સારા અલી ખાન અને કાર્તિક આર્યનની આગામી ફિલ્મ ‘લવ આજકાલ-2’ આજકાલ ફેન્સના દિલ પર છવાયેલી રહી છે. બધા જ લોકો આ ફિલ્મનની આતુરતાપૂવઁક રાહ જોઈ રહ્યા છે. આ સાથે જ સારા અલી ખાન અને કાર્તિક ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. બંનેની તેની ફિલ્મનું પ્રમોશન જોરો શોરોથી કરે છે.
View this post on Instagram
હાલમાં જ સારા અલી ખાન તેની સાવકી માતા કરીના કપૂર સાથે ટોક શો ઈશ્કમાં નજરે આવી હતી. સારા અલી ખાન તેના ફિલ્મના પ્રમોશન માટે ત્યાં ગઈ હતી. સારા અલી ખાનની તસ્વીર સોશિયલ મીડિયામાં ઘણી વાયરલ થઇ રહી છે. આ સાથે જ કરીના કપૂરે પણ તેના ઇન્સ્ટાગ્રામમાં વિડીયો અને તસ્વીર શેર કરી છે.
View this post on Instagram
સારા અને કરીનાનો આ વિડીયો સોશિયલ મીડિયામાં બહુ જ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં બંને એક્ટ્રેસ શૂટિંગ ખતમ કરીને બહાર નીકળતી નજરે ચડે છે. આ વીડિયોમાં કરીના કપૂર અને સારા અલી ખાન એક બીજાને ગળે લગાડતી નજરે ચડે છે. સારા અલી ખાન અને કરીના કપૂરનો આ વિડીયો ઇન્ટરનેટ પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. ફેન્સ તેના પર કમેન્ટ પણ કરી રહ્યા છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વિડીયોને સેલેબ્રીટી પેજ-2ને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. વીડિયોમાં સારા અલી ખાન ચૈક શર્ટ અને સીમરી શોર્ટ્સમાં ઘણી ખુબસુરત લાગી રહી છે. તો કરીના કપૂર પિન્ક આઉટફિટમાં નજરે આવી રહી છે. કરીના કપૂર તેના લુકમાં ઘણી ગ્લેમરસ લાગી રહી છે.
View this post on Instagram
સારા અલી ખાનના વર્ક ફ્રન્ટની વાત કરવામાં આવે તો એક્ટ્રેસ સારા અલી ખાન ફિલ્મ ‘ લવ આજકાલ-2’માં નજરે આવશે. આ ફિલ્મમાં આ જોડી પહેલી વાર ઓનસ્ક્રીન રોમાન્સ કરતી નજરે ચડશે
View this post on Instagram
તો કરીના કપૂર છેલ્લે અક્ષય કુમાર સાથે ફિલ્મ ‘ગુડ ન્યુઝ’માં ધમાલ મચાવી હતી. આ ફિલ્મ બોક્સઓફિસ પર ધૂમ મચાવી હતી. કરીના કપૂર જલ્દી જ આમિર ખાન સાથે ફિલ્મ લાલ સિંહ ચડ્ડામાં નજરે આવશે.
View this post on Instagram
જણાવી દઈએ કે, આ પહેલા 2009માં આવેલી ફિલ્મ લવ આજકાલમાં સારાના પિતા સૈફ અલી ખાને રોલ નિભાવ્યો હતો. જેને દર્શકોએ ઘણો પસંદ કર્યો હતો. હવે તેની સિક્વલ તેની દીકરી એક્ટિંગ કરશે.
View this post on Instagram
હવે જોવાનું એ રહ્યું કે, શું સારા તેના પિતા સૈફ અલી ખાનની ફિલ્મની સિક્વલને ટક્કર આપે છે કે નહીં. આ ફિલ્મ 14 ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થશે.
View this post on Instagram
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.