મુશ્કેલીના સમયમાં શાહરૂખ ખાનને ભાઇજાન અને પરિવારનો સંપૂર્ણ સાથ, સલમાન ખાન અને તેમનો પરિવાર આવી રીતે આપી રહ્યો છે સાથ

બોલિવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાનનો દીકરો આર્યન ખાન ડગ કેસ મામલે હાલમાં જેલમાં છે. તે પહેલા NCBની કસ્ટડીમાં હતો અને તે બાદ કોર્ટે તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો હતો. આર્યન ખાન 2 ઓક્ટોબરથી મુશ્કેલીમાં છે. આર્યન સાથે સાથે તેનો પરિવાર પણ મુશ્કેલીના સમયમાંથી પસાર થઇ રહ્યો છે. આર્યન ખાનની જામીન અરજી બેવાર કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી હતી. હાલ આર્યન ખાનની જામીન અરજી હાઈકોર્ટમાં પેન્ડિંગ છે. છેલ્લા બે દિવસથી તેની સુનાવણી ચાલી રહી છે, આજે પણ હાઇકોર્ટમાં આ બાબતે સુનાવણી થવાની છે. ઉમ્મીદ એવી જતાવવામાં આવી રહી છે કે, આર્યન ખાનને હાઇકોર્ટથી રાહત મળી શકે છે.

શાહરૂખ ખાનના મુશ્કેલીના સમયે મિત્રો અને પરિવારનો સાથ મળી રહ્યો છે. આવી સ્થિતિમાં શાહરૂખ ખાનનો મિત્ર અને બોલિવુડ અભિનેતા સલમાન ખાન તેને ઘણો સાથ આપી રહ્યો છે અને હવે સલમાને પણ શાહરૂખ ખાન માટે મોટો નિર્ણય લીધો છે. તમને જણાવી દઈએ કે જ્યારથી શાહરૂખ ખાનનો દીકરો ડગ કેસમાં જેલમાં ગયો છે, ત્યારથી સલમાન ખાન શાહરૂખને સંપૂર્ણ સપોર્ટ કરવામાં કોઈ કસર નથી છોડી રહ્યો, તે શાહરૂખના દરેક દર્દને સારી રીતે સમજે છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે જ્યાં સલમાન શાહરૂખ ખાનના પઠાણના પાત્ર સાથે તેની આગામી ફિલ્મ ટાઈગર 3 ની મહત્વપૂર્ણ સીક્વન્સ શૂટ કરવા જઈ રહ્યો હતો. પરંતુ હવે જ્યારે કિંગ ખાને પોતાના દીકરાને રિલીઝ કરાવવા માટે આ દિવસોમાં દરેક ફિલ્મના શૂટિંગમાંથી બ્રેક લીધો છે, આવી સ્થિતિમાં શાહરૂખ ખાનના ખાસ મિત્ર સલમાન ખાને પણ તેની ફિલ્મની શૂટિંગ સિક્વન્સનો આ ભાગ મોકૂફ રાખ્યો છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે સલમાને મેકર્સને આર્યન ઘરે આવે ત્યાં સુધી રાહ જોવાનું કહ્યું છે. એમ કહેવું ખોટું નહીં હોય કે આ સમયે શાહરૂખના દુઃખમાં સૌથી વધુ જો કોઈ સામેલ છે તો તે સલમાન ખાન છે. રિપોર્ટ્સ અનુસાર, સલમાન ખાનના પિતા સલીમ ખાન અને માતા સલમા અને હેલન આર્યન માટે પ્રાર્થના કરી રહ્યા છે.આખો પરિવાર કોર્ટનો નિર્ણય આર્યનના પક્ષમાં આવે તે માટે પ્રાર્થના કરી રહ્યો છે અને દરેક ઈચ્છે છે કે આર્યન જલદી તેના ઘરે આવે.

તમને જણાવી દઈએ કે જે દિવસે આર્યનની ધરપકડ કરવામાં આવી હતી તે દિવસે તે સેલિબ્રિટી સલમાન ખાન હતો જે સૌથી પહેલા શાહરૂખ ખાનના ઘરે પહોંચ્યો હતો અને તેને ચિંતા બતાવી હતી, ત્યારબાદ તે એક દિવસ શાહરૂખને તેના પિતા સલીમ ખાન વિશે સાંત્વના આપવા આવ્યો હતો. રિપોર્ટ્સ અનુસાર, સલમાન ખાન દરરોજ શાહરૂખ ખાનને ચોક્કસપણે ફોન કરે છે. તેમણે લોકો સાથે વાત કરીને કાયદાકીય સલાહ પણ લીધી છે. તે પોતાના વકીલ સાથે પણ સંપર્કમાં રહે છે.

લોકો સોશિયલ મીડિયા પર સલમાન ખાનના વખાણ કરી રહ્યા છે, કારણ કે તેણે મુશ્કેલીના સમયમાં તેના મિત્રને એકલો છોડ્યો નથી. જો કે, આ મિત્રતા એકતરફી નથી કારણ કે શાહરૂખ ખાન પણ હંમેશા તેના મિત્ર સલમાનને સપોર્ટ કરે છે. બંને એકબીજા સાથે પરિવારની જેમ વર્તે છે અને કાળજી પણ લે છે.

Shah Jina