મનોરંજન

શું 55 વર્ષનો સલમાન ખાન 21 વર્ષ નાની એક્ટ્રેસ સાથે લગ્ન કરવા માંગે છે? જાણો લગ્નની વાત પર શું કહ્યું

તો શું 55 વર્ષની ઉંમરે સલ્લુ આની જોડે નિકાહ કરશે? જુઓ

સલમાન ખાન લગ્ન ક્યારે કરશે ? આ એક એવો સવાલ છે જેનો જવાબ ખુદ એક્ટર જ આપી શકે છે. સલમાન ખાન ઘણી વાર કહી ચુક્યો છે કે તે લગ્ન કરવાના મૂડમાં નથી,

પરંતુ આમ છતાં પણ તેનો આ સવાલ તેન પીછો છોડતો નથી. સલમાન ખાનના રિયાલિટી શો બિગબોસ-14ના વિકેન્ડ કા વારમાં સલમાનને લગ્નને લઈને હિના ખાને સવાલ પૂછ્યો હતો.

રવિવારે ટેલિકાસ્ટ થયેલા ‘વિકેન્ડ કા વાર’ એપિસોડમાં સલમાન ખાને હિના ખાન અને સિદ્ધાર્થ શુકલાને લઈને મજાક કરી હતી. પહેલા સલમાને સિદ્ધાર્થના લગ્ન વિષે કહ્યું હતું કે, સિદ્ધાર્થના લગ્નની ડેટ ફિક્સ થઇ ગઈ છે.

આ સાંભળીને બધા હેરાન થઇ ગયા હતા. સલમાને છોકરી વિષે પૂછ્યું હતું. સલમાને મજાકિયા અંદાજમાં જણાવ્યું હતું કે, ‘બાલિકા વધુ’માં સિદ્ધાર્થના લગ્ન થશે.

જણાવી દઈએ કે, આજકાલ કલર્સ ચેનલ પર સિદ્ધાર્થ અને પ્રત્યુષા બેનર્જીનો શો ‘બાલિકા વધુ’ બીજીવાર ટેલિકાસ્ટ કરવામાં આવી રહ્યો છે.આવનારા એપિસોડમાં સિદ્ધાર્થ એટલે શિવરાજ શેખર અને પ્રત્યુષા એટલે કે આનંદી સાથે લગ્ન થશે.

Image source

 

આ સાંભળીને હિના ખાન હતાશ થઈ જાય છે અને કહે છે કે તે રાહ જોઈ રહી હતી કે ઉજવણી, નાચ અને ગાન થશે કોઈ આવે. સલમાને હિનાને કહ્યું, ‘તું લગ્ન કરી લે.’ હિના લગ્ન માટે ના કહે છે અને સલમાનને પૂછે છે કે તે ક્યારે લગ્ન કરશે.

તો સિદ્ધાર્થ શુક્લા અને ગૌહર ખાન વચ્ચે શો દરમિયાન ઉગ્ર ચર્ચા થઈ હતી. સિદ્ધાર્થે કહ્યું કે ‘બિગ બોસ 7’ પછી તમને કામ મળ્યું નથી, ત્યારબાદ બિગ બોસના લોકો તમારા માટે દયા અનુભવે છે. આ અંગે પ્રતિક્રિયા આપતાં ગૌહર ખાન કહે છે કે ગૌહરે શું કર્યું તે તમને ખબર નથી.

આ સવાલના જવાબ સલમાન ખાન કહે છે કે, મારી તો લગ્નની ઉંમર નીકળી ગઈ છે મારે નથી કરવા લગ્ન. રિપોર્ટ અનુસાર, સારા ગુરપાલને તોફાની સિનિયર્સ હિના ખાન, સિદ્ધાર્થ શુકલા અને ગૌહર ખાનને ઘરેથી બેઘર કરી દીધા હતા.