મનોરંજન

ફિલ્મ શકીલાનું ટ્રેલર રિલીઝ, એડલ્ટ સ્ટારના રોલમાં છવાઇ ગઈ ઋચા ચઢ્ઢા- બૂમ પડી ગઈ જુઓ

ટ્રેલરની અંદર એવા એવા સીન આપ્યા કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખળભળાટ

બોલીવુડમાં ‘ઓય લક્કી ઓય’થી ફિલ્મી કરિયર સ્ટાર્ટ કરનારી બોલ્ડ હિરોઈન ઋચા ચઢ્ઢાએ ખૂબ ઓછા સમયમાં પોતાનું એક આગવી ઓળખ ઊભી કરી છે. પંજાબના અમૃતસરમાં જન્મેલી અને દિલ્લીમાં ભણેલીગણેલી ઋચાની કરિયરનો ટર્નિંગ પોઈન્ટ ફિલ્મ ‘ગેંગ્સ ઓફ વાસેપુર’ છે, જેમાં આ અભિનેત્રીએ એક આધેડ ઉંમરની મહિલાની ભૂમિકા નિભાવી હતી. આ ફિલ્મ માટે તેને ખૂબ પ્રશંસા મળી અને તેની જર્ની સ્ટાર્ટ થઇ હતી.

આ અભિનેત્રીને બચપણથી જ એક્ટિંગનો કરવાનો શોખ હતો અને તેણે તેની સ્ટાર્ટિંગ મોડલિંગથી કરી. પછી એક્ટિંગની ટ્રેનિંગ લેવા માટે થિયેટરમાં ગઈ અને કેટલાક નાટકમાં એક્ટિંગ કરી. સ્પષ્ટભાષી અને સાહસી ઋચા આજકાલ ફિલ્મ ‘ફુકરે રિટર્ન્સ’માં ફરીથી એક વાર ભોળી પંજાબણની ભૂમિકા એક અલગ અંદાજમાં રોલ નિભાવી રહી છે.

બોલિવૂડ અભિનેત્રી ઋચાની નવી ફિલ્મ શકીલાનું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. આ એક બાયોપિક ફિલ્મ છે જેમાં ઋચા એક એડલ્ટ સ્ટાર શકીલાના રોલમાં જોવા મળશે. આ ફિલ્મમાં શકીલના જીવનમાં આવતા ઉત્તર ચડાવ અને તેને જીવનની કેટલીક અજાણી વાત પર આધારિત છે કે કેવી રીતે તે આટલી ઊંચાઈ મેળવે છે અને પછી પાછી તેની જિંદગી કેવી રીતે પલટાઈ જાય છે.

આ ફિલ્મના ટ્રેલરમાં ઋચાની એક્ટીંગ જોઈ શકો છે. આ ટ્રેલરમાં તેની એક્ટીંગથી ઘણા લોકો પ્રભાવિત થયા છે અને લોકોને ફિલ્મની ખુબ જ ઉત્સુકતાથી રહ જોઈ રહ્યા છે. જણાવી દઈએ કે પંકજ ત્રિપાઠીનું હાજરી આ ફિલ્મને ચાર ચાંદ લગાવે છે.

જણાવી દઈએ કે કોરોના પછી લોકો સુધી પહોંચાડવા માટે 1000 થી વધારે સ્ક્રીનમાં આ ફિલ્મ રિલીઝ કરવાના છે. અને આ ફિલ્મ પાંચ ભાષોમાં રિલીઝ થવાની છે હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમમાં.

આ ફિલ્મનું નિર્દેશન ઈંદ્રજિત લંકેશે કર્યું છે. તેમનું કહેવું છે કે “શકીલા હકીકતમાં શકીલાની કહાની બતાવે છે તે પ્રેમ અને વાયદા એક પરિશ્રમ છે, જે ઘણી બધી અનુભૂતિથી સ્થાપિત છે. તેમની કહાની લગભગ લોકગીત છે,

પરંતુ હકીકત તેમની સાથે ઘણું બધું થયું હતું.ખાકથી સફળતા તરફ અને સફળતાથી ખાક તરફ બચવા અને ફરીથી ડબારાથી બચાવવા માટે. મને આનંદ છે કે અમારી રેસ્ટ્યુમ્સની ફિલ્મ ઘણી મોટી રિલીઝ થઈ રહી છે, મને વિશ્વાસ છે કે તે એક સમયની આ ફિલ્મ છે જે લોકો પર અપીલ કરે છે.

એટલી ભાષાઓમાં ફિલ્મ રિલીઝ કરવું તે મહત્વનું છે કે જે શકીલાની શક્તિ છે. ” જણાવી દઈએ કે આ ફિલ્મમા ઋચા ચઢ્ઢા, પંકજ ત્રિપાઠી એન મલયાલમ અભિનેતા રાજીવ પિલ્લઇ પણ જોવા મળશે. આ ફિલ્મ 25 ડિસેમ્બરના રિલીઝ થવાની છે.

તમને જણાવી દઈએ કે અભિનેત્રી શકીલા કેરળની હતી અને તેણે સાઉથ ઇન્ડિયાની તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ ભાષાની ફિલ્મો કરી હતી. તેણે ઘણી એડલ્ટ ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. ૧૯૯૦માં શકીલા ખુબ જ લોકપ્રિય હતી અને લાખો લોકોના દિલમાં વસી હતી. શકીલાની આ બાયોપિકમાં તેની ૧૬ વરસની વયથી જીવનભરની કહાનીનો સમાવેશ કરવામાં આવશે.