સલમાન ખાનની સુરક્ષામાં ખાલી માણસો અને બુલેટ પ્રુફ કાર જ નહિ પણ લીંબું-મરચા પણ છે તૈનાત…વિશ્વાસ ના આવતો હોય તો જોઇ લો

સલમાન ખાને 2 કરોડની નવી બુલેટપ્રુફ કાર પર લટકાવ્યા લીંબું-મરચા, તસવીર વાયરલ

સલમાન ખાન આ દિવસોમાં બે કારણોને લઇને ચર્ચમાં બનેલો છે. પહેલું એ કે તેની ફિલ્મ કિસી કા ભાઇ કિસી કી જાન આ મહિને જ ઇદ પર રીલિઝ થઇ રહી છે અને બીજું તેની નવી બુલેટપ્રુફ કાર..હાલમાં જ ભાઇજાને નિસાન પેટ્રોલ એસયુવીની નવી બુલેટપ્રુફ કાર પોતાના કાફલામાં સામેલ કરી છે, જેના વિશે લોકોએ ઇન્ટરનેટ પર ઘણુ સર્ચ કર્યુ.

સલમાન ખાન તેની અપકમિંગ ફિલ્મ કિસી કા ભાઇ કિસી કી જાનના ટ્રેલર લોન્ચ ઇવેન્ટમાં પોતાની નવી કારથી જ વેન્યુ પર આવ્યો હતો. પણ આ દરમિયાન લોકોની નજર કારથી વધારે તો તેના પર લાગેલા નજર બટ્ટુ એટલે કે લીંબું-મરચા પર પડી અને આ ઉપરાંત નંબર પ્લેટ પર પણ પડી. સલમાન ખાને લગભગ 2 કરોડની કિંમતની આ કાર ત્યારે ખરીદી જ્યારે તેને જાનથી મારવાની ધમકીઓ મળી રહી છે.

તેણે તેની સુરક્ષા માટે કોઇ કસર છોડી નથી. આ જ કારણ છે કે આ કારને પ્રોટેક્શનના લિહાજથી મોડિફાઇ કરવામાં આવી છે. હવે આટલું બધુ કર્યા બાદ સલમાન ખાને આખરે એ કામ કરી દીધુ, જે લગભગ બધી ઇન્ડિયન ફેમીલી કરે છે. સલમાન ખાનની કારની 2727 નંબર પ્લેટની ઠીક બાજુમાં લીંબું-મરચા લટકાવ્યા હતા. આ લીંબું-મરચાએ લગભગ દરેક લોકોનું ધ્યાન ખેંચ્યુ. ત્યારે આ જોયા બાદ ચાહકો વચ્ચે ઘણી ચર્ચા ચાલી રહી છે.

લોકો કહી રહ્યા છે કે, સલમાન ખાન પણ સામાન્ય લોકોની જેમ નજર બટ્ટુ પર વિશ્વાસ કરે છે. તેમનું કહેવુ છે કે આખરે આટલી મોંઘી અને મોડિફાય કાર હોવા છત્તાં પણ આખરે ઘરેલુ નુસખો જ કામ આવ્યો. સલમાનની નવી કારનો નંબર 2727 છે, જે તેની બર્થ ડેટ પણ છે. તેનો જન્મ 27 ડિસેમ્બર 1965ના રોજ થયો હતો. તે 27 નંબરને લકી માને છે.

Shah Jina