લોકોએ એકબીજાના હાથ પકડીને બનાવી હ્યુમન ચેન અને બચાવ્યો નિર્દોષ પ્રાણીનો જીવ, વીડિયો થઇ ગયો વાયરલ

સોશિયલ મીડિયા પર તાજેતરના દિવસોમાં ઘણા એવા વીડિયો જોવા મળી જાય છે. જેમાના અમુક ફની, અમુક પ્રેરણાત્મક તો અમુક એવા બહાદુરી ભરેલા હોય છે કે જેને જોઈને કોઈ પણ હેરાન થઇ જાય. ઇન્ટરનેટ પર લોકો આવી બહાદુરીની પ્રશંસા કરતા થાકતા નથી, આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે જ્યા અમુક લોકોએ પોતાનો જીવ જોખમમાં મૂકીને એક શ્વાનનો જીવ બચાવ્યો હતો.


વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે એક શ્વાન નહેરમાં ફસાઈ જાય છે, નહેરમાં પાણી ખુબ જ ઝડપી વહી રહ્યુ છે. શ્વાનને નહેરમાં ફસાયેલો જોઈને એક વ્યક્તિ દીવાલ પરથી ધીમે ધીમે સરકતા પાણીમાં ઉતરે છે અને પોતાનો જીવ જોખમમાં મૂકીને પાણીમા ઉતરીને ધીમે ધીમે આગળ વધે છે અને શ્વાન પાસે પહોંચી જાય છે. એવામાં તે શ્વાનને તો બચાલી લે છે પણ તેને ઉપર કઈ રીતે લાવવો ! એવામાં ત્યાં હાજર અન્ય લોકો પણ ત્યાં પહોંચી જાય છે અને એકબીજાના હાથ પકડીને હ્યુમન ચેન બનાવે છે,એક પછી એક ઘણા લોકો હ્યુમન ચેન સાથે જોડાવા લાગે છે અને શ્વાનને નહેરમાંથી બચાવવાની કોશિશ કરે છે.દરેક લોકો મળીને શ્વાનને સલામત રીતે નહેરમાંથી બહાર કાઢવામાં સફળ રહે છે.

સોશિયલ મીડિયા પર આ વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યો છે અને તેને અનેક પ્લેટફોર્મ દ્વારા શેર કરવામાં આવ્યો છે. મળેલી જાણકારીના આધારે આ બહાદુરી ભરેલો વીડિયો કજાકિસ્તાનના અલ્માટી શહેરનો છે. વીડિયોને અત્યાર સુધીમાં બે કરોડથી પણ વધારે વાર જોવામાં આવી ચુક્યો છે.વીડિયો પર લોકો રીટ્વીટ પણ કરી રહ્યા છે. આ લોકોએ આવી બહાદુરી દેખાડીને લોકોનું દિલ જીતી લીધું છે. લોકો કમેન્ટ્સમાં આ ઉમદા કામની ખુબ પ્રશંસા કરી રહ્યા છે.

Krishna Patel