ફિલ્મી દુનિયા

સંજય દત્તના કેન્સરને લઈને આવ્યા સૌથી મોટા સમાચાર, હોસ્પિટલના રિપોર્ટમાં ખુલ્યું આ રાઝ

અભિનેતા સંજય દત્તને ગયા અઠવાડીએ શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાના કારણે હોસ્પિટલમાં ભરતી કરાવવો પડ્યો હતો. તેને કોરોના ટેસ્ટ માટે લીલાવતી હોસ્પિટલ લઇ જવામાં આવ્યો. તેનો કોરોના રિપોર્ટ તો નેગેટિવ આવ્યો પરંતુ બીજા જ દિવસે તેને કેન્સર હોવાની ખબરે ચાહકોને ચિંતામાં મૂકી દીધા.

Image Source

સંજય દત્તે પોતાના સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને કહ્યું હતું કે તે થોડા દિવસ માટે બ્રેક લઇ રહ્યો છે. રિપોર્ટ પ્રમાણે તેને સ્ટેજ 3 કેન્સર છે. પરંતુ હોસ્પિટલના સોર્સ દ્વારા ખબર આવી છે કે સંજયનું લંગ કેન્સર ત્રીજા નહિ પરંતુ ચોથા સ્ટેજ ઉપર પહોંચી ગયું છે.

Image Source

ફિલ્મફેયરના એક રિપોર્ટ પ્રમાણે સોર્સ દ્વારા એ વાતની ખાતરી કરવામાં આવી કે સંજયનું ઓક્સિજન લેવલ ખુબ જ ઓછું હતું. તેના ફેફસામાં ફ્લુઇડ જમા થઇ ગયું હતું. અને તેના કારણે તે શ્વાસ નહોતો લઈ શકતો. ફ્લુઇડ સેમ્પલને ટેસ્ટ માટે મોકલવામાં આવ્યો હતો અને ડોક્ટર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેને ટીબી અથવા કેન્સર હોઈ શકે છે.

સોર્સ દ્વારા બુધવારે આવેલા રિપોર્ટમાં કન્ફ્રર્મ થયું કે સંજય દત્તને ચોથા સ્ટેજનું લંગ કેન્સર છે. તો બુધવારે જ સંજયની પત્ની માન્યતા તરફથી એક સ્ટેટમેન્ટ આવ્યું હતું કે સંજુ ફાઈટર છે. તે જલ્દી જ ઠીક થઈનેઆવશે. આ બધા વચ્ચે કોઈપણ પ્રકારની અફવા ઉપર ધ્યાન ના આપવું.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.