મનોરંજન

અરરરરર આવા કપડાં પહેરીને સપના ચૌધરીનો ઘરમાં પોતુ કરતી વીડિયો થયો વાયરલ

અત્યાર સુધી લોકોએ મશહૂર ડાંસર સપના ચૌધરીને સ્ટેજ પર ડાંસ કરતી જોઇ છે. પરંતુ હવે તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે સ્ટેજ પર ઠુમકા નહિ પરંતુ પોતુ મારતી જોવા મળી રહી છે. (Image Credit/Instagram-itssapnachoudhary)

મશહૂર ડાંસર સપના ચૌધરીના ડાંસના હજારો લાખો લોકો દીવાના હતા, જયારે તે ગીત પર ડાંસ કરે છે ત્યારે લોકો દિલ થામીને બેસે છે. સપનાનો દેશી અંદાજ બધાને રિજાવી લે છે. હવે તે દેશી અંદાજમાં ઘરમાં પોતુ કરતી જોવા મળી રહી છે.

સપના ચૌધરી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તે ઘણીવાર તેની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. હાલમાં જ તેણે એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે ઘરમાં સાફ સફાઇ કરતી જોવા મળી રહી છે.

આ વીડિયોની શરૂઆત સપનાના ગીતથી થાય છે. ટીવી સ્ક્રીન પર તેનું ગીત “ઘૂંઘરુ” પ્લે થઇ રહ્યુ છે. આનાથી ચાહકો અંદાજ લગાવી રહ્યા છે કે, અભિનેત્રી ઘરનું કામ કરતા કરતા તેનું ગીત એન્જોય કરી રહી છે.

સપનાનો આ વીડિયો ઘણો વાયરલ થઇ રહ્યો છે. આ સાથે જ લોકો અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. કોઇએ કહ્યુ વાહ. તો કોઇએ પૂછ્યુ કે, મેડ કયાં ગઇ લોકડાઉનમાં હટાવી દીધી ?

તમને જણાવી દઇએ કે, સપના ચૌધરીનું “ઘૂઘરુ” ગીત 20 એપ્રિલે રીલિઝ થયુ છે. આ ગીતને 73 લાખ 50 હજારથી વધુ લોકોએ જોયુ છે. આ ગીતમાં સપના સાથે વિવેક રાઘધવ જોવા મળી રહ્યા છે. આ ગીતના લિરિક્સ અમીન બારૂદીએ લખ્યા છે અને મશહૂર સિંગર યુકે હરિયાણવીએ તેનો અવાજ આપ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Sapna Choudhary (@itssapnachoudhary)