મનોરંજન

નિકાહ બાદ સના ખાન પોતાના પતિ સાથે પહોંચી રજાઓ મનાવવા, જોવા મળ્યો સનાનો આ ખાસ અંદાજ

જાણો ક્યાં હનીમૂન એન્જોય કરી રહી છે અભિનેત્રી સના

અભિનેત્રી સના ખાને ફિલ્મી દુનિયાને છોડીને ચાહકોને ચોંકાવી દીધા હતા અને એ છોડ્યા બાદ લગ્ન કરી અને ફરી ચાહકોને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. સના ખાનના લગ્ન ખુબ જ ચર્ચામાં રહ્યા તેને 20 નવેમ્બરના રોજ મૌલાના મુફ્તી અનસ સાથે લગ્ન કરી લીધા છે. લગ્ન બાદ તેમની ઘણી તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ પણ થઇ હતી, હવે સનાની રજાઓ માણવાની તસવીરો પણ વાયરલ થઇ રહી છે.

Image Source

સનાએ પોતાના અધિકૃત ઇન્સ્ટાગ્રામની સ્ટોરીમાં એરપોર્ટની એક તસ્વીર શેર કરી છે. તો ફલાઇટમાં બેઠા બાદ પણ એક તસ્વીર શેર કરી છે. જેની સાથે તેને કેપશનમાં લખ્યું છે: “શૌહર બેગમ ચલે”. ત્યારબાદ સનાએ કાશ્મીર પહોંચીને પણ કેટલાક વિડીયો શેર કર્યા છે. જેના દ્વારા તે જણાવી રહી છે કે આ સમયે તે કાશ્મીરમાં રજાઓનો આનંદ માણી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Voompla (@voompla)

સનાના બીજા પણ ઘણા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. જેને પણ તેના ચાહકો ખુબ જ પસંદ કરી રહ્યા છે. એક વિડીયોની અંદર સના પોતાના ચાહકોને કાશ્મીરની વાદીઓ બતાવતી જોવા મળી રહી છે. આ વીડિયોમાં તેનો પતિ અનસ પણ તેની પાછળ જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Voompla (@voompla)

સના ખાન સોશિયલ મીડિયા ઉપર પણ ખુબ જ એક્ટિવ રહે છે, તે પોતાના લગ્નની ઘણી તસવીરો સાથે પોતાના પતિ અનસ સાથેની પણ તસવીરો શેર કરતી રહે છે. થોડા સમય પહેલા તે બંને ડ્રાઈવ પર ગયા હતા તેનો પણ વિડીયો શેર કર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Sayied Sana Khan (@sanakhaan21)

આ પહેલા પણ સનાએ થોડા દિવસ પહેલા જ પોતાના પતિની નજર ગુજારતો એક વીડિયો પણ પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કર્યો હતો. જેમાં સના અને તેનો શૌહર એક બીજાની નજર ઉતરતા જોવા મળી રહ્યા હતા. સનાના આ વીડિયોને પણ તેના ચાહકોએ ખુબ જ પસંદ કર્યો હતો.