તો હવે ક્યાં ગાયબ થઇ ગઈ શક્તિમાનની ગીતા વિશ્વાસ ? જુઓ હાલની તસ્વીરો દંગ રહી જશો બાપ રે બાપ
શક્તિમાન! આ તો આપણા સૌની ફેવરેટ સિરિયલ હતી. શક્તિમાન પહેલો એવો સુપરહીરો હતો કે જે દુશ્મનોનો નાશ પણ કરતો અને દરેક એપિસોડમાં બાળકોને એક નવી શીખ પણ આપી જતો. એ જ કરતાં હતું કે બધા જ બાળકોને આ સિરિયલ ખૂબ જ પસંદ આવતી હતી.

બાળકો આ સિરિયલ જોવા માટે ચૂપચાપ શાંતિથી ટીવી સામે આ સીરિયલના સમયે ગોઠવાઈ જતા અને સાથે ટીવી ન જોવા માટે ટોકતા માતાપિતા પણ બાળકોને આ શો જોવાથી રોકતા નહિ. શક્તિમાન એ સમયે જેટલો લોકપ્રિય હતો એટલો જ લોકપ્રિય આજે પણ છે. તેના કેટલાય ડાયલોગ્સ આજે પણ બધાને યાદ હશે. તો ચાલો આજે જોઈએ શક્તિમાનના પાત્રો કેવા દેખાય છે.
ગંગાધર – શક્તિમાન – મુકેશ ખન્ના

શક્તિમાનમાં ગંગાધર વિદ્યાધર માયાધર ઓમકારનાથ શાસ્ત્રીનું પાત્ર મુકેશ ખન્નાએ ભજવ્યું હતું. આ સીરિયલમાં ગંગાધર જ શક્તિમાન હતા. મુકેશ ખન્ના મહાભારત પછી જયારે શક્તિમાનના રોલમાં ટેલિવિઝન પર પરત ફર્યા ત્યારે તેમનું આ પાત્ર બધાને ખૂબ જ પસંદ આવ્યું હતું. બાળકોમાં તો શક્તિમાનના પાત્રને લઈને ખૂબ જ ક્રેઝ જોવા મળ્યો હતો જેવો બીજા કોઈ માટે જોવા મળ્યો ન હતો.
ડૉ જૈકાલ – લલિત પરિમૂ

શક્તિમાન સીરિયલમાં તમરાજ કિલવિશ સિવાય એક બીજો વિલન હતો ડૉ જૈકાલ, જેની ભૂમિકા લલિત પરિમૂએ ભજવી હતી. શક્તિમાનમાં તેમના આ પાત્રના ખૂબ જ વખાણ થતા હતા. તેઓ હાલ 55 વર્ષના થઇ ચુક્યા છે અને તેઓએ ઘણી ફિલ્મો અને ટેલિવિઝન સિરિયલોમાં કામ કર્યું છે.
ગીતા વિશ્વાસ – વૈષ્ણવી મહાંત

શક્તિમાનની પ્રેમિકા ગીતા વિશ્વાસની ભૂમિકા ભજવતી વૈષ્ણવી મહાંત અત્યારે 45 વર્ષની થઇ ચુકી છે. શક્તિમાન સીરિયલમાં તેમનું પાત્ર ખૂબ જ લોકપ્રિય થયું હતું એ આજે પણ ઘણા લોકો તેમને ગીતા વિશ્વાસ કહીને બોલાવે છે.
આ પછી તેઓ ઘણી ટેલિવિઝન સીરિયલમાં કામ કરી ચુક્યા છે. અને બોલિવૂડની કેટલીક ફિલ્મોમાં પણ દેખાઈ ચુક્યા છે.
સુરેન્દ્ર પાલ – તમરાજ કિલવિશ

શક્તિમાન સિરિયલનો ‘અંધેરા કાયમ રહે’ ડાયલોગ તો બધાને જ યાદ હશે. આ ડાયલોગ હતો તમરાજ કિલવિશનો, જે પાત્ર ભજવ્યું હતું સુરેન્દ્ર પાલે. તેમને તમરાજ કિલવિશનું પાત્ર ખૂબ જ સારી રીતે ભજવ્યું હતું. આ પછી તો તેમને ઘણી બોલિવૂડની ફિલ્મોમાં અને ટેલિવિઝન સિરિયલોમાં પણ કામ કર્યું છે. હાલ તેમની ઉંમર 67 વર્ષની છે.
અશ્વિની કાલસેકર – શલાકા

શક્તિમાનને પરેશાન કરવાવાળી કાળી બિલાડી શલાકા તો આપણને બધાને જ યાદ છે. અશ્વિની કાલસેકર શાલકાની ભૂમિકા ભજવતી હતી. અત્યારે અશ્વિની ૫૦ વર્ષની થઇ ચુકી છે અને તેઓએ ઘણી ટેલિવિઝન સિરિયલોમાં અને બોલિવૂડની ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. છેલ્લે તેમને અંધાધુન અને ઇમબા જેવી ફિલ્મોમાં જોવામાં આવ્યા છે.
ટોમ અલ્ટર – મહાગુરુ

શક્તિમાનને સાચો રસ્તો દેખાડવાવાળા મહાગુરૂની ભૂમિકા ભજવનાર પ્રસિદ્ધ અભિનેતા ટોમ અલ્ટર હતા. પણ દુઃખદ વાત એ છે કે આવા મહાન અભિનેતા 2017માં 67 વર્ષની ઉંમરે નિધન થઇ ગયું.
ધારાવાહિક “શક્તિમાન” 90ના દાયકાનું બાળકોનું સૌથી લોકપ્રિય ધારાવાહિક હતું. એ ધારાવાહિક સાથે જોડાયેલા પાત્રો આજે પણ દર્શકોને યાદ આવે છે. શક્તિમાનના ઘણા પાત્રોને આજે તેમના નામથી જ ઓળખવામાં આવે છે.
એવું જ એક પાત્ર આ ધારાવાહિકમાં જોવા મળ્યું ગીતા વિશ્વાસનું. જેને અભિનેત્રી વૈષ્ણવી મહંતે નિભાવ્યું હતું. 9 સપ્ટેમ્બરના રોજ તેનો જન્મ દિવસ છે તો ચાલો જાણીએ તેના વિશેની કેટલીક ખાસ વાતો.

વૈષ્ણવોનો જન્મ મુંબઈમાં થયો હતો. તેના પિતા હિન્દૂ હતા જયારે તેની માતા ક્રિશ્ચન હતી. તેના બાળપણમાં જ તેનો પરિવાર હૈદરાબાદ શિફ્ટ થઇ ગયો. એ સમયે વૈષ્ણવી વિચારતી હતી કે તે કે વૈજ્ઞાનિક બનશે.
રજાઓમાં વૈષ્ણવી મુંબઈ આવતી હતી એ દરમિયાન જ રામસે બ્રધર્સ દ્વારા વૈષ્ણવીને હોરર ફિલ્મ “વીરાના”માં કામ કરવાનો અવસર મળ્યો. ત્યારે તેની ઉંમર ફક્ત 14 વર્ષની જ હતી.

આ ફિલ્મ બાદ વૈષણવીએ પોતાનું કેરિયર અભિનય ક્ષેત્રમાં જ બનાવવાનું નક્કી કરી લીધું અને તેને “લાડલા, બમ્બઇ કા બાબુ, દાનવીર, બાબુલ” સહીત બીજી કેટલીક ફિલ્મોમાં કામ કર્યું. આ ઉપરાંત વૈષ્ણવીએ સાઉથ ઇન્ડસ્ટ્રીમાં પણ કામ કર્યું. પરંતુ ફિલ્મોમાં તેને જોઈએ એવી સફળતા મળી શકી નહીં.

વર્ષ 1997માં “શક્તિમાન”નું પ્રસારણ દૂરદર્શન ઉપર શરૂ થયું. આ ધારાવાહિકમાં ગીતા વિશ્વાસનો અભિનય કરીને વૈષ્ણવી ઘર ઘરમાં પ્રચલિત થઇ ગઈ અને લોકો તેને ગીતા વિશ્વાસના નામથી જ ઓળખવા લાગ્યા. તેની પ્રસિદ્ધિનો અંદાજો એ વાત ઉપરથી જ લગાવી શકાય છે કે
જયારે તેને આ શોમાંથી બહાર કરવામાં આવી ત્યારે ચાહકો, અને ધારાવાહિક નિર્માતાઓ તેને પાછા લાવવાની ડિમાન્ડ કરવા લાગ્યા. આ ધારાવાહિકમાં તે એક પત્રકારની ભૂમિકામાં હતી જે શક્તિમાન વિશે પહેલીવાર દુનિયાને રૂબરૂ કરાવે છે.

વૈષ્ણવીએ “શકિતમાન” ઉપરાંત “છુના હે આસમાન, સપને સુહાને લડકપન કે, ટશન હે ઇશ્ક, યહ ઉન દીનો કી બાત હે, હમ પાંચ ફિર સે, કસોટી જિંદગી કી, એક લડકી અનજાની સી, મિલે જબ હમ તુમ, દિલ સે દિલ તક અને મિટેગી લક્ષ્મણ રેખા” સહીત અન્ય ધારાવાહિકોમાં કામ કર્યું છે. હાલમાં પણ તે ટીવી ઇન્ડસ્ટ્રીમાં સક્રિય છે.

લોકડાઉનની અંદર ધારાવાહિક “શક્તિમાન”નું પુનઃ પ્રસારણ શરૂ કરવામાં આવ્યું હતું, જેના કારણે દર્શકોમાં પણ સારો એવો ઉત્સાહ જોવા મળ્યો હતો. અને આ ધારાવાહિકના પાત્રો પણ આંખો સમક્ષ ઉભા થયા હતા.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.