મનોરંજન

રેસ્ટોરન્ટની બહાર ભાઈ ઇબ્રાહિમને બચાવતી જોવા મળી સારા અલી ખાન, લોકોએ કહ્યું “સિમ્બા ગર્લ”

લાડલા ભાઈ જોડે આટલા હોટ કપડાં પહેરીને જોવા મળી સારા અલી ખાન, ચાહકો ઘાયલ થઇ ગયા જુઓ તસવીરો

અભિનેતા સૈફ અલી ખાનની પહેલી પત્ની અમૃતા સિંહની દીકરી સારા અલી ખાન અને તેનો દીકરો ઇબ્રાહિમ પણ હંમેશા લાઇમ લાઇટમાં છવાયેલા રહેતા હોય છે. સારા અલી ખાને પોતાની ફિલ્મી સફર પણ શરૂ કરી દીધી છે અને છેલ્લે તે “કુલી નં.1″માં પણ નજર આવી ચુકી છે. સારાના અભિનયને પણ ઘણા લોકો પસંદ કરે છે ત્યારે સારા અને ઇબ્રાહિમ હાલ એક જગ્યાએ સ્પોટ થયા હતા જેની ઘણી તસવીરો સોશિયલ મીડીયમાં વાયરલ થઇ રહી હતી.

સારા અને ઇબ્રાહિમ વચ્ચે ખુબ જ સારું બોન્ડિંગ પણ જોવા મળે છે. તે બંને અવાર-નવાર સાથે આઉટિંગ ઉપર અને વેકેશન માણવા માટે પણ જાય છે.

હાલમાં જ વિકેન્ડ ઉપર બંને ભાઈ બહેન એક રેસ્ટોરન્ટની અંદર ડિનર કરવા માટે પહોંચ્યા હતા. બંને જયારે રેસ્ટોરન્ટની બહાર નીકળતા હતા, તે દરમિયાન જ તેમની તસવીરો કેમેરામાં કેદ થઇ ગઈ, જે હાલ ઇન્ટરનેટ ઉપર છવાયેલી છે.

લુકની વાત કરવામાં આવે તો સારા નોટોડ ક્રોપ ટોપ અને પ્લાંજોમાં ખુબ જ સ્ટાઈલિશ દેખાઈ રહી હતી. તેને પોતાના લુકને ઓછા મેકઅપ અને ખુલ્લા વાળ સાથે કમ્પ્લીટ કર્યો હતો.

તો ઇબ્રાહિમ પણ ટી-શર્ટ અને રિપ્ડ જીન્સમાં ખુબ જ હેન્ડસમ દેખાઈ રહ્યો હતો. કોરોનાના ડરના કારણે બંનેએ ચહેરા ઉપર માસ્ક પણ લગાવી રાખ્યું હતું.

જેવા જ સારા અને ઇબ્રાહિમ રેસ્ટોરન્ટની બહાર નીકળ્યા લોકોની ભીડે તેમને ઘેરી લીધી હતી. આ દરમિયાન બંને એકબીજાને પ્રોટેક્ટ કરતા જોવા મળ્યા હતા.

ભીડને જોઈને સારાએ તરત ઇબ્રાહિમનો હાથ પકડી લીધો હતો. તે ઇબ્રાહિમને પબ્લિકથી બચાવતા ગાડી સુધી લઇ ગઈ હતી. તો વચ્ચે વચ્ચે ઇબ્રાહિમ પણ સારાને સાચવતો જોવા મળ્યો હતો. ચાહકોને આ બંને ભાઈ બહેનનો પ્રોટેક્ટિવ નેચર ખુબ જ પસંદ આવી રહ્યો છે. એક યુઝર્સે તો કોમેન્ટમાં એમ પણ લખ્યું છે કે આને જોઈને તો મને મારી બહેનની યાદ આવી ગઈ.. “સારા કેટલી પ્રોટેક્ટિવ છે.”

સારાએ ફિલ્મ કેદારનાથથી બોલીવુડની અંદર ડેબ્યુ કરી દીધું છે. ત્યારે ઇબ્રાહિમ હજુ સુધી ફિલ્મોથી દૂર છે. તે પણ ખુબ જ આતુરતાથી ફિલ્મોમાં આવવાની રાહ જોઈ રહ્યો છે.