મનોરંજન

10 તસ્વીરો: આ બોલ્ડ હિરોઈનના સાથે સલમાનના લગ્ન થતાં થતાં રહી ગયા, હવે આવી દેખાય છે

આ છે એશ્વર્યા રાયની ડુપ્લીકેટ, 7 તસવીરો જોતા જ કહેશો ઓરીજનલ તો ફિક્કી લાગે છે

બધાને ખબર જ છે કે બૉલીવુડ દિગ્ગજ હીરો સલમાન ખાન પોતાની ફિલ્મો કરતાં તેની પર્સનલ લાઈફને લઈ વધારે વિવાદમાં રહેતો હોય છે. તેની ઢગલા મોઢે રહેલી ગર્લફ્રેન્ડની વાતો પણ જગજાહેર છે. લફરાંના મામલામાં બોલિવૂડમાં સલમાનનું નામ પહેલું આવે છે. એમાં હજુ સુધી કોઈ તેની પત્ની બની શકી નહીં.

એવી જ એક હિરોઈન સ્નેહા ઉલ્લાલ છે. કે જે પણ સલમાનની ગર્લફ્રેન્ડ હતી પણ લગ્ન ન થઈ શક્યા. સલમાન ખાનની ફિલ્મ લકી નો ટાઈમ ફોર લવથી મુવી દ્વારા દુનિયામાં પગ મુકનાર સ્નેહા ઉલ્લાલને સલમાન ખુબ જ પસંદ હતો. અને સલમાન પણ તેને ખુબ જ પસંદ કરતો હતો.

એટલું જ નહીં પણ સ્નેહા અર્પિતની સારી બહેનપણી પણ હતી. પરંતુ કોઈ કારણોસર આ જોડી ન બની અને લગ્ન થઈ શક્યા નહીં. પરંતુ હવે સ્નેહાની કેટલીક હોટ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. સલમાન ખાન સાથે ફિલ્મ લકીથી બોલિવૂડમાં ડેબ્યુ કરનાર અભિનેત્રી સ્નેહા ઉલ્લાલ થોડાક મહિના પહેલા હોસ્પિટલમાં એડમિટ છે. આ વાતની જાણકારી સ્નેહાએ પોતે પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

તેને 31 મેના રોજ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી છે. સ્નેહાએ પોતાની હોસ્પિટલના બેડ પર સુતેલી તસ્વીર શેર કરીને લખ્યું છે, ‘જીવનમાં પહેલીવાર હોસ્પિટલમા દાખલ થઇ. મને ખૂબ જ વધારે તાવ હતો. જેના કારણે મારા પર ઘણી ટ્રીટમેન્ટ કરવામાં આવી. આ ખૂબ જ ભયજનક છે, પણ હું ખૂબ જ જલ્દી ઠીક થઇ જઈશ. ખરાબ રીતે બીમાર રહયા બાદ હવે હું થોડી સારી છું.

મને બની શકે એટલો વધુ આરામ કરવાની સલાહ આપવામાં આવી છે. પરંતુ હવે હું કંટાળી રહી છું, પરંતુ મારી પાસે નેટફ્લિક્સ અને મારુ ધ્યાન રાખવાવાળા ઘણા લોકો છે. ઘરે જવા માટે અધીરી બની છું. હું તમારા બધાના જ સ્વસ્થ સ્વાથ્યની કામના કરું છું.’ તમને જણાવી દઈએ કે અભિનેત્રી સ્નેહાએ ફિલ્મ લકીથી બાબૉલીવૂડમાં ડેબ્યુ કર્યું હતું. લકી બાદ સ્નેહાને ઘણી હિન્દી અને તેલુગુ ફિલ્મમાં જોવામાં આવી હતી. છેલ્લે તેને વર્ષ 2015માં ફિલ્મ બેઝુબા ઈશ્કમાં જોવામાં આવી હતી. તે એટલા માટે પણ ચર્ચાઓમાં રહે છે કારણ કે તેનો ચહેરો બોલિવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન સાથે મળતો આવે છે.

એ પોતાની તસવીરોના કારણે સોશિયલ મીડિયામાં ઘણી પ્રખ્યાત છે. એ ઇન્ટરનેટ પર ખૂબ જ સક્રિય છે. જૂન 2017માં તેને એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે ત્રણ વર્ષથી તે ઓટોઈમ્યુન ડિસઓર્ડરથી પીડાઈ રહી હતી, જેને કારણે તે ખૂબ જ નબળી પડી ગઈ હતી કે એને ચાલવા, ડાન્સ કરવા અને સતત શૂટિંગ કરવામાં પણ તકલીફ પડી રહી હતી. જેથી તેને કામથી બ્રેક લઈને પોતાનો ઈલાજ કરાવવાનું નક્કી કર્યું હતું.