ક્રૂઝ ડગ કેસમાં શાહરૂખ ખાનનો દીકરો આર્યન ખાન 20 ઓક્ટોબર સુધી જેલમાં રહેશે. 20 ઓક્ટોબરના રોદ મુંબઇની સેશન કોર્ટના વિશેષ એનડીપીએસ કોર્ટ નક્કી કરશે કે આર્યન ખાનને જમાનત મળશે કે નહિ. આર્યન ખાનની મુશ્કેલી 2 ઓક્ટોબરથી વધતી જઇ રહી છે. જયારે ક્રૂઝ ડગ કેસ મામલે તેની ધરપકડ કરવામાં આવી હતી. આર્યન ખાનને મુંબઇની આર્થર રોડ જેલમમાં રાખવામાં આવ્યો છે. આર્યન ખાનને આર્થર રોડ જેલમાં 956 કેદી નંબર આપવામાં આવ્યો છે. જેલમાં રહેશે ત્યાં સુધી તેમની એ જ ઓળખ રહેશે અને તેમને આનાથી જ બોલાવવામાં આવશે.
બધા ટ્રાયલ કેદીઓને નંબર આપવામાં આવે છે અને આ માટે આર્યન ખાનને પણ નંબર મળ્યો છે. આર્યનને જેલની કેન્ટિનમાંથી ખાવાનું ખાવા માટે પરિવારથી મની ઓર્ડર પણ મળ્યો છે. પરિવારે 11 ઓક્ટોબરના રોજ આર્યન ખાન માટે 4500 રૂપિયા મોકલ્યા છે. જેલના નિયમો અનુસાર એક કેદીને એક મહીનામાં માત્ર 4500 રૂપિયાનો મની ઓર્ડર મેળવવાની જ ઇજાજત છે.
આર્થર રોડ જેલના અધિકારીઓ અનુસાર, ઘરેથી મોકલવામાં આવેલ કપડાને ઉપયોગ કરવાની અનુમતિ આર્યન ખાન સહિત અન્ય કેદીઓને આપવામાં આવી છે. જો કે, તેમને ઘરેથી કે બહારનું ખાવાની અનુમતિ નથી. આ માટે આર્યન ખાન અને અન્ય આરોપી જેલનું જ ખાવાનું ખાઇ રહ્યા છે.
આર્યનને મની ઓર્ડર એ માટે મોકલવામમાં આવ્યો કારણ કે તે જેલની કેન્ટીનથી કૂપન ખરીદી શકે, આ કૂપનને આર્યન જેલની કેન્ટીનથી ખાાવાની વસ્તુ, સાબુ અને બીજી કોઇ વસ્તઓ ખરીદી શકે છે. મીડિયા રીપોર્ટ અનુસાર આર્યન ખાન કેન્ટીનથી બિસ્કિટ, નમકીન અને પાણી જેની વસ્તુઓ ખરીદી પોતાની પાસે રાખે છે. આર્યન ખાન જેલનું ખાવાનું બરાબર ખાઇ રહ્યા નથી એટલે તેમને તે ખાવાાનું પસંદ આવતુ નથી. આર્યન કયારેક જેલની રોટી પણ ખાઇ લે છે.
આર્યન ખાન જેલમાં ઘણો પરેશાન નજર આવે છે. વધારે તો તે ચૂપચાપ જ બેસી રહે છે. પોતાના સાથી અરબાઝ મર્ચેંટથી પણ તે ઓછી વાત કરે છે. બૈરકના ગલિયારાથી જયારે કોઇ નીકળે છે ત્યારે આર્યનને જિજ્ઞાસા હોય છે કે કોઇ તેમના માટે કોઇ સૂચના લઇને આવ્યુ છે. આર્યનની સુરક્ષા મહત્વપૂર્ણ છે અને એ કારણે જેલ અધિકારી ઘણીવાર બૈરકના ચક્કર લગાવે છે. આર્યન ઘણીવાર કેટલાક જેલ અધિકારીઓને પૂછે છે કે શું કોઇ તેમને મળવા આવ્યુ છે.