ખબર

જો તમારું ખાતું આ બેંકમાં હોય તો ૨૮ ફેબ્રુઆરી સુધી કરી લો આ કામ, નહીં તો બંધ થઈ શકે છે તમારું ખાતું

જો તમારું ખાતું સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની કોઈ પણ બ્રાન્ચમાં હોય તો તમારી માટે આ ન્યુઝ બેહદ જરૂરી છે. જો તમે હજુ સુધી kyc નથી કરાવ્યું તો જલ્દી કરાવી લો નહીં તો તમારું એકાઉન્ટ બંધ થઇ શકે છે.

Image Source

સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ તેની kycની પ્રકિયા પુરી કરવા માટેની ડેડલાઈન આપી દીધી છે. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ આ પ્રક્રિયા પુરી કરવા માટે 28 ફેબ્રુઆરી 2020 નક્કી કરી છે. બેંકે તેના ગ્રાહકોને એસએમએસ મોકલીને કહ્યું છે કે, 28 ફેબ્રુઆરી 2020 સુધીમાં kycની પ્રક્રિયા પુરી કરી લો. 28 ફેબ્રુઆરી સુધી kyc કરેલું નહીં હોય તો કોઈ પણ ટ્રાન્જેક્શન નહીં થાય. જણાવી દઈએ કે, આરબીઆઇએ બધી જ બેંકમાં કેવાયસી જરૂરી બનાવી દીધું છે.


એસબીઆઈની વેબસાઈટ મુજબ, કેવાયસી માએ ગ્રાહકોએ કોઈપણ એક આઈકાર્ડ જેમકે, આધાર કાર્ડ, પાસપોર્ટ, ડ્રાયવીંગ લાયસન્સ, નરેગા કાર્ડ, વોટર આઈડી કાર્ડ વગેરેનો સમાવેશ થા છે. તો એડ્રેસ પ્રુફ માટે ટેલિફોન બિલ, લાઈટબિલ, બેન્ક પાસ બુક, રેશન કાર્ડ, ક્રેડિટ કાર્ડ સ્ટેટમેંટ, સ્કૂલ કોલેજ દ્વારા આપવામાં આવેલા આઈકાર્ડ એડ્રેસ પ્રુફ તરીકે લઇ શકાશે.

Image Source

kyc એટલે કે નો યોર કસ્ટમર એટલે કે ગ્રાહકને જાણો. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા સંચાલિત આ એક જાણવાની પ્રક્રિયા છે. જેની મદદથી બેન્ક અને અન્ય સંસ્થાઓ તેના ગ્રાહકોને સારી રીતે જાણી શકે છે.

જો તમે બ્રાન્ચમાં જવા નથી માંગતા તો આરબીઆઈ તમને ઘર બેસીને kyc કરવાની સુવિધા આપે છે. આરબીઆઈએ હાલમાં જ કરેલા kycના નિયમના બદલાવ મુજબ આધાર બેસ્ડ વિડીયો કસ્ટમર આઇડેન્ટિફિકેશન પ્રોસેસને મંજૂરી આપવામાં આવી છે.

Image Source

આ સુવિધા દૂરના વિસ્તારમાં રહેલા ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટના અધિકારી અથવા પાન અને આધાર કાર્ડથી જોડાયેલા સવાલથી જ ગ્રાહકોની ઓળખાણ થઇ જશે. વિડીયો કોલનો વિકલ્પસંબંધિત બેન્ક અથવા સંસ્થાના ડોમેન પર જ મળશે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.