અભિનેત્રી સારા અલી ખાન અને કાર્તિક આર્યનની મિત્રતા હાલના દિવસોમાં ખુબ ચર્ચામાં છે. બંન્નેની ઘણી તસ્વીરો અને વિડીયો ઇન્ટરનેટ પર વાઇરલ થતાં રહે છે.એવામાં તાજેતરમાં જ કાર્તિક આર્યને પોતાની સારા સાથેની તસ્વીર પોસ્ટ કરતા પોતાના રિલેશનને કાબુલ કર્યું છે.
જણાવી દઈએ કે ગઈકાલ 12 ઓગસ્ટના રોજ સારા અલી ખાને પોતાના 24 માં જન્મદિવસની ઉજવણી કરી હતી.આ મૌકા પર તેના નજીકના મિત્ર કાર્તિક આર્યન તેને મળવા માટે બેન્કોક પહોંચ્યા હતા.એવામાં કાર્તિકનું આવી રીતે અચાનક આવીને સારાને સરપ્રાઈઝ આપવી દરેક કોઈને પસંદમાં આવી રહ્યું છે.
View this post on Instagram
Rewrite the rules. In BOLD ✍🎤🛠 🖤🦕🤸🏻♂️#PUMADefy Trailblazer #DoYou @pumaindia
કાર્તિકે પોતાના ઇન્સ્ટાગ્રામ પર સારાના જન્મદિવસની ઉજવણીની તસ્વીર પોસ્ટ કરી છે. તસ્વીરને પોસ્ટ કરતા કાર્તિકે પોતાના મનની વાત પણ કહી દીધી છે.સોશિયલ મીડિયા પર બંનેની આ તસ્વીર ખુબ જ વાઇરલ થઇ રહી છે.
જણાવી દઈએ કે હાલ સારા બેન્કોકમાં પોતાની શૂટિંગમાં વ્યસ્ત છે.જન્મદિવસના મૌકા પર અભિનેતા વરુણ ધવન પણ હાજર રહયા હતા. કેમ કે હાલ સારા અને વરુણ ધવન ડેવિડ ધવનની ફિલ્મ કૂલી નંબર-1 રિમેકની શૂટિંગ કરી રહ્યા છે.
કાર્તિક આર્યને સારા સાથેની તસ્વીર પોસ્ટ કરતા લખ્યું કે,”હેપ્પી બર્થ ડે પ્રિંસેસ અને ઈદ મુબારક.આ વખતે માસ્ક વગર”. ઘણા દિવસોથી કેમેરાની નજરથી બચનારા સારા-કાર્તિકના રિલેશન પર ઉઠેલા સવાલો પર હવે બંન્નેએ પોતાની ચુપ્પી તોડી છે અને તસ્વીર દ્વારા એ કહી શકાય છે કે હવે બંન્નેએ પોતાના રિલેશનને જગજાહેર કરી દીધુ છે.
View this post on Instagram
Happy Birthday Princess @saraalikhan95 ❤️ And Eid Mubarak (this time without the mask )
તસ્વીરમાં સારા સિમ્પલ પણ સ્ટનિંગ અને સુંદર દેખાઈ રહી છે જયારે કાર્તિક પણ હંમેશાની જેમ હેન્ડસમ દેખાઈ રહ્યા છે.તસ્વીરમાં બંન્ને ખુબ જ ખુશ દેખાઈ રહ્યા છે.
જણાવી દઈએ કે અમુક સમય પહેલા સારા-કાર્તિકની તસ્વીર સામે આવી હતી જેમાં બંન્નેએ પોતાના ચેહરાને ઢાંકીને રાખ્યો હતો, પણ આ વખતે ચેહરો ઢાંક્યા વગર જ બંન્નેએ પોતાની તસ્વીર પોસ્ટ કરીને પોતાના રિલેશનને કબુલ કરી લીધો છે.
View this post on Instagram
આ સિવાય સારા-કાર્તિક જલ્દી જ ઈમ્તિયાઝ અલીની ફિલ્મ ‘લવ આજ કલ-2’ માં રોમાન્સ કરતા પણ નજરમાં આવી શકે તેમ છે જે 2009 માં આવેલી ફિલ્મ લવ આજ કલ ની સિક્વલ હશે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks