ખબર

ભારતનો સૌથી ખુંખાર સિરિયલ કિલર, 20 સ્ત્રીઓ સાથે ‘સુહાગરાત’ મનાવી પતાવી દીધી અને…

ભારતનો સૌથી ખુંખાર સિરિયલ કિલર, 20 સ્ત્રીઓ સાથે ‘સુહાગરાત’ મનાવી પતાવી દીધી, આ સિરિયલ કિલરની કહાની જાણીને રુંવાડા ઊભા થઇ જશે..

ટીવી અને ફિલ્મોમાં આપણે સિરિયલ કિલર જોયા હશે, સીરિયા કિલરનું નામ અને એના કામ જોઈને જ કંઈક કંઈક થઇ જાય છે, પરંતુ હકીકતમાં આવા સિરયલ કિલર વિશે જાણવા મળે ત્યારે કેવું થાય?

Image Source

આવા જ એક સિરિયલ કિલર વિશે માહિતી મળી જે ખરેખર ચોંકવનારી છે, જેને એક બે નહિ પરંતુ 20 મહિલાઓ સાથે સુહાગરાત મનાવી અને તેમની હત્યા કરી હતી અને હત્યા પણ એવી રીતે કરી જેના પછી કોઈને એના ઉપર શંકા ના જાય.

આ ખૂંખાર સિરિયલ કિલરનનું નામ છે મોહન અને તેને સાઇનાઇડ મોહનના નામથી પણ ઓળખવામાં આવે છે, મોહને 20 જેટલી મહિલાઓને મોતને ઘાટ ઉતારી છે. 2009માં અનિતા નામની એક મહિલાની હત્યા બાદ મોહનનો પર્દાફાશ થયો હતો અને ત્યારબાદ મોહનની જે હકીકત સામે આવી એ જાણીને જ સૌના હોશ ઉડી ગયા હતા.

Image Source

2009માં કર્ણાટકમાં રહેતી અનીતાને મોહને પોતાના પ્રેમજાળમાં ફસાવી અને લગ્નની લાલચ આપી અનીતાને ઘરેથી ભગાવી લઇ ગયો, ઘરેથી ભાગી જઈને બંને એક લોજમાં રાત્રી રોકાણ કર્યું જેમાં મોહને પહેલાથી જ એક રૂમ બુક કરાવી લીધી હતી. બીજા દિવસે મોહન સાથે લગ્ન થવાના હોય અનિતાએ પોતાનું શરીર પણ મોહનને સોંપી દીધું, બંને વચ્ચે લોજની એ રૂમમાં જ શારીરિક સંબંધો બંધાયા.

Image Source

બીજા દિવસે લગ્ન માટે દુલ્હનની જેમ તૈયાર થઈને ઘરેણાં પહેરી અનિતા બહાર નીકળી, તેને મોહને બસસ્ટેન્ડ બોલાવી જ્યાં તે એની રાહ જોઈને ઊભો હતો, અનિતા બસ સ્ટેન્ડ પહોંચી એટલે મોહને તેને એક ગોળી આપી અને આ ગોળી ગર્ભનિરોધક છે તેમ જણાવ્યું,

અનીતાએ મોહનને કેટલાક પ્રશ્નો પણ પૂછ્યા પરંતુ મોહને તેને સમજાવી અને બસસ્ટેન્ડની બાજુમાં જ રહેલા બાથરૂમમાં જઈને ગોળી ખાવા માટે કહ્યું, અનિતા પાસેથી તેના ઘરેણાં મોહને ઉતરાવી પોતાની પાસે રાખી લીધા અને અનીતાને બાથરૂમમાં મોકલી. જાહેર બાથરૂમ હોવાના કારણે ત્યાં બીજી મહિલાઓ પણ રાહ જોઈને ઉભી હતી

અનિતાએ બાથરૂમમાં જઈને તે ગોળી ખાઈ લીધી, ઘણા સમય સુધી બાથરૂમનો દરવાજો ના ખુલતા બહાર રાહ જોઈને ઉભેલી મહિલાઓએ દરવાજો ખખડાવ્યો પરંતુ કોઈ અવાજ આવ્યો નહીં, દરવાજો તોડતા જ અનીતાને ઢળી પડેલી હાલતમાં જોઈ પોલીસને જાણ કરવામાં આવી.

Image Source

પોલીસ જયારે તે જગ્યા ઉપર પહોંચી ત્યારે અનિતાનો પ્રાણ નીકળી ગયા હતા, તેના મૃત શબને ટોયલેટમાંથી બહાર કાઢવામાં આવ્યો, મોહન ત્યાંથી ફરાર થઇ ચુક્યો હતો, પોલીસને પણ તેની સાથે કોઈ હશે એવો અંદાઝો નહોતો. પરંતુ અનિતાના મૃત્યુ બાદ પોલીસે જે તપાસ શરૂ કરી તેમાં ઘણું બધું સામે આવ્યું.

વર્ષ 2003થી 2009 સુધીના અલગ અલગ શહેરમાં આજ પ્રમાણે 20 મહિલાઓના મૃત્યુ થયા હતા જેમની લાશ પણ બસ સ્ટેન્ડ પાસે બનેલા ટોયલેટમાંથી મળી આવી હતી અને તમામ મહિલાઓએ દુલ્હનના જ કપડાં પણ પહેર્યા હતા, આ મહિલાઓની ઉંમર પણ 20 થી 32 વર્ષની હતી, પરંતુ આ તમામ હત્યાઓની કોઈ કડી મળી નહોતી કારણ કે તમામ હત્યાઓ અલગ અલગ શહેરમાં થઈ હતી અને એ શહેરોની પોલીસ વચ્ચે પણ કોઈ તાલમેલ હતો નહીં, જેના કારણે આ હત્યાઓનું સત્ય સામે આવ્યું નહોતું.

Image Source

અનિતાના ઘરેથી ભાગી જવાના કારણે પણ તેના ગામમાં મામલો ગરમાયો હતો, ગામના લોકોને એમ હતું કે તેને કોઈ મુસ્લિમ યુવક ભગાડી લઇ ગયો છે જેના કારણે આક્રોશમાં ભરાયેલા લોકોએ પોલીસ સ્ટેશનને પણ સળગાવી દીધુ હતું,

પોલીસે પણ આ મામલાની તપાસ એક મહિનામાં કરવાની તૈયારી બતાવી હતી જેના કારણે પોલીસે અનિતાનો ફોન તપાસમાં લીધો અને સામે આવ્યું કે અનિતા પાસે રહેલો નંબર કોઈ કાવેરી નામની મહિલાના નામથી રજીસ્ટર કરાયેલો છે. વધુ તપાસ માટે જયારે પોલીસ કાવેરીના ઘરે પહોંચી ત્યારે કાવેરી પણ લાપતા હતી, કાવેરીના ફોન રેકોર્ડની તપાસ કરતા તેની છેલ્લી વાત પુષ્પા સાથે થઇ હોવાનું સામે આવ્યું, પોલીસ જયારે પુષ્પાના ઘરે પહોંચી ત્યારે પુષ્પા પણ લાપતા હતી,

પોલીસને હવે કોઈ મોટી ઘટનાની ગંધ આવવા લાગી હતી અને તેમને એક પછી એક કડીઓ મેળવતા ગયા, પોલીસને છેલ્લી કડી મેંગ્લોરનાં એક ગામમાં મળી જ્યાં એક યુવતી ગાયબ હતી પરંતુ તેનો ફોન હજુ ચાલુ બતાવતો હતો. જ્યારે આ કડીઓમાં બીજી યુવતીઓના ફોન બંધ હતા. આ નંબર ઉપર જે ફોન ચાલુ હતો તેના ઉપર પોલીસે ફોન કર્યો તો ખબર મળી કે આ નંબર કોઈ ધનુષ નામનો વ્યક્તિ વાપરી રહ્યો છે.

Image Source

જયારે પોલીસ ગામમાં પહોંચી ત્યારે ધનુષ પાસેથી જાણવા મળ્યું કે આ ફોન તેને તેના કાકા પ્રોફેસર મોહન કુમારે આપ્યો છે. પોલીસે મોહનકુમારને તરત હિરાસતમાં લઈ લીધો અને તેની સાથે પૂછતાછ શરૂ કરી દીધી, શરૂઆતમાં તો મોહને પોલીસને કોઈ જાણકારી આપી નહિ પરંતુ પોલીસે થોડો બળપ્રયોગ કરતા મોહને પોતાનો ગુન્હો કબુલ્યો હતો,

પોલ્સ અત્યાર સુધી એમ સમજી રહી હતી કે ગાયબ થયેલી યુવતીઓને કોઈ રેકટમાં મોકલી દેવામાં આવી હશે પરંતુ મોહને જે કહ્યું તે સાંભળીને સૌના હોશ ગયા, મોહને ગાયબ થયેલી એ તમામ યુવતીઓની હત્યા કરી હોવાની વાત કાબુલી, શરૂઆતમાં તો મોહને 32 હત્યાઓ કરી હોવાની કબૂલાત કરી હતી પરંતુ પાછળથી તેને પોતાની જુબાની બદલી અને 20 હત્યાઓ કબૂલી.

Image Source

મોહને પોતાનો ગુન્હો કાબુલ કરતા પોલીસને જણાવ્યું કે તે એક ગરીબ પરિવારનો યુવક હતો અને તે લગ્ન માટે દહેજ આપી શકે તેમ નહોતો જેના કારણે જે યુવતીઓના લગ્ન નહોતા થતા એવી યુવતીઓને તે પોતાની પ્રેમજાળમાં ફસાવતો અને તેમને દહેજ વિના જ લગ્ન કરવાની લાલચ આપીને ઘરેથી ભગાવી લઈ જતો, લગ્ન કરવાના આગળના દિવસે જ તે યુવતીઓ સાથે મોહન સુહાગરાત મનાવતો અને બીજા દિવસે સવારે ગર્ભ નિરોધક ગોળી ખાવા માટે તે યુવતીને મનાવી અને ટોયલેટમાં મોકલી તેમની હત્યા કરતો હતો.

મોહન શાળામાં શિક્ષક તરીકે પણ નોકરી કરતો હતો જેના કારણે તેને સાઇનાઇટ વિશે પણ ખબર હતી, જેથી ગર્ભનિરોધક ગોળીની અંદર સાઇનાઇટ ઉમેરી દેતો, અને યુવતીઓ એ ગોળી ખાતા જ તરત મૃત્યુ પણ પામતી, મોહન એમના ઘરેણાં લઈને ત્યાંથી ફરાર થઇ જતો હતો.

Image Source

સાઇનાઇટ ખરીદવા માટે પણ મોહને જવેલરી શોપમાં કામ કરતા હોવાનું બહાનું બનાવ્યું હતું, કારણ કે ઘરેણાંની પોલીસ કરવા માટે સાઇનાઇટનો ઉપયોગ થાય છે અને સાઇનાઇટ કોઈ દવાની દુકાન ઉપર એમ જ આપવામાં નહોતું આવતું, જેથી જવેલરી શોપ ઉપર કામ કરવાનું જણાવી એક કેમિકલ ડીલર પાસેથી તેને સાઇનાઇટ ખરીદ્યું હતું.

પ્રેમજાળમાં ફસાવવા માટે મોહન પોતાનું નામ પણ યુવતીઓ આગળ બદલી દેતો હતો અને પોતાની અટક પણ યુવતીની અટક જ બતાવતો હતો જેના કારણે યુવતીઓ પ્રભાવિત થઇ જાય સાથે સાથે તે એક સરકારી નોકરી કરતો હોવાનું પણ યુવતીઓને જણાવતો જેથી યુવતીઓને તેની ઉપર વધારે વિશ્વાસ આવતો હતો. 2013માં મેંગ્લોર કોર્ટે 20 મહિલાઓની હત્યાના કેસમાં મોહનને સજા સંભળાવી હતી, આ બધામાં એક ખાસ વાત એ પણ છે કે મોહન પોતાનો કેસ પોતાની જાતે જ લડી રહ્યો છે.