મનોરંજન

સલમાન ખાનની ઉપર આ મામૂલી ઉધાર છે, રકમ જાણશો તો હસી પડશો

મુંબઈમાં વેલ્ફેર ફંડ માટે રાખવામાં આવેલી એક ઉમંગ ઇવેન્ટમાં બોલીવુડના ઘણા દિગ્ગ્જ સિતારાઓનો જમાવડો રહ્યો હતો. આ ઇવેન્ટમાં શાહરુખ ખાન, સલમાન ખાન, રિતિક રોશન, વિક્કી કૌશલ, સારા અલી ખાન, કૈટરીના કૈફ, પ્રિયંકા ચોપરા, સૈફ અલી ખાન, ક્રિતી સેનન, વગેરે  જેવા દિગ્ગ્જ કલાકારોએ હાજરી આપી હતી.

Image Source

આ ઇવેન્ટને કૉમેડિયન અને અભિનેતા કપિલ શર્મા હોસ્ટ કરી રહ્યા હતા. ઇવેન્ટ દરમિયાન અભિનેતા સલમાન ખાને પણ સ્ટેજ પર પહોંચીને હસી મજાક કરી હતી. સલમાન ખાને એક કિસ્સો શેર કરતા જણાવ્યું હતું કે તેણે બાળપણમાં એક વ્યક્તિ પાસેથી પોતાની સાઇકલ રીપેર કરાવી હતી પણ તેના માટે સવા રૂપિયો ચુકવ્યો ન હતો અને આજે પણ તે તેના પર ઉધાર છે.

Image Source

સલમાન ખાને કહ્યું કે,”હું શોર્ટ્સમાં હતો, ખિસ્સામાં પૈસા ન હતા અને સાઇકલ પંચર થઇ ગઈ હતી. મેં સાઇકલ રીપેર કરવા માટે તે વ્યક્તિને કહ્યું કે-કાકા મારી સાઇકલ રીપેર કરી દો અત્યારે મારી પાસે પૈસા નથી પણ હું પછી આપી જઈશ. ત્યારે તે કાકાએ કહ્યું કે, તું પહેલા પણ આવું જ કરતો હતો તે એકવાર ઘણા સમય પહેલા મારી પાસે સાઇકલ રીપેર કરાવી હતી, જેના પૈસા તે આજ સુધી નથી આપ્યા. તારો 1.25 રૂપિયો આજે પણ ઉધાર છે, આ સાંભળીને મને ખુબ શરમ આવી, પછી જ્યારે મેં તેને પૈસા આપ્યા તો તેમણે લેવાની પણ ના કહી દીધી હતી.”

Image Source

સલમાને કહ્યું કે તે કાકાને ખબર નથી કે પોતે એક સુપરસ્ટાર છે. જો કે સલમાનનો ઉધારી સાથે ખુબ જૂનો સંબંધ છે. કેમ કે અમુક દિવસો પહેલા સલમાને એક ‘નોટબુક’ દ્વારા પણ ઉધારી ચૂકવી હતી.

Image Source

સલમાને કહ્યું કે ઇકબાલ તેના બાળપણના મિત્ર છે. સલમાને ટ્વીટ કરતા કહ્યું હતું કે જ્યારે તે નાની ઉંમરના હતા, ત્યારે ઇકબાલ જ તેની બેન્ક હતા,એટલે કે તેનાથી જ સલમાનની ઉધારી ચાલતી હતી. પણ ઇકબાલના 2011 રૂપિયા આજે પણ તેના પર ઉધાર છે. એવામાં સલમાનને તો ઉધારી ચુકવવાની જ હતી પણ તેણે 2011 રૂપિયા આપવાને બદલે થોડું વધારે આપીને ઉધારી ચૂકવી હતી.

Image Source

એવામાં ઇકબાલના દીકરા ઝહીર ઇકલબાલને લોન્ચ કરવા માટે સલમાને પોતાના જ પ્રોડક્શન હાઉસમાં ફિલ્મ બનાવી દીધી. આ ફિલ્મનું નામ છે ‘નોટબુક’ જે 29 માર્ચ, 2019 ના રોજ રિલીઝ થઇ હતી. સલમાનની ઉધારી ચૂકવવાનો આવો વિચાર પણ કમાલનો છે.

Author: GujjuRocks Team

તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ