રસોઈ

સેવ ટામેટા ના શાક ની રેસિપી (સ્ટેપ બાય સ્ટેપ ફોટોસ સાથે) ચટાકેદાર મસ્ત સેવ ટમેટાનું શાક…આંગળા ચાટતા રહી જશે બધા

સેવ ટમેટા નું શાક: એક ખાટું મીઠું લોકપ્રિય ગુજરાતી શાક છે. જે ટમેટા ,સેવ , ડુંગળી અને અને અન્ય ભારતીય મસાલા સાથે બનાવવા માં આવે છે. આ વિધિ માં પહેલા ટમેટા અને ડુંગળી ને તેલ માં વઘારવા માં આવે છે અને એના પછી એમાં થોડું પાણી અને મસાલા નાખી અને પકાવવા માં આવે છે. અને અંતિમ સ્ટેપ માં સેવ નાખવા માં આવે છે. તો આજે આ શાક બનાવો અને પરોઠા અને છાસ સાથે સાંજે ભોજન માં પરોસો.

પૂર્વ તૈયારીઓ નો સમય – 5 મિનિટ
પકાવવા નો સમય – 10 મિનિટ
2 લોકો માટે

 • સામગ્રી
 • 5 મધ્યમ આકાર ના લાલ પાકેલા ટમેટા લો એને કાપો.
 • 1/2 કપ નાયલોન સેવ કે મોટી સેવ
 • 1/2 ચમચી જીરું
 • 1/4 ચમચી રાય
 • 1 મીડીયમ ડુંગળી , નાની કાપેલ વૈકલ્પિક
 • 1 ચમચી આદુ લસણ પેસ્ટ
 • 1 લીલા મરચા નાના કાપેલ
 • 2 ચમચી ખાંડ
 • 1/2 લાલ મરચાં ની ભૂકી
 • 1/4 ચમચી હળદર
 • 1 ચમચી ધાણા જીરું પાઉડર
 • 1/4 ચમચી ગરમ મસાલો
 • 2 ચમચી લીલા ધાણા
 • 2 ચમચી તેલ
 • મીઠું સ્વાદાનુસાર
 • 1/2 કપ પાણી

વિધિએક તપેલી માં માધ્યમ આંચ પર તેલ ગરમ કરો. એમાં રાય અને જીરું નાખી દો. જ્યારે રાય ફૂટવા લાગે ત્યારે તેમાં કાપેલ ડુંગળી નાખો. અને જ્યારે થોડા ભૂખરા રંગ નું થવા દો. અને ત્યાર બાદ તેમાં આદુ લસણ ની પેસ્ટ અને લીલા મરચા નાખો અને 15-20 સેકન્ડ સુધી ચઢવા દો.કાપેલ ટામેટા તેમાં નાખો અને એક મિનિટ સુધી પકાઓ. મીઠું , ખાંડ અને હળદર પાઉડર નાખો. સારી રીતે ભેળવી દો. અને 2-3 મિનિટ સુધી માધ્યમ આંચ સુધી પકાઓ.
1/2 કપ પાણી નાખો અને સારી રીતે ભેળવી દો.જ્યાં સુધી ટમેટા નરમ ન થઈ જાય ત્યાં સુધી ધીમી આંચ પર પકાઓ.(લગભગ 4 5 મિનિટ સુધી. ક્યારેક ક્યારેક વચ્ચે ચમચો  ચલાવતાં રહો.

લાલ મરચાં પાઉડર ,ગરમ મસાલો , ધાણા જીરું અને સેવ નાખો.સારી રીતે ભેળવી લો અને 1-2 મિનિટ સુધી પકાઓ દો. પછી ગેસ બંધ કરી નાખો.
સેવ ટામેટા નું શાક પરોસવા એક કટોરી માં તેને કાઢો અને ધાણા ભાજી થી સજાવો. એને રોટલી, થેપલા કે પરોઠા સાથે ગરમાં ગરમ પીરસો.સુજાવ અને વિવિધતા: જો તમને વધુ ગ્રેવી જોઈએ તો વધુ પાણી નાખો કારણકે સેવ વધુ પાણી અવશોષિત કરી લે છે. શાક ને ઓછું કે વધુ મસાલા વાળું બનાવવા માટે લાલ મરચાં ની ભૂકી અને લીલા મરચા ની માત્રા તમારા સ્વાદ અનુસાર નાખો.સ્વાદ – થોડું ખાટું અને તીખું
પરોસવા ની રીત – એને સાદા પરોઠા અને ભાખરી સાથે પરોસો.Author: GujjuRocks Team

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – GujjuRocks – ગુજ્જુરોક્સ

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.