ફિલ્મી દુનિયા

ખરાબ સમાચાર: આ ફેમસ અભિનેત્રીનું બોમ્બે-પુણે એક્સપ્રેસ વે પર ભયંકર કાર અકસ્માત થયો અને…

બૉલીવુડની દિગ્ગ્જ એક્ટ્રેસ શબાના આઝમીનેલઈને એક દુઃખદ ખબર આવી છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, શબાના આઝમીનું મુંબઈ-પુણે એક્સપ્રેસ પર અકસ્માત થયો હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે.

એએનઆઈના રિપોર્ટ અનુસાર, મુંબઇ-પુણે એક્સપ્રેસ પર આ અકસ્માત થયો છે. ખાલાપુર ટોલનાકા પાસે તેની કાર અચાનક જ ટ્રક સાથે અથડાતા આ અકસ્માત સર્જાયો હતો.અકસ્માતના કારણે શબાના આઝમીને નાક અને મોઢામાં ઇજા થઇ છે. આ સાથે શબાના આઝમીના ડ્રાઈવરને પણ ઇજા થઇ છે. જાવેદ અખ્તર પણ કારમાં સાથે હતા.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani) on

ઘટના સ્થળ પરની તસ્વીર જોઈને અંદાજો લગાવી શકાય છે કે, કેટલો મોટો હાદસો હશે. આ ઘટના સંબંધીર રાયગઢ પોલીસ અધ્યક્ષ અનિલ પારસ્કરે જણાવ્યું હતું કે, મુંબઈથી લગભગ 60 કિલોમીટર દૂર ખાલાપુર પાસ બપોરે 4 વાગ્યાની આસપાસ આ અકસ્માત થયો છે. શબાના આઝમીને સારવાર અર્થ નવી મુંબઈની એમજીએમ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. હાલ તો તેનો ઈલાજ ચાલી રહ્યો છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.