મનોરંજન

સારા અને ઇબ્રાહિમના સ્ટાઈલિશ અવતારને જોઈને પાગલ થયા ચાહકો, માલદિવથી પરત આવતા થયા સ્પોટ

ક્યૂટ ભાઈ બહેનનો નવો સ્ટાઈલિશ અવતાર જોઈને દિલ ખુશ થઇ જશે, જુઓ

ફિલ્મ કેદારનાથ દ્વારા બોલીવુડમાં ડેબ્યુ કરી અને પ્રસંશા મેળવવાનારી અભિનેત્રી સારા અલી ખાન લાઇમ લાઇટમાં ખુબ જ છવાયેલી રહે છે. હાલમાં જ તે પોતાના પરિવાર સાથે માલદીવમાં રજાઓ મનાવવા માટે પહોંચી હતી, માલદિવથી સારાએ ઘણી તસવીરો પણ શેર કરી હતી જેને ઇન્ટરનેટ ઉપર ધમાલ મચાવી દીધી હતી.

Image Source

પરંતુ હવે સારા માલદિવનો આનંદ ઉઠાવીને પોતાના હોમ ટાઉનની અંદર પરત ફરી છે, ત્યારે સારા અને ઇબ્રાહિમનો સ્ટાઈલિશ લુક જોઈને ચાહકો પણ પાગલ થઇ રહ્યા છે. તેમની તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.

Image Source

પોતાના એથેલિક લુકના કારણે હંમેશા ચર્ચામાં રહેનારી સારા હંમેશા ફેશનેબલ લુકની અંદર જ જોવા મળે છે. એવું જ કંઈક ઉમાબાઈ એરપોર્ટ ઉપર પણ જોવા મળ્યું, જયારે સારા ઈન્ડિગો બ્લુ પ્લાઝો સૂટના કેજ્યુઅલ આઉટફિટમાં નજર આવી.

Image Source

સારાએ પોતાના રનવે લુક માટે વી શેપ વાળો કુર્તો અને મેચિંગ પ્લાઝો પહેર્યો હતો. જેની સાથે નો મેકઅપ લુકની અંદર તે ખુબ જ પ્રેમાળ લાગી હરિ હતી. સારાના આ કુર્તાની અંદર લહરીયા પ્રિન્ટ હતી, જેની અંદર બનેલું ડ્રાંસ્ટિંગ પેટર્ન ખુબ જ આકર્ષક હતું.

Image Source

એક તરફ જ્યાં સારા અલી ખાન પોતાના દેશી અવતારની અંદર ચાહકોને ઘાયલ કરવામાં કોઈ કસર બાકી નથી રાખી રહી ત્યાં તેનો ભાઈ ઈબ્રાહીમ પણ સફેદ ટી શર્ટ અને બ્લુ જોગર્સમાં ખુબ જ સ્માર્ટ લાગી રહ્યો હતો.

Image Source

ખુબ જ સાદાઈ ભરેલા તે છતાં પણ ખુબ જ આકર્ષકજ કપડામાં સારા અને ઇબ્રાહિમની સ્ટાઈલિશ તસવીરો જોતા એ કહેવું સહેજ પણ ખોટું નહિ ગણાય કે ભાઈ-બહેનની જોડી હંમેશા ચાહકોનું ધ્યાન ખેંચવામાં ખુબ જ સફળ રહે છે.