ખબર

30 નવેમ્બર સુધીમાં ગાડી ખરીદો, SBIની આ સ્કીમ અંતર્ગત મળશે મોટું ડિસ્કાઉન્ટ

જો તમે નવી કાર ખરીદવાનો પ્લાન કરી રહયા છો કે પછી પોતાની કાર બદલવાનો પ્લાન કરી રહયા છો તો ભારતીય સ્ટેટ બેન્ક (SBI) તમારા માટે કાર ખરીદવા માટે એક ખૂબ જ જોરદાર ઓફર લઈને આવ્યું છે. જો તમે SBIની એપ્લિકેશન એટલે કે SBI YONO દ્વારા Ford કે Hyundaiની ગાડી બુક કરવો છો તો તમને ગાડીની ખરીદી પર મોટી છૂટ મળી શકે છે, જે 5 લાખ રૂપિયા સુધીની હોઈ શકે છે.

Image Source

જો તમે SBI YONO દ્વારા Ford freestyle બુક કરો છો તો તમે જીતી શકો છો 50 ટકા સુધીનું કેશબેક, એસબીઆઈ તમને 50 ટકા કેશબેક જીતવાની તક આપી રહ્યું છે. જો તમે Ford Ecosport બુક કરો છો તો તમને 57,400 રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ અને 8536 રૂપિયાની એક્સેસરીઝની ઓફર પણ મળી રહી છે.

Image Source

આ સિવાય જો તમારે Hyundai Creta 1.6 ખરીદવી છે તો પણ તમે SBI ની આ સ્કીમનો ફાયદો ઉઠાવી શકો છો. આ ઓફર માત્ર 30 નવેમ્બર 2019 સુધી જ સીમિત છે.

Image Source

આ ઓફરનો લાભ લેવા માટે તામર સૌથી પહેલા SBI YONO એપ્લિકેશ પર લોગીન કરવું પડશે. એ પછી ઓટોમોબાઇલ સેક્શન પર જાઓ અને એમાં તમને ઘણી કારોની ડીલ્સ જોવા મળશે એમાં જ તમને ઉપરોક્ત જણાવવામાં આવેલી ગાડીઓની ફરી પણ જોવા મળશે. બસ ત્યાંથી જ તમે આ ઓફરનો લાભ લઇ શકો છો.

જો તમે ગાડી ખરીદવા માટે SBIમાંથી લોન લેવા માટે અરજી કરો છો તો પણ તમારે કોઈ પોસેસિંગ ફી નહિ આપવી પડે, અને સાથે જ ઓટૉલોનના વ્યાજ પર પણ 0.25 ટકાની છૂટ પણ મળી શકશે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.