મનોરંજન

બોલીવુડના ભાઈજાન સલમાન ખાનને મળી જાનથી મારી નાખવાની ધમકી, જાણો સમગ્ર મામલો

બોલીવુડના ભાઈજાન અને કાળા હરણ શિકાર મામલે અદાલતની સુનાવણીનો સામનો કરી રહેલ સલમાન ખાનને સોશિયલ મીડિયામાં વેબસાઈટ ફેસબુકના માધ્યમથી મોતની ધમકી મળી છે.

ફેસબુક પેજ પર આપવામાં આવેલી ધમકીને ગૈરી શૂટર નામના એકાઉન્ટ પરથી પોસ્ટ કરવામાં આવી છે. ‘સોંપું’ નામના ગ્રુપ પર પોસ્ટ કરવામાં આવેલા આધમકીમાં હિન્દીમાં લખ્યું હતું કે, સલમાનને ચેતવણી આપવામાં આવે છે કે તે ભારતીય કાનૂનથી તો બચી શકે છે. પરંતુ બિશ્નોઇ સમુદાયના કાનૂનથી નહીં. પોલીસ આ મામલે વધુ તપાસ હાથ ઘરી રહી છે.

ફેસબુક પોસ્ટમાં યુઝર લખ્યું હતું કે,વિચારી લે સલમાન તુંભારતના કાનૂનથી બચી શકે છે. પરંતુ બિશ્નોઇ સમાજ અને સોંપું પાર્ટીના કાનૂને તને મૌતની સજા આપી દીધી છે. સોંપ્યુ અદાલતમાં તું દોષી છે.

જોધપુરના પૂર્વ ડીસીપી ધર્મેન્દ્ર સિંહ યાદવે કહ્યું હતું કે, જો અમારી તપાસ કર્યા બાદ વિશેષ ખતરા સાથે સંબંધમાં ઇનપુટ મળે છે. તો અમે સુરક્ષા વધારીશું. અમે આ મામલે તપાસ કરીશું. અમારી પાસે એક સોશિયલ મીડિયા સેલ છે. જો અમને એક વિશેષ ઇનપુટ મળે છે, તો સક્રિય રીતે આ ધમકી પર કામ કરીશું. અમે સુરક્ષા અને વ્યવસ્થાને વધારું દઈશું.

જણાવીએ દઈએ કે, સલમાન ખાન 1998ના કાળા હરણના મામલે આરોપી છે. સલમાન ખાન શુક્રવારે જોધપુર કોર્ટમાં હાજર થવાની શકયતા છે. આ પ પહેલા 2018માં જોધપુર કોર્ટમાં લોરેન્સ બિશ્નોઇ નામના એક ગેંગસ્ટરને ખુલ્લેઆમ જાનથી મારવાંની ધમકી આપી હતી.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.