ખેલ જગત

આ છોકરા સાથે સાનિયા મિર્ઝાની બહેન પરણી ગઈ, જુઓ બધી તસવીરો

ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાની બહેન અનમ મિર્ઝાએ બીજા લગ્ન કર્યા છે. અનમ મિર્ઝાએ પૂર્વ ક્રિકેટર મોહમમ્દ અઝહરુદ્દીનના પુત્ર અસદુદ્દીન સાથે હૈદરાબાદમાં લગ્ન કર્યા હતા.

આ લગ્ન 11 ડિસેમ્બરના રોજ હૈદરાબાદમાં કરવામાં આવ્યા હતા. આ લગ્નમાં બંનેને નિકટના મિત્રો અને પરિવારજનો જ હાજર રહ્યા હતા.અનમ મિર્ઝાના લગ્નની તસવીરો #AbBasAnamHi હૈશટેંગ સાથે સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવી રહી છે.

સાનિયા મિર્ઝાએ પણ સોશિયલ મીડ્યામાં આ હેશટેગ સાથે તસ્વીરો શેર કરી હતી. અનમના લગ્નમાં સાનિયાનો અલગ જ અંદાજ જોવા મળ્યો હતો, પરંતુ તેનો પતિ શોએબ મલિક ક્યાંય પણ જોવા મળ્યો ના હતો.

સાનિયા મિર્ઝાએ અનમ મિર્ઝા અનેની નિકાહની અસદુદ્દીનના નિકાહની તસ્વીર શેર કરી હતી. આ દરમિયાન દુલ્હા-દુલહન બહુજ ખુબસુરત લાગી રહ્યા હતા. અનમ એથેનિક ડ્રેસમાં હેવી જવેલરી સાથે જયારે અસદુદ્દીન શેરવાનીમાં નજરે આવ્યો હતો.

બહેનના લગ્નમાં સાનિયા મિર્ઝા બહુજ ખુબસુરત નજરે આવી રહી હતી, આ દરમિયાન સાનિયા ટ્રેડિશનલ ડ્રેસમાં જોવા મળી હતી.

બહેનના લગ્ન પહેલા સાનિયાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં પ્રિ-વેડિંગ ઇવેન્ટની પણ તસ્વીર શેર કરી હતી. આ ઇવેન્ટમાં મેહદી અને અન્ય રસમ પણ હતી.

સોશિયલ મીડિયા વાયરલ થઇ રહેલી આ તસ્વીરમાં વધારે ફેન્સ સાનિયાને એક જ સવાલ પૂછી રહ્યા છે કે, લગ્નમાં તેનો પતિ શોએબ કેમ નથી જોવા મળતો? શોએબ ક્યાં છે ? શોએબ ફેમિલિ સાથે કેમ જોવા નથી મળતો ?

આ સવાલના હજુ સુધી સાનિયાએ જવાબ આપ્યા ના હતા. તે લગ્નનો આનંદ લેવામાં વ્યસ્ત છે. સાનિયા અને શોએબના નિકાહ 12 એપ્રિલ 2010ના રોજ હૈદરાબાદમાં થયા હતા, બંનેને એક વર્ષનો પુત્ર પણ છે, જેનું નામ ઈઝહાન મિર્ઝા મલિક છે.

જણાવી દઈએ કે, અનમના આ બીજા લગ્ન છે. અનમના પહેલા લગ્ન નવેમ્બર 2016માં હૈદરાબાદના બિઝનેસમેન અકબર રશીદ સાથે થયા હતા.

જેમાં ફિલ્મ જગતની ઘણી હસ્તીઓ શામેલ થઇ હતી.લગ્નના 2 વર્ષ બાદ બંને અલગ થઇ ગયા હતા. અનમ તેની બહેન સાનિયાની સ્ટાઇલિસ્ટ હોવાની સાથે-સાથે એક ફેશન આઉટલેટ પણ ચલાવે છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.