મનોરંજન

આર્યન ખાનને મુશ્કેલીમાં જોઇ અબ્બુજાન શાહરૂખની ઉડી ઊંઘ, દીકરાની હાલત જોઇ ભૂખ-તરસ બધુ જ થઇ ગયુ છે ગાયબ

શાહરૂખ ખાનનો દીકરો આર્યન ખાન આ દિવસોમાં ડગ કેસ મામલે આર્થર રોડ જેલમાં બંધ છે. આર્યન ખાનની NCB દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. મુંબઇથી ગોવા જઇ રહેલ ક્રૂઝ પર NCBએ છાપેમારી કરી હતી અને ત્યાંથી આર્યન ખાન સહિત અન્ય આરોપીઓની અટકાયત કરી હતી. તે બાદ તેમને NCB ઓફિસ લાવવામાં આવ્યા હતા અને પૂછપરછ બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી આર્યન ખાન જેલમાં છે. આર્યનની જમાનત અરજી પણ કોર્ટ દ્વારા નકારવામાં આવી હતી અને તે બાદ તેને NCB કસ્ટડીમાંથી આર્થર રોડ જેલમાં શિફ્ટ કરવામાં આવ્યો હતો. આર્યન ખાન 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં છે.

મીડિયા રીપોર્ટ્સ અનુસાર, આર્યન ખાનને જેલમાં ઘણી પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ગરમીને કારણે તેની હાલત ખરાબ છે. એટલું જ નહિ તેને જેલનું જ ખાવાનું ખાવું પડી રહ્યુ છે. ત્યાં ઘણી કોશિશો બાદ પણ શાહરૂખ ખાન દીકરાને જેલમાંથી નીકાળી શક્યા નથી, તેની જમાનત કરાવી શક્યા નથી.

શાહરૂખ આ દિવસોમાં ઘણુ અનઇઝી ફિલ કરી રહ્યા છે. તે દીકરાની હાલત જોઇ ડિપ્રેશનમાં છે. એટલું જ નહિ તેમણે તેમના અપકમિંગ પ્રોજેક્ટ્સની પણ શુટિંગ બંધ કરી દીધી છે. તેમને દિવસ-રાત ચિંતા સતાવી રહી છે. રીપોર્ટ્સની માનીએ તો, શાહરૂખ ખાને પ્લાન બનાવ્યો હતો કે, દીકરા આર્યન ખાનને જમાનત મળી જશે તો તેઓ સોમવારથી તેમના અપકમિંગ પ્રોજેક્ટ્સ પર કામ શરૂ કરી દેશે.

પરંતુ હાલત જોઇ તો લાગી રહ્યુ છે કે, શાહરૂખ તેમના કામ પર હાલ નહિ જઇ શકે. મીડિયા રીપોર્ટ્સ અનુસાર, શાહરૂખ ખાનના નજીકના મિત્રએ જાણકારી આપી છે કે તેઓ બહારથી એ બતાવવાની કોશિશ કરી રહ્યા છે કે તે બિલકુલ શાંત છે પણ હકિકત તો એ છે કે તેઓ અંદરથી ઘણા દુખી અને પરેશાન છે. તેમણે આગળ એ પણ કહ્યુ કે, તેઓ ઠીકથી ના તો ખાવાનું ખાઇ રહ્યા છે અને ના તો સૂઇ રહ્યા છે. તે એક અસહાય પિતાની જેમ તૂટી ગયા છે.

ઉલ્લેખનીય છે કે, આર્યન ખાને NCB પૂછપરછમાં જણાવ્યુ હતુ કે, તેઓ 4 વર્ષથી ડગ લે છે. તે જયારે દુબઇ, યુકે કે બીજા દેશમાં હતા તે દરમિયાન તેમણે ડગ લીધુ હતુ. આર્યનની ધરપકડ બાદ ચાહકો સોશિયલ મીડિયા પર શાહરૂખ ખાનના સમર્થનમાં ઉતર્યા છે. મન્નત બહાર પૂરી રાત ચાહકો જમા થયા હતા. લોકોએ ત્યાં સ્ટેન્ડ વિથ આર્યન ખાન લખેલ બેનર પણ લગાવ્યા હતા.

જણાવી દઇએ કે, આર્યન ખાનની જામીન અરજી 8 ઓક્ટોબરના રોજ ચીફ મેટ્રોપોલિટન કોર્ટે ફગાવી દીધી હતી. સેશન્સ કોર્ટે11 ઓક્ટોબરના રોજ આદેશ આપ્યો હતો કે 13 ઓક્ટોબરના રોજ જામીન અરજી પણ સુનાવણી થશે. NCBના પંચનામામાં લખેલુ છે કે,આર્યને ચરસ લેવાની વાત સ્વીકારી છે. તપાસ એજન્સીએ આ મામલે અત્યાર સુધી 20થી પણ વધુ લોકોની ધરપકડ કરી છે.