ખબર મનોરંજન

સારા અલી ખાને ઉખાડાવ્યો દાંત, બધાને થાય છે દુખાવો પણ અભિનેત્રીની વીડિયો જોઇ તમે પણ હસવાનું રોકી નહિ શકો

બોલિવુડ અભિનેત્રી સારા અલી ખાન તેના અભિનયની સાથે સાથે તેના અંદાજ માટે પણ જાણીતી છે. સારા સોશિયલ મીડિયા પર સક્રિય રહે છે અને તે તેના ફની વીડિયો અને ડાન્સ શેર કરતી રહે છે. હાલમાં જ તેણે એક વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં તે ડેંટિસ્ટ પાસે પહોંચી છે. આ દરમિયાન સારા અલી ખાને વીડિયો બનાવીને તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કર્યો છે.

Image source

આ વીડિયો પોસ્ટ કરતા તેને કેપ્શનમાં લખ્યુ છે કે, નમસ્કાર દર્શકો જ્ઞાની દાંત બાય બાય. વીડિયોમાં સારા ઘણી નર્વસ લાગી રહી છે. તેણે કહ્યુ કે, દર્શકો માફ કરજો, હું સારી રીતે વાત કરી શક્તી નથી. મારા બધા જ વાક્યોમાં મને હસવું આવે છે. આપણા સાથે ડોક્ટર શેટ્ટી છે. જે આપણા જ્ઞાની દાંત હોય છે તેનું ઉદ્ઘાટન બોલવાની હતી પરંતુ તે સાચો શબ્દ નથી. ડોક્ટર રાજેશ શેટ્ટી જે ખૂબ જ સારા છે અને તે મારા દાંતને ઉખાડવાના છે.

સર્જરી બાદ સારા આ વીડિયોને પૂરો કરતા કહે છે કે,

Image source

નમસ્તે મિત્રો મારી સર્જરી થઇ ગઇ બધુ જ સારૂ છે, તમારો ધન્યવાદ ડોક્ટર શેટ્ટીજી.

સારા અલી ખાનના વર્કફ્રન્ટની વાત કરીએ તો, તે કુલી નંબરમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં તે વરૂણ ધવન સાથે જોવા મળી હતી. તેણે બોલિવુડમાં ફિલ્મ કેદારનાથથી ડેબ્યુ કર્યુ હતું. આ ફિલ્મમાં તેની સાથે સુશાંત સિંહ રાજપૂત હતા.

સારા અલી ખાન આનંદ એલ રાયની ફિલ્મ અતરંગી રેમાં જોવા મળશે. આ ફિલ્મમાં અક્ષય કુમાર અને ધનુષ પણ મહત્વની ભૂમિકામાં છે.

 

View this post on Instagram

 

A post shared by Sara Ali Khan (@saraalikhan95)