તિઓએ પણ કોરોના વાયરસને ફેલાતો રોકવા માટે સમર્થન આપ્યું છે એમના માનમાં થાળી અને તાળી વગાડી અભિવાદન કરવાનું હતું, અને આ અભિવાદન પુરજોશમાં થયું.

પરંતુ ઘણી જગ્યાએ આ અભિવાદન સાવ શરમ જનક રહ્યું, લોકોએ થાળી અને ટાળી સાથે ફટાકડા ફોડીને પણ અભિવાદન કર્યું  પરંતુ ઘણી જગ્યાએ લોકો રોડ ઉપર પણ આવી ગયા અને રોડ ઉપર આવીને થાળી ચમચીના તાલે નાચવા ગાવા પણ લાગી ગયા? શું આ યોગ્ય હતું? શું આપણે આ જાગૃત નાગરિક તરીકેની ભૂમિકા ખરેખર નિભાવી છે?

આજે કહી દુનિયા જાણે છે કે આ વાયરસ ટોળામાંથી ફેલાઈ શકે છે, તો શું ટોળામાં આ સરઘસ કાઢવા જરૂરી હતા? સાચું કહું તો આ કામ કરીને આપણે આપણા દેશનું માથું શરમથી ઝુકવી દીધુ છે, આ અભિવાદન પોતાના ઘરના આંગણે, બારીમાં કે ઘરની ગેલેરી કે અગાસીમાં ઉભા રહીને કરવાનું હતું પરંતુ લોકો તો રસ્તા ઉપર નીકળી ગયા, જાણે કે ભારત વર્લ્ડ કપ જીતી ગયું હોય, આ ઘટના ઘટવાના થોડા જ સમયમાં તેના વિડીયો પણ આખા ગુજરાતમાં વાયરલ થવા લાગ્યો, આ વિડીયોને જોઈને ઘણા બધાની પ્રતિક્રિયાઓ સામે આવી, જેમાં સૌએ આ ઘટનાને વખોડી કાઢી હતી.

અમારી પાસે જે વિડીયો આવ્યો હતો તે ખાડિયા, રાયપુર અમદાવાદનો હતો, મેં પણ આ વિડીયો જોયો ત્યારે જોઈને ખરેખર ખુબ જ દુઃખ થયું, તમને પણ થયું જ હશે, કદાચ આ કોઈ ગામડાનો કે એવા છેવાડા વિસ્તારનો વિડીયો હોત તો એટલું દુઃખ ના થતું, પરંતુ આ વિડીયો અમદાવાદનો અને બીજા જાણીતા શહેરોનો હતો, વિડીયોની અંદર દેખાતા લોકો પણ ભણેલા-ગણેલા અને સ્માર્ટ દેખાતા હતા, તે છતાં પણ આવી માનસિકતા? એ લોકોને સહેજ પણ શશરમ ના આવી કે આપણે આમ કરીને આખા દિવસની મહેનત, આખા દિવસના રક્ષણ સામે પાણી ફેરવી દીધુ?

એક વિડીયોમાં તો મહિલાઓ ગરબા પણ કરવા લાગી હતી, મહિલાઓ સાથે ભણેલી અને વ્યવસ્થિત ઘરની છોકરીઓ પણ ગરબા કરવા લાગી ગઈ હતી, શું આ યોગ્ય હતું? મારા મત મુજબ તો એક ટકા પણ આ યોગ્ય નહોતું, આ કામ કરીને તમે જે લોકોનો આભાર વ્યક્ત કરવાનો હતો તેના બદલે તમે એ લોકોનો મઝાક ઉડાવ્યો છે, તેમના કરેલા કામ ઉપર પાણી ફેરવું છે, ભારત દેશના નાગરિક તરીકે હું દેશના જે વિસ્તારમાં આવી ઘટનાઓ બની છે એ તમામ ઘટનનોની નિંદા કરું છું.

Vidoe 2

તમે શું માનો છો આ ઘટનાને, કોમેન્ટ કરીને જરૂર જણાવજો, અને આવી ઘટનાઓ ભવિષ્યમાં ના બને અને લોકો સાવચેત રહે એ માટે આ વાતને પણ બીજા લોકો સુધી પહોંચાવજો…!!!
Author: નીરવ પટેલ “શ્યામ” GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.