મનોરંજન

સલમાન-શેરાના અતૂટ સંબંધને 25 વર્ષ થયા, વફાદાર શેરાએ કહ્યું- ‘માલિક મરીશ ત્યાં સુધી….’

બોલિવૂડ સુપરસ્ટાર અને દબંગ ખાન સલમાન ખાનનો બોડીગાર્ડ શેરા કોઈ સ્ટારથી ઓછો નથી. સલમાનની જેમ જ શેરા પણ કેટલીક વાર ચર્ચામાં રહી ચુક્યો છે. તે સલમાનનો ફક્ત બોડીગાર્ડ જ નથી પણ બંને જુના મિત્રો પણ છે. ખુબ જ લાંબા સમયથી શેરાએ સલમાનની સુરક્ષાની જવાબદારી સાંભળે છે અને તે સલમાનની સુરક્ષાની જવાબદારી ખુબ જ સારી રીતે નિભાવે છે.

શેરા છેલ્લા 25 વર્ષથી સલમાન ખાનનો બોડીગાર્ડ હતો. 25 વર્ષ પુરા થતા સલમાન ખાને પોતાના સોશિયમ મીડિયા પર શેરા સાથેની એક તસ્વીર પણ શેર કરી હતી. આ બંનેની મિત્રતા આ 25 વર્ષમાં ખુબ જ મજબૂત થઇ ગઈ છે. આમ પણ આપણે બધા જાણીએ જ છીએ સલમાન ખાનને તેના બોડી ગાર્ડ સાથે સારું બને છે.

સલમાન ખાને આ તસ્વીર શેર કરતા લખ્યું હતું હતું કે, 25 વર્ષ થઇ ગયા અને હજુ પણ મજબૂતી વધી રહી છે. આ તસ્વીરમાં સલમાન અને શેરા બંને સાથે ઉભા છે. શેરાનો હાથ સલમાનના ખભા પર છે અને બંને જણાએ being strong લખેલી ટીશર્ટ પહેરી છે. સલમાન ખાને તસ્વીર શેર કર્યા બાદ શેરાએ આ તસ્વીરને પાછી શેર કરતા ધન્યવાદ કહ્યું હતું.

 

View this post on Instagram

 

25 years and still Being strong . . @beingshera

A post shared by Chulbul Pandey (@beingsalmankhan) on

શેરાએ ઇન્સ્ટાગ્રામમાં લખ્યું હતું કે, માલિક સલમાન ખાન હું મરીશ ત્યાં સુધી તે મજબૂત રહેશે. આ તસ્વીરને ઘણા બધા લોકોએ લાઈક કરી છે. આ લખાય છે ત્યાં સુધીમાં સલમાનની આ પોસ્ટને 14 લાખ લોકો લાઈક કરી ચુક્યા છે. તેની સાથે સાથે લોકોએ આ પોસ્ટમાં સલમાનના વખાણ પણ કર્યા છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.