ખબર

1 નવેમ્બરથી બદલાઇ જશે આ નિયમ, SBIના 42 કરોડ ગ્રાહકો મોટો ઝટકો, જાણો વિગત

દેશની સૌથી મોટી ગવર્મેન્ટ બેંક મતલબ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ગ્રાહકોને 1 નવેમ્બરથી મોટો આંચકો લાગવાનો છે. જે લોકોએ ફિક્સ ડિપોઝીટ મુકવા જઈ રહ્યા છે એમના માટે ખરાબ સમાચાર છે.બેન્કના સેવિંગ ખાતા પરનું વ્યાજ ઘટાડશે. આવી સ્થિતિમાં, જો તમે એસબીઆઇ ખાતામાં પૈસા પણ રાખ્યા છે, તો તેના પરનું વ્યાજ ઓછું થઈ જશે.


હાલમાં RBI દ્વારા ઓક્ટોબરમાં થયેલ નાણાકીય નીતિ સમીક્ષા બેઠકમાં રેપો રેટ ઘટાડ્યા બાદ SBIએ પણ FD એટલે કે ફિક્સ ડિપોઝીટ પરના વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે, SBI ગ્રાહકોના બચત ખાતામાં 1 લાખ રૂપિયા સુધીની જમા રકમ પર વ્યાજ દરમાં 0.25%નો ઘટાડો કરવા જઈ રહી છે.

હવે આ રકમની બચત પર મળતો વ્યાજ દર 3.50%થી ઘટીને 3.25% થઈ જશે. એટલે કે, 1 નવેમ્બરથી તમને તમારી બચત પર ઓછો ફાયદો મળશે આ રેટ 6.50%થી ઘટીને 6.40% કરવામાં આવ્યો છે. SBIમાં 2 કરોડ રૂપિયાથી ઓછી ડિપોઝિટવાળી FDને રિટેલ FD કહેવામાં આવે છે.


કંપનીઓ ગ્રાહક પાસેથી MDR ચાર્જ વસૂલશે નહિ:
તાજેતરમાં, સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ એક નિર્દેશ જારી કર્યો હતો જેમાં કહ્યું કે 1 નવેમ્બરથી વેપારીઓ ડિજિટલ ચુકવણી લેવાનો ઇનકાર કરી શકશે નહીં. નવા નિયમ મુજબ વેપારી અને ગ્રાહકો પાસેથી 1 નવેમ્બરથી વેપારી ડિસ્કાઉન્ટ દર લેવામાં આવશે નહીં.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.