GujjuRocks

સલમાન ખાને ફાર્મહાઉસ પર ઉજવણી કરી હતી, EX ગર્લફ્રેન્ડનો કાફલો પણ હતો જુઓ

હાલ સમગ્ર દેશ કોરોના જેવી મહામારી સામે લડી રહ્યો છે. જેના કારણે આખા દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. સૌથી વધુ દૈનિક મજૂરો અને ગરીબ લોકો આર્થિક સંકટનો સામનો કરવો પડે છે. સરકાર આ માટે સંભવ કોશિશ કરી રહી છે. આ મજૂરોએ અત્યાર સુધી બૉલીવુડના ઘણા સિતારાઓ મદદ કરી ચુક્યા છે. બોલીવુડના દબંગ ખાન એટલે કે સલમાન ખાન તેનાથી બનતી બધી જ મદદ કરે છે.

સલમાન ખાન બોલિવૂડ ફિલ્મ ઉદ્યોગ સાથે સંકળાયેલા લગભગ 25 હજાર દૈનિક વેતન મજૂરો અને ગરીબ લોકોને આર્થિક મદદની સહાય સાથે જરૂરિયાત સામાન ઉપલબ્ધ કરાવ્યો છે. લોકડાઉન થયા બાદ સલમાન ખાન તેના પનવેલ ફાર્મ હાઉસમાં છે. તેમની સાથે તેમની અન્ય ખાસ મિત્રો અભિનેત્રી જેક્લીન ફર્નાન્ડિઝ અને યુલિયા વંતુર પણ છે. આ દરમિયાન સલમાન ખાને તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તે તેના મિત્રો અને અન્ય લોકો સાથે કામદારો માટે ટ્રેક્ટર પર જમવાનું રાખતો નજરે ચડયો હતો. આ વીડિયોને શેર કરતાં સલમાન ખાને એક ખૂબ જ ખાસ કેપ્શન પણ આપ્યું છે.

તેમણે ખોરાક રાખવા બદલ તેના બધા મિત્રોનો આભાર માન્યો અને તેમને ટેગ પણ કર્યા. સલમાન ખાનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે. બધા સોશ્યલ મીડિયા યુઝર્સ આ વીડિયો પર પોતાનો પ્રતિસાદ આપી રહ્યા છે. આ પહેલા સલમાન ખાનેઓલ ઇન્ડિયા સ્પેશિયલ આર્ટિસ્ટ એસોસિએશન (એઆઈએસએએ) હેઠળ 45 કલાકારોના બેંક ખાતાઓમાં રૂ 3,000 જમા કરાવ્યા છે. જેના માટે તમામ કલાકારો દ્વારા તેમનો આભાર માનવામાં આવ્યો હતો.

સલમાન ખાને પનવેલના ફોર્મ હાઉસમાં રહીને ‘પ્યાર કરોના’ નામનું એક ઑડિયો ગીત પણ રજૂ કર્યું હતું. જણાવી દઈએ કે સલમાન ખાન અને હુસેન દલાલે આ ગીત એક સાથે લખ્યું છે, જ્યારે સંગીત સાજિદ-વાજિદ આપ્યું છે. થોડા દિવસ પહેલા જ અહિયાંથી સલમાનની બહેન અર્પિતાના દીકરા આહિલનો જન્મ દિવસ પણ ઉજવવામાં આવ્યો હતો. સલમાન ખાનનું આ ફાર્મ હાઉસ ખુબ જ લક્ઝુરિયસ છે. આજે તમને આ ફાર્મ હાઉસના ફોટો બતાવીશું જે જોઈને તમે જ કહેશો કેટલું સુંદર છે.સલમાનનું પનવેલ સ્થિત ફાર્મ હાઉસ કુલ 150 એકરમાં ફેલાયેલું છે. જ્યાં અવાર-નવાર પાર્ટી તેમજ સોશિયલ ઇવેન્ટ કરવામાં આવે છે. સલમાન ખાનની ફિલ્મ “બજરંગી ભાઈજાન” તો બધાએ જોઈ જ હશે, પરંતુ તમને એ જાણીને નવાઈ લાગશે કે આ ફિલની કેટલુંક શૂટિંગ તેમના આ ફાર્મ હાઉસમાં જ કરવામાં આવ્યું હતું.

લોકડાઉનના કારણે મોટાભાગના લોકો પોતાના ઘરમાં જ છે. ત્યારે બોલીવુડના ઘણા સેલેબ્રિટીઓ પોતાના ફાર્મ હાઉસ ઉપર સમય વિતાવી રહ્યા છે, એમાંથી એક છે આપણા બોલીવુડના ભાઈજાન એવા સલમાન ખાન પણ પોતાના પરિવાર સાથે પોતાનો સમય પોતાના પનવેલ સ્થિત ફાર્મ હાઉસમાં વિતાવી રહ્યા છે.

Image Source

સલમાન ખાને નવું વર્ષ 2019 પોતાના પનવેલવાળા ફાર્મહાઉસમાં ઉજવ્યું હતું. આ સેલિબ્રેશન એકદમ અલગ જ હતું. ફાર્મહાઉસમાં સલમાન ખાનની સાથે તેની એક્સ ગર્લફ્રેન્ડ સંગીતા બિજલાની, ડેઈઝી શાહ અને સાજીદ નડિયાદવાલા પત્ની વર્ધા નડિયાદવાલા ત્યાં હાજર હતા. સલમાન ખાનના ફાર્મહાઉસની કેટલીક તસ્વીરો સામે આવી છે.

Image Source

આ તસ્વીરોમાં સંગીતા બિજલાની અને ડેઈઝી શાહ મસ્તીના મૂડમાં દેખાઈ રહ્યા છે. સોહેલ ખાનનો દીકરો નિર્વાણ ખાન પોતાના મિત્રો સાથે.

Image Source

ફાર્મહાઉસ પર સલમાન ખાનના પરિવારનું કોઈ સભ્ય દેખાઈ નથી રહ્યું. માત્ર સોહેલ ખાનનો દીકરો તેને મિત્રો સાથે જોવા મળ્યો હતો. નિર્વાણ ખાન પોતાના મિત્રો સાથે ફાર્મહાઉસની ખરબચડી જમીન પર ગાડી ચલાવતો જોવા મળ્યો હતો. એટલું જ નહિ પણ નિર્વાણ પોતાના મિત્રો સાથે ખુબ જ મસ્તી કરતો જોવા મળ્યો હતો. સલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડ સંગીતા બિજલાની, ડેઈઝી શાહ અને સાજીદ નડિયાદવાલા પત્ની વર્ધા નડિયાદવાલા મસ્તીના મૂડમાં જોવા મળી હતા.

ફાર્મહાઉસમાં સલમાન ખાન પોતાના મોબાઈલમાં વ્યસ્ત હતો. આ તસ્વીરો સોશિયલ મીડિયા પર ખુબ જ વાઇરલ થઇ.

મિત્રો સાથે રાઈડમાં બેસીને મસ્તી કરતો નિર્વાણ ખાન.

Image Source

ખરબચડી જમીન પર ગાડી ચલાવતા નિર્વાણના મિત્રો. લોકોને આ તસ્વીરો ખુબ જ પસંદ આવી છે. આ તસ્વીરો આવતાની સાથે જ વાઇરલ થઇ ગઈ હતી.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

Exit mobile version