જ્યોતિષ શાસ્ત્ર ધાર્મિક-દુનિયા

3 સૌથી વધુ શક્તિશાળી ગણેશ મંત્ર, જેના જાપ કરવાથી બદલાઈ જશે તમારું જીવન!!

જ્યારે તમારા જીવનમાં બધી જ બાજુથી તમને દુઃખ ઘેરી વળે, સંકટ આવી પડે અને ત્યારે જો કોઈ માર્ગ ના દેખાય તો ત્યારે તરત જ યાદ કરો ગૌરી પૂત્ર ગજાનન ગણેશને. તેની આરાધના તમને તરત જ ફળ આપશે. ભગવાન શ્રી ગણેશ પોતાના દરેક સ્વરૂપમાં પ્રસન્નતા અને ખુશીઓનું વરદાન આપે છે. ભગવાન ગણેશની દરેક આરાધના અત્યંત ફળદાયી અને સુખ આપનાર હોય છે. તેઓ સૌભાગ્ય અને મંગળના દાતા છે. ભગવાન ગણેશની આરાધના કરવા માટે કોઈ વિધિ વિધાન કરવાની જરૂર છે જ નહી. માત્રને માત્ર તેમના મંત્રોનું સાચા મન અને ભાવથી જો રટણ કરશો તો તમે જરૂર ગણેશના આશીર્વાદ મેળવી શકશો અને તમને બધા જ દુઃખોમાંથી ખુદ ગણેશ આવી ઉગારશે અને સંકટો દૂર કરશે.

Image Source

ગણેશજીના મંત્રો ઉર્જા અને શક્તિથી ભરપૂર છે, જો સાચા મનથી અને ભક્તિ સાથે આ મંત્રોના જાપ કરવામાં આવે તો ગણેશજી તેનું સકારાત્મક પરિણામ આપે છે. ભગવાન શ્રી ગણેશ દેવોબના દેવ શિવજી અને પાર્વતીના પુત્ર હોવાની સાથે જ જ્ઞાનના દેવતા પણ છે અને તેઓ પોતાના ભક્તોની બધા દૂર કરે છે. તેમને બુદ્ધિના દેવતા પણ કહેવામાં આવે છે.

  • ગણેશ ગાયત્રી મંત્ર

ॐ एकदन्ताय विद्महे वक्रतुंडाय धीमहि तन्नो बुदि्ध प्रचोदयात।।

ઉપર આપેલ ગણેશ ગાયત્રી મંત્રની એકદમ શાંત મને 108 વાર જાપ કરવાથી તરત જ ફળ મળે છે. આ મંત્રના જાપ 11 દિવસ સુધી કરવાથી તમારા બધા જ ખરાબ કર્મોનું ફળ નાશ પામે છે અને તમને સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે છે. સાથે જ તમારો ભાગ્યોદય પણ થાય છે.

Image Source
  • તાંત્રિક ગણેશ મંત્ર

ॐ ग्लौम गौरी पुत्र, वक्रतुंड, गणपति गुरू गणेश।
ग्लौम गणपति, ऋदि्ध पति, सिदि्ध पति। मेरे कर दूर क्लेश।।

આમ તો આ ગણેશ મંત્ર એક તાંત્રિક મંત્ર છે જે મંત્રની સાધના કરવામાં તમારે ઘણી બાબતોનું ધ્યાન રાખવું પડશે. રોજ સવારે વહેલા ઉઠી સ્વચ્છ થઈને તમારે માતા પાર્વતી અને મહાદેવનું ધ્યાન ધરી પૂજા કરી પછી તમારે ભગવાન ગણેશની પૂજા કરી ઉપર આપેલ મંત્રના 108 જાપ કરવા. આમ કરવાથી વ્યક્તિના તમામ દુખ દર્દ પૂરા થશે ને સુખ આપશે ભગવાન ગણેશ. આ મંત્રના જાપ વખતે મન પવિત્ર રાખવું અન માંસ, મદિરાનું સેવન ના કરવું અને પરસ્ત્રીનું ગમન ન કરવું.

Image Source

ॐ नमो गणपतये कुबेर येकद्रिको फट् स्वाहा।

અતિશય દેવુ થઈ ગયું હોય અને તમારા જીવનમાં મુશ્કેલી તમારો પીછો જ નથી છોડતી તો તમારે ભગવાન ગણેશના કુબેર મંત્રના જાપ જરૂર કરવા જોઈએ. આમ કરવાથી તમારા દેવાની ભરપાઈ પણ ઝડપથી થશે અને સાથે સાથે તમારી આર્થિક સ્થિતિ પણ સારી થતી જશે. નિયમિત આ મંત્રના જાપ કરવાથી તમારું નસીબ પણ ખૂલી જશે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.