
ખુબ ઓછા સમયમાં ફેમસ થનારી અભિનેત્રી અને મૉડલ સારા અલી ખાન સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે. સારા મોટાભાગે પોતાના ફેન્સ માટે પોતાની લેટેસ્ટ તસ્વીરો અને વિડીયો પોસ્ટ કરતી રહે છે.

સારાએ અમુક સમય પહેલા જ બોલીવુડમાં ડેબ્યુ કર્યુ છે, પણ લોકોમાં તેની દીવાનગી કોઈ સુપરસ્ટારથી ઓછી નથી. તેની દરેક તસ્વીરો માટે ફેન્સ ખુબ આતુરતાથી રાહ જોતા હોય છે.જણાવી દઈએ કે સારા અલી ખાન અભિનેતા સૈફ અલી ખાન અને તેની પહેલી પત્ની અમૃતા સિંહની દીકરી છે.

સારા હાલના સમયમાં ન્યુયોર્કમાં વેકેશન એન્જોય કરી રહી છે. તે પોતાની એક મિત્ર સાથે ન્યુયોર્ક ફરવા માટે ગઈ છે. સારાનું એકાઉન્ટ પણ તેની ન્યુયોર્કની તસ્વીરોથી છવાઈ ગયું છે.

આ દરમિયાન તે પોતાની ન્યુયોર્ક ટ્રિપને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેયર કરી રહી છે. તસ્વીરોમાં સારા ખુબ જ ખુશ દેખાઈ રહી છે અને પિતાની મિત્ર સાથે મોજ મસ્તી કરતી નજરમાં આવી રહી છે.

સારા અલી ખાન વિશે કહેવામાં આવે છે કે તે નવાબની દીકરી હોવા છતાં પણ એક સાધારણ જીવન જીવે છે. સારાને એટલા માટે પણ લોકો વધારે પસંદ કરે છે કેમ કે તે સ્ટાર હોવા છતાં પણ સામાન્ય લોકોની જેમ જીવન જીવવામાં માને છે. મોટાભાગે તે એક સામાન્ય છોકરીની જેમ જ મોજ મસ્તી કરતી નજરમાં આવે છે.

સારાએ અત્યાર સુધી માત્ર બે જ ફિલ્મો સિમ્બા, અને કેદારનાથમાં કામ કર્યુ છે, બંને ફિલ્મો ખુબ જ હિટ સાબિત થઇ હતી. ફિલ્મમાં સારાના અભિનયને ખુબ જ સંદ કરવામાં આવ્યું હતું.

સારાએ હાલમાં જ ઈમ્તિયાઝ અલીની ફિલ્મનું ફર્સ્ટ શેડ્યુલ પૂર્ણ કર્યુ છે જેના પછી તે મીની વેકેશન મનાવવા ન્યૂયોક ગઈ છે. સામે આવેલી તસ્વીરોને જોઈને એ અંદાજો લગાવી શકાય છે કે સારા પોતાના વેકેશનને ખુબ સુંદર રીતે એન્જોય કરી રહી છે.

ઈમ્તિયાઝ અલીની ફિલ્મમાં સારા અલી ખાનની સાથે કાર્તિક આર્યન પણ નજરમાં આવી શકે તેમ છે. સારાની તસ્વીરોને જોઈને લાગી રહ્યું છે કે ન્યુયોર્ક તેના પ્રિય વેકેશન પ્લેસમાનું એક છે. સારાએ તસ્વીર શેયર કરતા કૈપ્શનમા લખ્યું કે,”સપનાના શહેરમાં માત્ર ફરી રહેલા”.

સારાએ પોતાની મિત્ર સાથેની તસ્વીર શેયર કરતા લખ્યું કે,”આ પૃથ્વી પરની મારી સૌથી બેસ્ટ જગ્યા તે છે જ્યાં હું તને જોઈ શકું”.

સારા પોતાની બેસ્ટ ફ્રેન્ડ સાથે સમય વિતાવતા ખુબ જ રિલેક્સ અને ખુશ દેખાઈ રહી છે. અમુક દિવસો પહેલા જ સારા એ વૉગ માટે ફોટોશૂટ કરાવ્યું હતું જે ખુબ વાઇરલ પણ થયું હતું.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks