મનોરંજન

ગરીબોમાં ખાણી-પીણીનો સામાન વિતરણ કરવા પર શાહરુખ ખાને કરી પોતાની ટીમની પ્રશંસા,કહ્યું-“મને તમારા પર ગર્વ છે”

બોલીવુડના કિંગ ખાન એટલે કે શાહરુખ ખાન બોલીવુડના તે સીતારાઓમાં શામિલ છે જે હાલના દિવસોમાં કોરોના મહામારી અને લોકડાઉંનને લીધે હેરાન થનારા લોકોની મદદ માટે આગળ આવી રહ્યા છે. શાહરુખ ખાન પોતાની ટિમ સાથે મળીને કોરોના વાયરસથી પ્રભાવિત લોકો માટે મદદ કરી રહ્યા છે. જેના માટે શાહરૂખે પોતાની ટિમ ‘ટ્રીનબાગો નાઈટ રાઈડર્સ’ની પ્રશંસા કરી છે.

Image Source

શાહરુખની આ ટિમ હાલના સમયમાં આ મુશ્કિલ ઘડીમાં ગરીબો અમને જરૂરિયાતમંદ લોકોને ખાણી-પીણીનો સામન પૂરો પાડવાનુ કામ કરી રહી છે. ટિમ માટે શાહરૂખે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર પ્રશંસા કરી છે સાથે જ ટીમના લોકોની વસ્તુઓનું વિતરણ કરતી તસ્વીર પણ શેર કરી છે. તસ્વીર દ્વારા શાહરૂખે જણાવ્યું કે તેઓએ ગરીબોને એક હજાર ભોજનના પેકેટનું વિતરણ કર્યું છે.

Image Source

શાહરૂખે પોતાની ટ્વીટમાં લખ્યું કે, ટ્રીનબાગો નાઈટ રાઈડર્સએ HADCO Ltd. ની સાથે મળીને ‘Do the Knight thing’ ની શરૂઆત કરી છે. તેઓએ લોકડાઉનના સમયમાં ત્રિનિદાદ અને ટોબાગોના માધ્યમથી ગરીબ લોકોને એક હજાર ફૂડ પેકેટનું વિતરણ કર્યું છે. મને તમારા પાર ખુબ ગર્વ છે.” સોશિયલ મીડિયા પર શાહરુખની આ ટ્વીટ અને તસ્વીર ખુબ વાયરલ થઇ રહી છે.

Image Source

સોશિયલ મીડિયા યુઝર્સ પણ તેઓની ખુબ પ્રશંસા કરી રહ્યા છે. જણાવી દઈએ કે કોરોના પીડિત લોકોની મદદ માટે શાહરુખ ખાને પોતાની આલીશાન ઓફિસ બીએમસીને આપી છે. બીએમએસી તેની આ ઓફિસનો ઉપીયોગ ક્વૉરૅન્ટિન કેન્દ્રના રૂપમાં કરી રહ્યા છે.

શાહરુખની પત્ની ગૌરી ખાને આ ઓફિસની અંદરનો વિડીયો ઇન્સ્ટાગ્રામ પર શેર કરીને કૈપ્શ્નમાં લખ્યું હતું કે,”ગૌરી ખાન ડિઝાઇન્સએ ઓફિસનું નવીકરણ કર્યું છે, હવે આ ઓફિસ ક્વૉરૅન્ટિન ઝોન, અને જરૂરી સેવાઓમાં લાગેલા લોકો માટે ઉપીયોગમાં લૅવાશે. આપણે બધાએ કોરોના મહામારી સામે લડવા માટે એક સાથે ઉભું રહેવાનું રહેશે”.

Author: GujjuRocks Team

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.