મનોરંજન

Oops શાહરૂખ ખાન આ કઈ મહિલાના ગાઉનનો છેડો ઉંચો કર્યો ? નામ જાણીને ચોંકી જશો

બોલીવુડમાં ‘કિંગ ઓફ રોમાંસ’ના નામથી જાણવામા આવતા અભિનેતા શાહરુખ ખાન આગળના ઘણા સમયથી ફિલ્મોથી દૂર છે. છતાં પણ શાહરુખ ખાન કોઈને કોઈ બાબત દ્વારા ચર્ચામાં બની રહે છે. એવામાં એકવાર ફરીથી શાહરુખ ખાને દર્શકોનું દિલ જીતી લીધું છે.

Image Source

એક તરફ જ્યાં શાહરુખ ખાનની આવનારી ફિલ્મને લીધે અલગ અલગ ચર્ચાઓ થઈ રહી છે જયારે બીજી તરફ શાહરુખ ખાનનો વિડીયો સામે આવ્યો છે, જે સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થયો છે અને દર્શકો તેના ખુબ વખાણ કરી રહ્યા છે.

Image Source

શાહરુખ ખાન અમુક દિવસો પહેલા જ પત્ની ગૌરી ખાન સાથે ‘વોગ દ પાવર લિસ્ટ 2019( Vogue The Power List 2019)’ ઇવેન્ટમાં પહોંચ્યા હતા. આ ઇવેન્ટ દરમિયાન કંઈક એવી ઘટના બની કે લોકો શાહરુખના વખાણ કરી રહ્યા છે અને તેના વીડિયોને પણ ખુબ પસંદ કરી રહ્યા છે.

Image Source

ઇવેન્ટ દરમિયાન જ્યારે ગૌરી ખાન રેડ કાર્પેટ પર ચાલી રહી હતી ત્યારે શાહરુખ ખાન તેની પાછળ એન્ટ્રી લે છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે શાહરુખ ખાને તેની પત્નીનું ગાઉન સંભાળતા સંભાળતા પાછળ ચાલી રહ્યા છે અને ગૌરી ખાન આગળ ચાલી રહી છે. શાહરુખ દ્વારા પત્નીને કરેલી આ મદદનો વિડીયો ખુબ વાયરલ થઇ રહ્યો છે.

Image Source

ઇવેન્ટના મૌકા દરમિયાન ગૌરી ખાને મેટલિક કલરનું ગાઉન પહેરી રાખ્યું હતું જેમાં તે ખુબ જ સુંદર લાગી રહી હતી જ્યારે કિંગ ખાન બ્લેક સૂટ-બૂટમાં જોવા મળ્યા હતા. આ ઇવેન્ટમાં શાહરુખ-ગૌરીને મોસ્ટ સ્ટાઇલિસ્ટ જોડીનો એવોર્ડ મળ્યો છે.

Image Source

આગળના ઘણા સમયથી શાહરુખ ખાન વિશે અલગ અલગ ખબરો સામે આવી રહી છે. એવી પણ ખબર આવી હતી કે શાહરુખ ખાન પોતાના જન્મદિવસ પર પોતાની આગળની ફિલ્મની ઘોષણા કરશે પણ આવું કઈ થયું ન હતું.

Image Source

શાહરુખ ખાન છેલ્લી વાર ફિલ્મ ‘ઝીરો’ માં જોવા મળ્યા હતા. ફિલ્મમાં અનુષ્કા શર્મા અને કૈટરીના કૈફ પણ ખાસ કિરદારમાં જોવા મળી હતી. જો કે ફિલ્મ કઈ ખાસ કમાલ દેખાડી શકી ન હતી. શાહરુખ ખાન અભિષેક બચ્ચનની સાથે ‘બોબ બિસ્વાસ’ ફિલ્મ કરશે. જો કે ફિલ્મમાં શાહરુખ ખાન તેની સાથે અભિનેતાના સ્વરૂપે નહીં પણ એક નિર્માતાના સ્વરૂપે કામ કરશે.

જુઓ શાહરુખ-ગૌરી ખાનનો વિડીયો-1

 

View this post on Instagram

 

The no 1 video from last night #shahrukhkhan #gaurikhan 👑👸

A post shared by Viral Bhayani (@viralbhayani) on

વીડિયો-2

 

View this post on Instagram

 

When the Queen arrives here is what KIng Khan does ❤❤❤❤

A post shared by Viral Bhayani (@viralbhayani) on

Author: GujjuRocks Team

તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.