હિમાચલની આ સિક્રેટ જગ્યા પર ફરવા જશો તો મનાલી અને કાશ્મીર પણ ભૂલી જશો

હાલમાં દેશમાં ગરમી ખુબ પડી રહી છે અને શાળામાં બાળકોને વેકેશન પણ છે તેથી દરેક માતા પિતા આ સમયે કોઈ ઠંડા પ્રદેશમાં ફરવા જવાનો પ્લાન બનાવતા હોય છે. આમ તો ભારતમાં અનેક એવી જગ્યા છે જ્યાં તમે પરિવાર સાથે ફરવા જઈ શકો છો. ખાસ કરીને ઠંડા પ્રદેશની વાત કરીએ તો લોકો મનાલી, નૈનીતાલ કે શીમલા જતા હોય છે, પરંતુ આ બધાથી પણ અલગ છે એક જગ્યા વિશે આજે અમને તમને જણાવવા જઈ રહ્યા છી. જે લોકો નેચર લવર છે તેમના માટે આ જગ્યા કોઈ સ્વર્ગથી કમ નથી. આ ઉપરાંત અહીં લોકોની ભીડ પણ ઓછી રહે છે. આજે અમે તમને સેથન ગામ વિશે જણાવીશું.

સેથન ગામ મનાલીથી 12 કિમી દૂર સ્થિત છે. જો તમે આ ગામમાં ફરવા જાવ છો તે તમે એવી ઘણી એક્ટિવિટી કરી શકશો જેનાથી તમારુ મન પ્રફુલિત થઈ જશે. આ ગામ ચારે તરફ પહાડોથી ઢંકાયેલું છે. શિયાળાની ઋતુમાં અહીં બરફ પડે છે તેથી તેની સુંદર વધુ વધી જાય છે.

સેથન એક નાનું એવું ગામ છે અને અહીંયા માત્ર 10થી 15 પરિવાર જ રહે છે. અહીંના રહેવાસી આ ગામને સ્વર્ગ કહે છે. આ એક બુદ્ધિષ્ટ વિલેજ છે. અહીં રહેનારા મોટા ભાગના લોકો હિમાચલના વિવિધ વિસ્તારથી આવેલા પ્રવાસી છે જે પશુપાલકો હતા. શિયાળામાં અહીં બહુ ઠંડી પડે છે તેથી આ લોકો શિયાળાની ઋતુમાં કુલ્લુ વેલીમાં શિફ્ટ થઈ જાય છે.

સેથન વિલેજ મનાલીથી 12 કિમી દૂર આવેલું છે. આ ગામ સમુદ્ર લેવલથી 2700 મીટરની ઉંચાઈએ આવેલું છે.આ ગામમાં તમે ધૌલાધર પર્વતમાળાની સાથે સાથે ધૌલાધર અને પીર પંજાલ રેંજને અલગ કરનાર બ્યાસ નદીને પણ જોઈ શકો છો. સેથન ગામને ઈગ્લુ હાઉસ તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીં શિયાળામાં વધુ બરફ પડતો હોવાથી ઘણા લોકો અહાં ઈગ્લુ હાઉસનો અનુભવ લેવા પણ આવે છે.

જો આપણે તાપમાનની વાત કરીએ તો અહીં સમગ્ર વર્ષ દરમિયાન હવામાન બહું સુંદર રહે છે. ગરમીની સિઝનમાં જૂનથી લઈને ઓક્ટોબર સુધી અહીં તમે હાઈકિંગ અને કેપિંગનો અનુભવ લઈ શકો છો. અહીં તમે ઘણા પ્રકારના ટ્રેક પર પણ જઈ શકો છો જેમાં પાંડુરોપા, લામા ડુંગ,જોબરી નલ્લાનો સમાવેશ થાય છે.

જો તમે શિયાળામાં આવો છો તો તમને અહીં જન્નતનો અનુભવ થશે. શિયાળામાં આ ગામ આખુ બરફથી ઢંકાઈ જાય છે. તમે શિયાળામાં પણ અહીં ઘણી એક્ટિવિટી કરી શકો છો. ચોમાસામાં અહીં લેન્ડ સ્લાઈડનો ભય રહે છે તેથી ચોમાસાની ઋતુમાં અહીં આવવાથી બચવું જોઈએ.

તે તમારા પર આધાર રાખે છે કે તમને શું પસંદ છે. જો તમે સ્કી કે વિંટર ટ્રેક કરવાનું પસંદ કરો છે તો જાન્યુઆરીથી લઈને મે સુધીના મહિના બેસ્ટ છે. પરંતુ જો તમે જૂનથી લઈને નવેમ્બર સુધીના મહિનાઓમાં આવો છો તો તમે તમારી અનુકુળતા પ્રમાણે ઘણી જગ્યાએ ફરી શકો છો.

હવાઈ માર્ગ: જો તમે ફ્લાઈટથી અહીં જવા માંગતા હોય તો તમારે ભૂંતર સ્થિત કુલ્લુ-મનાલી એરપોર્ટ જવું પડશે. આ એરપોર્ટ મનાલીથી 50 કિમી દૂર છે. અહીંનું લોકેશન બહુ સુંદર હોવાથી લોકો ફ્લાઈટમાં જવાનું ઓછું પસંદ કરે છે પરંતુ જો તમારે ફ્લાઈટથી જ જવું હોય તો તમારે એરપોર્ટથી મનાલી અને સેથન સુધી જવા ટેક્સી કે બસમાં જવું પડશે.

ટ્રેન: અહીંનું સૌથી નજીકનું રેલવે સ્ટેશન જોગિંદર નગર રલવે સ્ટેશન છે. અહીંથી મનાલીનું અંતર 160 કિમી છે. રેલવે સ્ટેશનથી મનાલી અને મનાલીથી સેથન જવા માટે તમને બસ કે ટેક્સી સરળતાથી મળી જશે.

બાય રોડ: દિલ્હી- સોનીપત- પાણીપત- કરનાલ- અંબાલા- રાજપુરા- સરહિંદ- ફતેહગઢ સાહેબ- રૂપનગર- કિરાતપુર-સ્વરઘાટ- બિલાસપુર- સુંદરનગર- મંડી- કુલુ- મનાલી

મનલાથી 12 કિમીના અંતરેથી સેથન ગામ શરૂ થઈ જાય છે. જો તમે મનાલી સુધી બસથી જઈ રહ્યા છો તો તમે ત્યાંથી સેથન જવા માટે ટેક્સી કરી શકો છે. ટેક્સી વાળા તમને સેથન સુધી લઈ જવા માટે 1200થી 1500 રૂપિયા કહે છે પરંતુ તમારે થોડો ભાવ તાલ કરવો પડશે.

પરમિટ: સેથન એક પ્રોટેક્ટેડ જગ્યા છે. અહીં જવા માટે તમારે પરમિટ લેવી પડશે. આ પરમિટ તમને પ્રિણી/પ્રિનીમાં હાઈડ્રો પ્રોજેક્ટ ચેક પોસ્ટથી મળશે. તેના માટે તમારે 100 રૂપિયા આપવા પડશે.

YC