ખબર

ગુજરાતના વૈજ્ઞાનિકોએ બનાવ્યો એવો માસ્ક, જે ખતમ કરી નાખે છે કોરોનાને, ગર્વ થાય એવી બાબત

દુનિયભરમાં ફૅલાયૅલા કોરોના વાયરસને રોકવા માટેનો ઉપાય દુનિયાભરના વૈજ્ઞાનિકો શોધી રહ્યા છે ત્યારે હજુ સુધી આ વાયરસને રોકી શકાય એવી એકપણ દવા મળી નથી, પરંતુ ગુજરાતના વૈજ્ઞાનિકોએ એક એવું માસ્ક બનાવ્યું જેના દ્વારા કોરોના વાયરસને સંપર્કમાં આવતાની સાથે જ ખતમ કરી દે છે.

Image Source

ગુજરાતના ભાવનગરમાં સ્થિત કેન્દ્રીય નમક અને સમુદ્રી રસાયણ અનુસંધાન સંસ્થા (CSMCRI)ના વૈજ્ઞાનિકો એક અનોખો ફેસ માસ્ક વિકસતી કર્યો છે જે આ વાયરસને સંપ્રકમાં આવવા ઉપર તેને નષ્ટ કરી શકે છે. સીએસએમસીઆરઆઈ ના વિજ્ઞાનિકોએ જણાવ્યું હતી કે: “આ માસ્કના ભાર રહેલી કાણાંવાળી જાળી સંશોધિત પોલીસફોન મટિરિયલથી બનાવવામાં આવી છે. જેમાં જાડાઈ 150 માઈક્રોમીટર છે અને આ મટીરીયલ 60 નેનોમીટર અથવા તેનાથી અધિક વ્યાસ ના કારણે તે કોઈપણ વાયરસને સમાપ્ત કરી શકે છે. કોરોના વાયરસનો વ્યાસ 80-120 નેનોમીટર વચ્ચેનો છે.

Image Source

જો આ માસ્કને મંજૂરી મળી જાય છે તો કોરોના ગ્રસ્ત લોકો અને સારવાર કરતા ડોકટરો માટે તે ખુબ જ ફાયદાકારક છે. આ માસ્ક દ્વારા કોરોના સાથે સંકળાયેલા ઘણા લોકોને મોટો ફાયદો મળશે, આ માસ્કની એ ખાસિયત પણ છે કે તેને ધોઈને બીજીવાર ઉપયોગમાં પણ લઇ શકાય છે. બીજા મસ્ક કરતા આ મસ્ક ખુબ જ સસ્તો પણ છે જે 50 રૂપિયા કરતા પણ ઓછી કિંમતમાં બજારમાં મળી રહેશે.

તમને જાણીને નવાઈ લાગશે પરંતુ આ માસ્ક N-95 માસ્ક કરતા પણ આ માસ્ક વધારે કારગર સાબિત થશે. સીએસએમસીઆરઆઈના મેમ્બ્રેન સાયન્સ એન્ડ સેપરેશન ટેક્નોલોજી વિભાગના પ્રમુખ ડો. વી.કી.શાહી ના જણાવ્યા પ્રમાણે “આ પ્રકારનો માસ્ક વિકસિત કરવાનો વિચાર જ પોતાની જાતમાં એક નવો વિચાર છે. તેની બહારની પરત વાયરસ, ફંગ અને બેક્ટરિયા પ્રતિરોધક છે. તેનો મતલબ છે કે આની બહારની પરતના સંપર્કમાં આવતા જ કોઈપણ રોગજનક સૂક્ષ્મજીવ નષ્ટ થયો જાય છે. એ રીતે જોઈએ તો N-95થી પણ વધારે કારગર સાબિત થશે.

Image Source

ડો. શાહીએ જણાવ્યું હતું કે આ મસ્કને બનાવવામાં 25થી 45 રૂપિયા સુધીનો ખર્ચ આવે છે. જે બીજા માસ્કની તુલનામાં ઘણો જ ઓછો છે. થોડા જ દિવસમાં આ મસ્ક માટેની મંજૂરી મળી જતાં તે બજારમાં પણ મુકવામાં આવશે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.