મનોરંજન

અબુ સાલેમે શાહરુખને પૂછ્યું હતું કે, તે મુસ્લિમ ભાઈઓની મદદ કેમ નથી કરતો? એક્ટરે આપ્યો હતો આ જવાબ

બૉલીવુડ સુપર સ્ટાર શાહરુખ ખાનને લગભગ 25 વર્ષ સુધી દિલ પર રાજ કરે છે. શાહરુખ ખાન વિષે ઘણી વાત અને કિસ્સા સાંભળવા મળે છે. શાહરુખ ખાને દિલ્લી અને મુંબઈના સંઘર્ષ વિષે બધા જ લોકો જાણે છે. પરંતુ ઓછા લોકોને ખબર છે કે, શાહરુખ ખાને ગેંગસ્ટર અબુ સાલેમએ જવાબ આપી દીધો હતો.

 

View this post on Instagram

 

A post shared by Shah Rukh Khan (@iamsrk)

બોલીવુડમાં અંડર વર્લ્ડનો દબદબો હંમેશા રહ્યો છે. શાહરુખ ખાનને કરિયરની શરૂઆતમાં જ આ અનુભવ થયો હતો. શાહરુખ ખાન અંડર વર્લ્ડ ગેંગસ્ટાર અબુ સાલેમ અને છોટા શકીલ તરફથી ધમકી ભર્યા કોલ આવતા હતા. આ બાદ અનુપમા ચોપરાના પુસ્તક ‘ધ કિંગ ઓફ બૉલીવુડ’ ના જણાવ્યા મુજબ, એક વાર અબુ સાલેમએ શાહરુખ ખાનને એક જાણીતા પ્રોડ્યુસર સાથે કામ કરવાનું દબાણ કર્યું હતું. શાહરુખ ખાન આ ફિલ્મ કરવા માંગતો ના હતો. તે સમયે શાહરુખ ખાને જણાવ્યું હતું કે, હું તમને નથી કહેતો કે તમારે કોને ગોળી મારવાની છે. તેથી તમે મને ના જણાવો કે મારે કંઈ ફિલ્મમાં કામ કરવું જોઈએ.

 

View this post on Instagram

 

A post shared by Shah Rukh Khan (@iamsrk)

શાહરુખ ખાનને અબુ સાલેમનો ફોન ત્યારે આવ્યો હતો જયારે યશ ચોપરાની ફિલ્મ ‘દિલ તો પાગલ હૈ’ નું શૂટિંગ કરી રહ્યો હતો. તે સમયે પહેલી વાર અબુ સાલેમનો ફોન આવ્યો હતો. શાહરૂખે જણાવ્યું હતું કે, તે તેના પર વધુ દબાણ અને ડરામણો અનુભવ હતો. પરંતુ શાહરુખ ખાને આ સામનો હિંમતથી કર્યો હતો. આ બાદ મુંબઈ પોલીસે શાહરુખ ખાનની સુરક્ષા વધારી દીધી હતી.

 

View this post on Instagram

 

A post shared by Shah Rukh Khan (@iamsrk)

શાહરુખએ અબુ સાલેમ સાથે થયેલી વાતચીત વિષે તે સમયે ડેપ્યુટી કમિશનર રાકેશ મારિયાને જણાવી હતી. મારિયાએ શાહરુખને જણાવ્યું હતું કે, ફોન પર સાલેમ સાથે કેવી રીતે વાત કરે.

 

View this post on Instagram

 

A post shared by Shah Rukh Khan (@iamsrk)

મારિયાએ શાહરૂખને સલાહ આપી હતી કે તે અન્ય સ્ટાર્સ વિશે માહિતી ન આપે અને માફિયાઓ વિશે ખુલ્લેઆમ વાત ન કરે. સાલેમે ક્યારેય શાહરૂખ પાસે પૈસા માંગ્યા નહોતા. પરંતુ તેણે હંમેશાં તે ફિલ્મોમાં કામ કરવા કહેતા હતા જેમાં તેણે રોકાણ કર્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Shah Rukh Khan (@iamsrk)

શાહરૂખને છોટા શકીલે પણ કોલ કર્યો હતો. જો કે શાહરુખ આ ગુંડાઓ સાથે ખૂબ નમ્રતાથી વાત કરતો હતો અને રાકેશ મારિયાને પૂરી માહિતી આપતો હતો. કેટલાક વર્ષોની જહેમત બાદ શાહરૂખે અન્ડરવર્લ્ડના ફોન આવવાનું બંધ કરી દીધું.

 

 

View this post on Instagram

 

A post shared by Shah Rukh Khan (@iamsrk)

આ સંઘર્ષના દિવસોમાં શાહરૂખે બુલેટ પ્રૂફ બીએમડબ્લ્યુ કાર ખરીદી અને ખાનગી સિક્યુરિટી ગાર્ડને પોતાની પાસે રાખવાનું શરૂ કર્યું. તે સમયે શાહરૂખ મહેશ ભટ્ટની ફિલ્મ ડુપ્લિકેટ (1998) નું શૂટિંગ પણ કરી રહ્યો હતો. પરંતુ તેણે તેની મુશ્કેલીઓને ફિલ્મના કોમેડી દ્રશ્યો પર અસર થવા દીધી નહીં.