ખબર

વડોદરામાં મોક્ષી ગામના સરપંચે વિધવા ભાભીને મોઢે ડૂચો મારીને દુષ્કર્મ આચર્યું, ભાભી બેભાન થતા જ….

આજના સમયમાં ચોરી-લૂંટફાટ, હત્યા, બળાત્કાર વગેરે જેવા અપરાધો થતા જોવા મળે છે.ઘણા કિસ્સાઓમાં લોકો મહિલાઓને કામની અથવા લગ્નની લાલચ આપી જાળમાં ફસાવે છે અને મહિલાઓ પણ મજબૂરીને લીધે તેનો સ્વીકાર કરે છે અને પરિણામે મહિલાને દુષ્કર્મનો ભોગ બનવું પડે છે. આવી જ ઘટના વડોદરાના સાવલી તાલુકાના ભાદરવા ગામમાં બની છે.

વિધવા ભાભીને 3 હજાર રૂપિયાનું કામ આપવાની લાલચ આપીને દિયરે તેની સાથે બળજબરીથી શરીર સંબંધ બાંધ્યા હતા. ભાદરવા ગામમાં રહેતી વિધવા ભાભીના પતિની મોત અમુક મહિનાઓ પહેલા જ થઇ હતી. જેના બાદ તે પોતાની આજીવિકા પુરી કરવા માટે ગામની નજીક આવેલી એક કંપનીમાં સફાઇનું કામ કરતી હતી અને પોતાની અને પરિવારની રોજી રોટી પુરી પડતી હતી.

વિધવા ભાભીનો 43 વર્ષનો દિયર હસમુખ ગોરધનભાઈ મોકસી જે ગામમાં સરપંચના પદ પર કાર્યરત છે તેણે મોકો મળતા જ વિધવા ભાભીને સુનસાન જગ્યાએ જઈને પોતાની હવસ સંતોષી હતી. પોલીસના આધારે વિધવા ભાભી હંમેશાની જેમ તેનું સફાઈકામ કરીને ઘરે જઈ રહી હતી કે રસ્તામાં તેને દિયર મળી ગયો અને તેણે કહ્યું કે તે તેને અન્ય એક કામ અપાવશે અને બદલામાં તેને 3000 રૂપિયા મળશે. આ વાતમાં સહમત થતા વિધવા ભાભી તેની સાથે બાઈક પર બેસીને નીકળી ગઈ અને દિયર તેને પોઇચા ગામ તરફ સુનસાન રસ્તા પર લઇ જઈને હાથ પકડીને જાળીઓમાં ખેંચી ગયો હતો .

પ્રતિકાત્મક તસવીર

જેના બાદ દિયરે તેના મોઢામાં ડૂચો ભરાવી તેની સાથે દુષ્કર્મ કર્યું હતું, જો કે તે બાદ વિધવા ભાભી બેભાન થઇ જતા દિયર ત્યાંથી ફરાર થઇ ગયો હતો. ભાનમાં આવતા જ વિધવા ભાભીએ ભાદરવા પોલીસ સ્ટેશનમાં દિયરના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે તપાસ હાથ ધરી હતી. જેના બાદ વિધવા ભાભીને વડોદરાની હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવી હતી અને પોલીસ આગળની તપાસ કરી રહી છે.