મનોરંજન

સુશાંતને યાદ કરીને રડી પડી તેની છેલ્લી ફિલ્મની એક્ટ્રેસ સંજના, કહ્યું કે- હજુ તો ઘણું બાકી હતું

બૉલીવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મોતથી આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ દુઃખમાં છે. તમામ લોકોને વિશ્વાસ નથી આવતો કે સુશાંત આ દુનિયાને છોડીને જતો રહ્યો છે. આ વચ્ચે તેની છેલ્લી કો-સ્ટાર સંજના સાંધીએ એક વિડીયો શેર કર્યો છે. જેમાં તે એક્ટરને યાદ કરીને ભાવુક થઇ ગઈ છે.

જણાવી દઈએ કે, સંજના અને સુશાંત આવનારી ફિલ્મ ‘દિલ બેચારા’માં નજરે આવવાના હતા. સાંજનાએ આ વિડીયો શેર કરતા લખ્યું હતું કે, હજુ તો ઘણું બાકી છે સુશાંત ? તે મને થોડા દિવસમાં જ ઘણું શીખવી દીધું હતું. તેના માટે હું તમારી આભારી રહીશ.

એક્ટ્રેસે વધુમાં લખ્યું હતું કે, ‘મેં મારું વેબપેજ લગભગ 100 વખત રિફ્રેશ કર્યું કારણ કે મને ઉમ્મીદ હતી કે હું ખૂબ જ ખરાબ જોક વાંચી રહી છું. અમે આખરે અમારી ફિલ્મ જોવાના હતા. મારી પ્રથમ ફિલ્મ જોવા જઈ રહ્યા હતા અને મને કહ્યું હતું કે તમે માનો છો કે તે શ્રેષ્ઠ ફિલ્મ હશે. તમારી મુસાફરી દરમિયાન તમને કોઈક રસ્તો મળી ગયો અને તમે સેટની બીજી બાજુથી રાડ પાડવા લાગ્યા – રોકસ્ટાર, આટલું સારું અભિનય થોડો ક્રેઝી ન કરો.

 

View this post on Instagram

 

A post shared by Sanjana Sanghi (@sanjanasanghi96) on

સંજનાએ સુશાંતની યાદમાં લખ્યું, ‘ફિલ્મના પ્રોસેસ દરમિયાન દરેક નાની-મોટી બાબતો પર માર્ગદર્શન આપવા, મને સેટ પર મારી ઉર્જાના સંરક્ષણ વિષે જણાવવા માટે, આપણે કઈ રીતે ભારત જઈ શકીએ તેની ચર્ચા કરવા. બાળકો માટે ઉજ્જવળ શૈક્ષણિક ભવિષ્યનું નિર્માણ કરી શકે છે, તમે એક શક્તિ હતા અને તમે હંમેશા હશો.’

 

View this post on Instagram

 

A post shared by Sanjana Sanghi (@sanjanasanghi96) on

પોસ્ટના અંતમાં સંજનાએ લખ્યું હતું કે, “કાશ તમે અમને છોડીને ના ગયા હોત. તમારી પાસે લાખોનો દેશ છે, તમારી તરફ જોઈને તમારી તરફ હશે છે, તમારો આભારી છો. “