મનોરંજન

સારા અલી ખાને તેની લવ લાઈફને લઈને શરમાતા-શરમાતા કહ્યું, હા હું પ્રેમ કરું છું અને … વિડીયો થયો વાયરલ

સારા અલિ ખાન આજકાલ તેની લવલાઈફને લઈને ચર્ચામાં આવી છે. થોડા સમય પહેલા કાર્તિક આર્યન સાથે તેના ઘણા ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. ત્યારે તે સમયે ખબર તે પણ આવી હતી કે બન્ને એકબીજાને ડેટ કરી રહ્યા છે. પરંતુ હજુ સુધી બન્નેમાંથી કોઈ એકે પણ આ મામલે મૌન તોડ્યું નથી. ત્યારે ફરી એક વાર તે લોકોએ એવું કામ કર્યું છે કે લોકોને લાગે છે કે બન્ને એકબીજાના પ્રેમમાં છે.

 

View this post on Instagram

 

#saraalikhan

A post shared by FilmPicZo (@filmpiczo) on

હાલમાં જ સારાએ ફેશનની દુનિયામાં કદમ મૂક્યું છે. દિલ્હીમાં આયોજિત ‘ઇન્ડિયા કુટુર વીક 2019’ સારા રેમ્પ પર તેનો ઝલવો દેખાડતી નજરે આવી હતી. આ દરમિયાન સારા સાથે કાર્તિક આર્યન પણ સાથે હતો. ત્યારે હાલમાં જ એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

આ વીડિયોમાં સારા અલીખાન પ્રેમ બાબતે જણાવે છે. વાયરલ થયેલા આ વિડીયોને સારા અલી ખાન ફેન્સ કલબે તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. વાયરલ થયેલા આ વિડીયોમાં જયારે સારા અલીખાનને પ્રેમને લઈને સવાલ કરવામાં આવે છે. ત્યારે સારા શરમાઈને જવાબ આપે છે. સારાએ ખુદ તેના પ્રેમને લઈને ખુલાસો કર્યો છે. આ વિડીયો એ તરફ ઈશારો કરે છે કે તેની જિંદગીમાં કોઈ ખાસે એન્ટ્રી લીધી છે.

સારાએ ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, પ્રેમનું મૂલ્ય નથી આંકી શકાતું. જયારે સારાને પૂછવામાં આવ્યું કે તેની લવ લાઈફ અને વર્ક લાઈફને કેવી રીતે સંકુલીત કરે છે. તેના જવાબમાં સારાએ કહ્યું હતું કે, ‘ મને કોઈ જરૂરત નથી પડતી’ સારા અલીખાનનો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જણાવી દઈએ કે સારાના વીડિયોથી ખબર પડે છે કે તે તેના પ્રેમનો એકરાર કરી રહી છે.

એક્ટ્રેસ સારા અલી ખાને કોફી વિથ કરણમાં જ ખુલાસો કર્યો હતો કે તે કાર્તિક આર્યન સાથે ડેટ પર જવાનું પસંદ કરશે. ત્યારબાદ ચારેતરફ કાર્તિક આર્યન અને સારા અલીખાન ચર્ચામાં રહ્યા છે.  બન્ને જલ્દી જ ઈમ્તિયાઝ અલીની ફિલ્મ ‘લવ આજકાલ-2’ માં નજરે આવશે.


Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks</a