મનોરંજન

બાળપણના ફોટોમાં પોઝ આપતી જોવા મળી, પટૌડી નવાબની શહેઝાદી- જુઓ સરસ મજાની તસ્વીરો

બોલિવુડ એક્ટ્રેસ સારા અલી ખાન સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. કોરોના વાયરસના કહેર વચ્ચે સમગ્ર દેશમાં લોકડાઉન લગાવવામાં આવ્યું છે.

તે સાથે જ બોલિવુડ કલાકરો પણ સેલ્ફ આઇસોલેશનમાં જોવા મળે છે. તે સાથે સ્ટાર્સ પોતાની એક્ટિવિટી કે જુના ફોટોઝ શેર કરે છે.

બોલિવુડની જાણીતી અભિનેત્રીએ સારા અલી ખાને પોતાના ફોટો અને વીડિયોને લઇને હંમેશા ચર્ચામાં બની રહે છે.

હાલમાં જ સારાએ પોતાના ઇનસ્ટાગ્રામ હેન્ડલ પર પોતાની બાળપણની ફોટો શેર કર્યા છે. આ તસ્વીરોમાં સારા તૈયાર થઇને પોઝ આપતી જોવા મળી રહી છે.

સારાની આ ફોટો ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહી છે. સારાનો બાળપણમાં જ અંદાજ સ્ટાઇલિશ હતો.

સારાએ ફોટો સાથે કેપ્શનમાં લખ્યું છે કે,’મેરે સપનો કી રાની, હંમેશા મેં હી થી’ સારાની આ ક્યુટ ફોટોના ખુબ જ વખાણ થઇ રહ્યાં છે.

સારાની આ ફોટો સાથે લખેલા કેપ્શનના તો હર કોઇ દિવાના થઇ રહ્યાં છે, ત્યાં બોલિવુડ એક્ટ્રેસ અન્નયા પાંડેએ કમેન્ટમાં લખ્યું છે કે,’લવિંગ ધિસ કેપ્શન…’

સારા અલી ખાનના ફોટો સાથે કેપ્શનની ખુબ જ ચર્ચા થઇ રહી છે. પરંતુ હકીકત પણ કંઇક એવી જ છે. જી હાં, સારા અલી ખાન પોતે પટૌડી નવાબ પરિવારની શહેઝાદી જ છે.

સારા અલી ખાનના વર્ક ફ્રંટની વાત કરીએ તો જલ્દી તે ફિલ્મ ‘કુલી નં-1’માં વરુણ ધવન સાથે જોવા મળશે.

ત્યાર બાદ ફિલ્મ ‘અંતરગી રે’માં અક્ષય કુમાર અને ધનુષ સાથે જોવા મળશે. જો કે ફિલ્મ ‘અંતરંગી રે’ 2021માં રિલિઝ થશે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.