ખબર

ખાવા માટે રોટલી નહતી, ઈન્ક્મ ટેક્સનો છાપો પડ્યો તો નીકળી 100 કરોડની માલકીન

મજૂરી કરતા આ બા ની ઘરે ઈન્કમ ટેક્સે રેડ પાડી તો નીકળી રૂપિયા 100 કરોડની માલકણ પછી અચાનક જ…

જયપુરમાં આયકર વિભાગને 100 કરોડની સંપત્તિની માલિકણ મળી છે. પરંતુ તે ઘર ચલાવવા માટે પાઈ-પાઈની મોહતાજ છે. ઇન્કમટેક્સ વિભાગે જયપુર-દિલ્લી હાઇવે પર 100 કરોડથી વધારે કિંમતની 64 વીઘા જમીન મળી છે. જેની માલિકણ એક આદિવાસી મહિલા છે.આદિવાસી મહિલાને તે પણ ખબર નથી કે,આ જમીન તેને ક્યારે ખરીદી છે અને ક્યાં ખરીદી છે. હાલ તો આયકર વિભાગ દ્વારા આ જમીનને પોતાના કબ્જામાં લઇ લીધી છે.

Image Source

જયપુર- દિલ્લી હાઇવે પર દંડ ગામ પાસેની જમીનમાં ઈન્કમટેકસના અધિકારીઓએ બેનર લગાવી દીધું છે કે,બેનામી સંપત્તિના અધિનિયમ અનુસાર। આ સંપત્તિને બેનામી ઘોષિત કરવામાં આવે છે. સાથે જ ઇન્કમટેક્સ વિભાગઈ આ જમીનને પોતાના કબજમાં લઇ લીધી છે.

5 ગામની 64 વિઘાની જમીન પર બેનરમાં લખ્યું છે કે, આ જમીનની માલિકણ સંજુ દેવી મીણા છે. જે આ જમીનની માલિકણ ના હોઈ શકે. તેથી ઇન્કમટેક્સ દ્વારા આ જમીનને કબ્જામાં કરવામાં આવે છે. એક તપાસમાં ખબર પડી હતી કે,કુલ 36 હેકટર જમીન જુદા-જુદા 64 કાગળોના માધ્યમથી સંજુદેવીના નામથી ખરીદવામાં આવી હતી. પરંતુ તેનું 12.93 કરોડ રૂપિયા મુંબઈની મોટી કંપની ‘હેઝલનટ કંસ્ટ્રક્શનએ કર્યું હતું.

Image Source

ઇન્કમટેક્સ વિભાગને જાણકારી મળી હતી કે દિલ્લી હાઈવે પર દિલ્લી અને મુંબઇના ઉધોગપતિઓએ આદિવાસીઓના નામ પર જમીન ખરીદી છે. આ ફક્ત કાગળ ઉપર જ લેણદેણ છે. કારણકે આદિવાસીઓની જમીન ફક્ત આદિવાસીઓ જ ખરીદી શકે છે.

એક કાગળ પર ખરીદ્યા બાદ તે પોતાના લોકોના નામ પાવર ઓફ પેટરની સાઈન કરાવી લે છે. ત્યારબાદ આયકર વિભાગ દ્વારા તેના અસલી માલિકની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. ત્યારે ખબર પડી કે જમીનની માલિકણ રાજસ્થાનના સીકર જિલ્લાના દિપાવાસ ગામમાં રહે છે.

પહાડોની નીચે વસેલા આ ગામમાં પહોંચવું આસાન નથી. સંજુ દેવીના પતિના મોત  બાદ તેને કમાણીનું કોઈ સાધન રહ્યું ના હતું. ત્યારે બે દીકરીઓ ને 1 દીકરાના ભરણપોષણ માટે ખુદ મજૂરી કરે છે. સંજુ દેવી ખેતી  સિવાય દૂધ વહેચીંને ઘર ચલાવે છે.

Image Source

એક ઇન્ટરવ્યૂમાં સંજુ દેવી મીણાએ જણાવ્યું હતું કે, તેના પતિ અને સસરા મુંબઈમાં કામ કરતા હતા.તે દરમિયાન 2006માં જયપુરના આમેલ લઇ જઈને એક જગ્યા પર અંગુઠોલગાડવમાં આવ્યો હતો. પરંતુ તેના પતિ 12 વર્ષ પહેલા મૃત્યુ પામ્યા છે.

અને તે નથી જાણતી કે કઈ સંપત્તિ કોની પાસે છે. અને ક્યાં છે.પતિના મોટ બાદ કોઈ 5 હજાર રૂપિયા આપી જતું હતું. જેમાં તે અઢી હાજર તેની બેનને અને અઢી હજાર તે રાખતી હતી. પરંતુ ઘણા વર્ષોથી કોઈ પૈસા પણ નથી આવતા. મને તો આજે ખબર પડી કે મારી પાસે કેટલી સંપત્તિ છે.

ઇન્કમટેક્સના આ ખુલાસા બાદ આ વિસ્તારમાં હડકંપ મચી ગયો છે. કારણકે ગામ વાળનું કહેવું છે કે, કંપનીઓએ જમીન ખરીદી છે. એવું કહેવામાં આવે છે. પરંતુ કઈ કંપનીની જમીન છે તે જાણી નથી શકાતું.

Image Source

છેલ્લા ઘણા વર્ષોમાં આયકર વિભાગ દ્વારા 1400કરોડનું જમીન જપ્ત કરી છે. જેમાં 69 કેસમાં કોર્ટ ફેંસલો આપી જમીન પર ઇનામ ઘોષિત કરી સરકારને પરત આપી છે.