
તમને એ જાણીને નવાઈ લાગશે કે સિમસ ગામમાં એક દેવી મંદિરને લઈને એવી માન્યતા પ્રચલિત છે કે નિ:સંતાન મહિલાઓ જો અહીં જમીન પર સુવે છે તો તેઓને સંતાન સુખ પ્રાપ્ત થાય છે. નવરાત્રીના સમયે હિમાચલ, પંજાબ, હરિયાણા અને ચંદીગઢથી સેંકડો શ્રદ્ધાળુઓ અહીં પોતાની મનની ઈચ્છા પૂર્ણ કરવા માટે આવે છે. આ ચત્મકાર વૈજ્ઞાનિકોને પણ હેરાન કરી રહ્યું છે.

સંતાન-દાત્રી તરીકે પ્રચલિત આ મંદિર હિમાચલ પ્રદેશના સિમસ ગામમાં સ્થિત છે.જ્યા સીમસા માતાને માનવામાં આવે છે અને નિઃસંતાન મહિલાઓ અહીં જમીન પર સૂવાથી ગર્ભવતી થઇ જાય છે. જો કે મહિલાઓ સંતાન પ્રાપ્તિ માટે ન જાણે કેટ કેટલા કષ્ટોને ઉઠાવતી હોય છે, પણ અહીં માત્ર જમીન પર સુવાથી જ સંતાન સુખ પ્રાપ્ત થાય છે.

નવરાત્રીમાં અહીં મનોકામના માંગવા માટેનું ખાસ મહત્વ આપવામાં આવ્યું છે. આ દરમિયાન અહીં થનારા વિશેષ ઉત્સવને સ્થાનીય ભાષામાં ‘સલિન્દરા’ કહેવામાં આવે છે.સલિન્દરાનો અર્થ ‘સપના આવવા’ થાય છે. કહેવામાં આવે છે કે જે મહિલાઓ માતા સીમસા પ્રતિ મનમાં શ્રદ્ધા લઈને મંદિરમાં આવે છે દેવી માં સીમસા તેના સપનામાં માનવ સ્વરૂપે કે પ્રતીક રૂપમાં દર્શન આપીને સંતાન સુખનો આશીર્વાદ આપે છે.અહીં મહિલાઓ દિવસ-રાત જમીન પૂર સુવે છે.

લોકોનું માનવું છે કે માતા સીમસા સપનામાં મહિલાને ફળ આપે છે અને મહિલાઓ તે ફળ લે છે. તેનાથી એ સંકેત મળી જાય છે કે માતાએ સંતાનનો આશીર્વાદ આપી દીધો છે. માત્ર આટલું જ નહીં, આ ફળ થી એ વાતની પણ જાણ થાય છે મહિલાને સંતાન સ્વરૂપે છોકરો થાશે કે છોકરી.

જો કોઈ મહિલાને માતા દ્વારા સપનામાં જામફળ મળે છે તો તેને સંતાનના સ્વરૂપે છોકરો જન્મે છે, અને જો ભીંડો મળે છે તો મહિલાને દીકરીનો જન્મ થાશે. જો સપનામાં કોઈ ધાતુ, લાકડું કે પથ્થરની બનેલી કોઈ વસ્તુ પ્રાપ્ત થાય તો સમજવામાં આવે છે કે મહિલાને કોઈ સંતાન પ્રાપ્ત નહીં થાય. છતાં પણ જો મહિલા તે મંદિરથી નથી જાતિ અને તેના શરીરમાં ખંજવાળ અને લાલ ધબ્બા દેખાવા લાગે છે માટે મહિલાને મજબૂરીમાં ત્યાંથી જાવું જ પડે છે.

સંતાનપ્રાપ્તિ પછી લોકો પોતાનો આભાર પ્રગટ કરવા માટે પરિવાર અને સગા-સંબંધીઓ સાથે મંદિરમાં દર્શન કરવા જાય છે. આ મંદિર બૈજનાથ થી 25 કિલોમીટર તથા જોગીન્દ્ર નગરથી લગભગ 50 કિલોમીટર પર આવેલું છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks