ખબર

આપણા દેશમાં હવે બીજી લહેર આટલા દિવસમાં થઈ જશે ખતમ, જાણો વિગત

કોરોનાની બીજી લહેરનો સામનો હાલ સમગ્ર દેશ કરી રહ્યો છે, તેવામાં હાલ એક રાહતના સમાચાર સામે આવ્યા છે. થોડા સમય પહેલા સતત 4 લાખ કે તેનાથી વધુ કેસ સામે આવતા હતા અને તે બાદ થોડો ઘટાડો નોંધાયો હતો. જો કે, આ દિવસોમાં નોંધાતા કેસમાં પહેલા કરતા ઘટાડો નોંધાયો છે.

દેશમાં હવે કોરોનાની બીજી લહેર પીક પોઇન્ટ પર આઇ ગઇ છે અને ફેબ્રુઆરી 2021થી એપ્રિલ 2021 સુધી રોજ 4 લાખથી વધુ લોકો પોઝિટિવ નીકળતા હતા અને 9મે બાદ ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે હવે કોરોનાની બીજી લહેર કયારે ખત્મ થશે.

આ બાબતે સફદરજંગ હોસ્પિટલના કોમ્યુનિટી મેડીસીન વિભાગના પ્રોફેસર અને ડોક્ટર જુગલ કિશોરે કહ્યુ હતુ કે, દેશમાં બીજી લહેરનો પીક કે ઉચ્ચતમ સ્તર હવે ખત્મ થઇ ચૂક્યુ છે. પરંતુ રાજય સ્તર પર પૂરી રીતે સમાપ્ત થયુ નથી. તેમના અનુસાર, કેટલાક રાજયોમાં બીજી લહેરનો પીક જઇ ચૂક્યો છે અને કેટલાક રાજયોમાં હજી પણ આવવાનો બાકી છે.

રાષ્ટ્રીય સ્તર પર કહી શકાય કે આ દોર હવે નીકળી ચૂક્યો છે, જો કે ખતરો હજી પણ યથાવત છે. તેમણે કહ્યુ કે, બધાએ કોરોનાના નિયમોનું પાલન કરવુ પડશે તેમજ વગર કામનું ઘરેથી બહાર નીકળવાનુ પણ બંધ કરવુ પડશે તેમજ તેમણે કહ્યુ કે વેક્સિનની જો કમી નહિ થાય તો આપણે જલ્દી જ કોરોનાને હરાવી દઇશું.