મનોરંજન

સારા અલી ખાને રણવીર સિંહ સાથે ‘ આંખ મારે’ ગીત પર લગાવ્યા ઠુમકા, 10 તસ્વીર થઇ વાયરલ

રવિવારની રાતે મુંબઈમાં સ્ટાર સ્ક્રીન એવોર્ડ 2019નું આયોજન કરવામાં આવ્યું હતું. આ એવોર્ડમાં બોલીવુડના બધા સિતારાઓએ હાજરી આપી હતી.

આ એવોર્ડ સેરેમનીમાં સારી ફિલ્મો પ્રદર્શિત કરનાર સેલેબ્સને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સાથે જ સારી ફિલ્મોને પણ એવોર્ડ આપવામાં આવ્યો હતો.

આ ખાસ મૌકા પર બૉલીવુડ સેલેબ્સ પર રેડ કાર્પેટ પર તેને જલવો વિખેરતા નજરે આવ્યા હતા. આ એવોર્ડ ફંક્શનમાં ગલી બોય, વોર અને આર્ટિકલ 15ને સૌથી વધુ એવોર્ડ મળ્યા હતા. આ ફંક્શનમાં બધા સેલેબ્સનો કંઈક અલગ અંદાજ જોવા મળ્યો હતો.

આ એવોર્ડમાં સારા અલી ખાન, રણવીર સિંહ અને શાહિદ કપૂર રેડ કારપેટ પર એટેંશનમાં રહ્યા હતા. જયારે રેડ કાર્પેટ પર સારા અલી ખાન અને શાહિદ કપૂર વાતો કરી રહ્યા હતા ત્યારે રણવીર સિંહે બંનેની મજાક કરી લીધી હતી.


બીજી તરફ સારા અલી ખાને પણ ખાસ રીતે રણવીર સાથે પોઝ આપ્યો હતો. આ બંનેની કેમેસ્ટ્રી લોકોને બહુજ પસંદ આવી હતી.

રણવીર તેના અનોખા અંદાજને લઈને જાણવામાં આવે છે. એવોર્ડ ફંકશનમાં પણ તે અનોખા અંદાજમાં જોવા મળ્યો હતો. રણવીર સિંહ સીમ્બાની કો એક્ટ્રેસ સારા અલિ ખાન સાથે રેડ કાર્પેટમાં જોવા મળ્યો હતો.

સારા અને રણવીર સિંહે ‘સિંઘમ’ના ગીત પર ‘આંખ મારે’ પર ડાન્સ કરતી જોવા મળી હતી. તો રણવીર અને સારાની મસ્તી કરતા અંદાજમાં તસ્વીર વાયરલ થઇ રહી છે.

શાહિદ અને રણવીર સાથે તસ્વીર જોયા બાદ લોકોને એમ થતું હશે કે,આ બંને પણ એક સાથે ફિલ્મમાં જોવા મળે. સારાએ સિલ્વર ટ્યુબ વન પીસ ડ્રેસની સાથે હાઈ હિલ્સ અને મેકઅપની સાથે ખુબસુરત લાગી રહી હતી. સારાને કેદારનાથ માટે કોસ્ટ પ્રોમિસિંગ એકટર એવોર્ડ મળ્યો હતો.

તો રણવીર સિંહ પેન્ટ શર્ટ લુકમાં કંઈક અલગ જ નજરે આવતો હતો. શાહિદ કપૂર જેબ્રા પેન્ટ શૂટમાં નજરે આવ્યો હતો.સારાએ હજુ થોડા સમય પહેલા જ બોલીવુડમાં ડેબ્યુ કર્યું છે.

સારાએ કેદારનાથ અને સિમ્બા આ બંને ફિલ્મમાં જ કામ કર્યું છે, પરંતુ તેની એક્ટિંગના કારણે લોકોના દિલમાં જગ્યા બનાવી લીધી છે.

જણાવી દઈએ કે, ઓન સ્ક્રીન સારા અને રણવીરની જોડી સુપરહિટ રહી છે, ત્યારે હવે લોકો રાહ જોઈ રહ્યા છે કે, શાહિદ અને સારાની જોડી કયારે જોવા મળશે.

હાલ તો રણવીર, સારા અને શાહિદની તસ્વીરો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by CineRiser (@cineriserofficial) on

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.